Delhi Budget માં મહિલાઓને મળી આ ખાસ ભેટ, AAP સરકાર દર મહિને આપશે આટલા રૂપિયા...
દિલ્હીના નાણા મંત્રી આતિશી સોમવારે વિધાનસભામાં પોતાનું 10 મું બજેટ (Delhi Budget) રજૂ કરી રહ્યા છે. નાણા મંત્રી આતિશીએ દિલ્હી માટે 76000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. તેમણે કહ્યું કે દિલ્હીની વસ્તી દેશની કુલ વસ્તીના માત્ર 1.55 ટકા છે. પરંતુ તે પછી દેશના જીડીપીમાં દિલ્હીનું યોગદાન બમણા કરતા પણ વધુ છે. દિલ્હીની મહિલાઓ માટે 'મુખ્યમંત્રી મહિલા સન્માન' યોજના પણ બજેટ (Delhi Budget)માં રજૂ કરવામાં આવી હતી.
નાણામંત્રી આતિષીએ રાજ્ય વિધાનસભામાં પોતાના પ્રથમ બજેટ ભાષણમાં કહ્યું કે, આમ આદમી પાર્ટીની સરકાર રામ રાજ્યનું સપનું સાકાર કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે કેજરીવાલ સરકારનું કામ માત્ર રામ રાજ્યની કલ્પનાના આધારે જ થાય છે. આ વખતે કેજરીવાલ સરકારે 76 હજાર કરોડ રૂપિયાનું બજેટ (Delhi Budget) રજૂ કર્યું છે. જે ગયા વર્ષની સરખામણીએ અંદાજે રૂ. 2 હજાર કરોડ ઓછો છે. આવો જાણીએ બજેટમાં કઈ કઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે.
શિક્ષણ માટે રૂ. 16 હજાર કરોડથી વધુ
દિલ્હી સરકારના નાણા મંત્રી આતિશીએ કહ્યું કે સરકારે શિક્ષણ માટે 16 હજાર 396 કરોડ રૂપિયાનું બજેટ (Delhi Budget) રાખ્યું છે. નાણામંત્રીએ કહ્યું કે કેજરીવાલ સરકારે છેલ્લા 9 વર્ષમાં 22 હજાર 711 ક્લાસરૂમ બનાવ્યા છે. દિલ્હીમાં સ્કૂલ ઓફ એક્સેલન્સની સંખ્યા 38 છે. તેમણે કહ્યું કે દિલ્હીની સરકારી શાળાઓમાં ભણતા 2121 બાળકોએ 2023-2024 માં JEE અને NEET પરીક્ષાઓ પાસ કરી છે. છેલ્લા 3 વર્ષમાં 4 લાખથી વધુ બાળકોએ ખાનગી શાળાઓ છોડીને દિલ્હીની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.
મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાની જાહેરાતઃ
કેજરીવાલ સરકારે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ દિલ્હીમાં 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે દિલ્હીની વસ્તી દેશની કુલ વસ્તીના માત્ર 1.55% છે. છતાં જીડીપીમાં તેનું યોગદાન બમણા કરતાં પણ વધુ છે. 2023-24 માં સ્થિર ભાવે જીડીપીમાં દિલ્હીનું યોગદાન 3.89% થવાનું છે.
આ પણ વાંચો : Arvind Kejriwal : ED નું સમન્સ ગેરકાયદેસર, પણ જવાબ આપીશ, આ તારીખે ED સમક્ષ હાજર થશે કેજરીવાલ…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ