Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

WTC ફાઈનલમાં રાહુલની જગ્યા આ તોફાની વિકેટકીપર બેટ્સમેન લેશે

IPL 2023 માં ઈજાગ્રસ્ત થયેલા કેએલ રાહુલની જગ્યાએ હવે WTC ની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈશાન કિશનને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય કેએલ રાહુલના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ...
wtc ફાઈનલમાં રાહુલની જગ્યા આ તોફાની વિકેટકીપર બેટ્સમેન લેશે

IPL 2023 માં ઈજાગ્રસ્ત થયેલા કેએલ રાહુલની જગ્યાએ હવે WTC ની ફાઈનલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈશાન કિશનને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય કેએલ રાહુલના રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયા બાદ લેવાયો છે. IPL ની આગામી મેચની સાથે સાથે રાહુલ WTC ની ફાઈનલમાં પણ નહીં રમી શકે. જણાવી દઇએ કે, ઈશાન IPL માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તરફથી રમી રહ્યો છે.

Advertisement

કેએલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં એન્ટ્રી મળી

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના બીજા સંસ્કરણની ફાઈનલ મુકાબલો લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાવાનો છે. આ મેચ માટે હવે ભારતીય ટીમમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. આ મુજબ, ટીમના એક વરિષ્ઠ ખેલાડીને IPL માં ઈજાના કારણે બહાર થવું પડ્યું હતું. બીજી તરફ યુવા ખેલાડીને આ કારણે લોટરી લાગી છે. BCCI એ સોમવારે સાંજે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ સિવાય બોર્ડે ત્રણ સ્ટેન્ડબાય ખેલાડીઓના નામ પણ જાહેર કર્યા છે. BCCI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર કેએલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનને ટીમમાં એન્ટ્રી મળી છે. જ્યારે મુકેશ કુમાર, ઋતુરાજ ગાયકવાડ અને સૂર્યકુમાર યાદવને સ્ટેન્ડબાય તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

Advertisement

ઈશાનને વધારાના વિકેટ કીપર બેટ્સમેન તરીકે પસંદ કરાયો

Advertisement

નોંધપાત્ર વાત એ છે કે, IPL 2023 માં એક મેચ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો અને સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેની જાંઘમાં ઈજાના સમાચાર હતા. આ પછી તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી પોતાનું નામ પણ પાછું ખેંચી લીધું હતું. તેની સત્તાવાર માહિતી આપતાં, BCCIએ હવે તેના સ્થાનની વાત કહી છે. આ સાથે જ જયદેવ ઉનડકટને પણ ઈજા થઈ હતી પરંતુ તે ટીમમાં હાજર છે. આપને જણાવી દઇએ કે, ઈશાન કિશન ઝડપી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. તે સારી વિકેટકીપિંગ પણ કરે છે. તેથી જ તેની પસંદગી કરવામાં આવી છે. જોકે, ટીમ ઈન્ડિયા પાસે પહેલાથી જ વિકેટકીપર કે.એસ.ભરત છે. રાહુલ કીપિંગ પણ કરે છે, પરંતુ તે ટીમમાં નથી. આવી સ્થિતિમાં ઈશાનને વધારાના વિકેટ કીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

WTC ફાઈનલ માટેની ભારતીય ટીમઃ

રોહિત શર્મા (c), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત (wk), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ , જયદેવ ઉનડકટ, ઈશાન કિશન (wk)

સ્ટેન્ડબાય ખેલાડીઓ:

ઋતુરાજ ગાયકવાડ, મુકેશ કુમાર, સૂર્યકુમાર યાદવ.

છેલ્લી વખત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો

ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લે 2021માં ન્યૂઝીલેન્ડ સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ચેમ્પિયનશિપની 2021-23 સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેઓ પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પાછળ બીજા સ્થાને છે.

આ પણ વાંચો - RR VS SRH ની મેચે લગાન ફિલ્મની યાદ અપાવી, અંતિમ બોલ પર NO BALL એ નિર્ણય બદલ્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.