ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jammu and Kashmir માં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ, 415 ઉમેદવારોનું ભાવિ દાવ પર

આજે જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજા તબક્કાનું મતદાન મતદાન કરવા મોટી સંખ્યામાં લોકોની લાઈનો મતદાન પહેલા ગૃહમંત્રીએ કર્યું ટ્વિટ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. આ તબક્કામાં વિવિધ પક્ષોના...
07:37 AM Oct 01, 2024 IST | Dhruv Parmar
  1. આજે જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજા તબક્કાનું મતદાન
  2. મતદાન કરવા મોટી સંખ્યામાં લોકોની લાઈનો
  3. મતદાન પહેલા ગૃહમંત્રીએ કર્યું ટ્વિટ

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. આ તબક્કામાં વિવિધ પક્ષોના ઘણા મોટા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 2001 ના સંસદ હુમલાના ગુનેગાર અફઝલ ગુરુનો ભાઈ એજાઝ પણ ચૂંટણી મેદાનમાં છે. આ તબક્કામાં પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ ગની લોન, પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારાચંદ અને મુઝફ્ફર બેગના ભાવિનો નિર્ણય થશે. 2014 પછી પહેલીવાર યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ 8 ઓક્ટોબરે આવશે. હરિયાણા ચૂંટણીના પરિણામો પણ એ જ દિવસે જાહેર થશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર અંતિમ તબક્કાની 40 બેઠકોમાંથી 24 બેઠકો જમ્મુના સાત જિલ્લામાં આવે છે. જ્યારે 16 બેઠકો કાશ્મીર ઘાટીની છે. 5060 મતદાન મથકો પર 39 લાખ મતદારો 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. 20 હજારથી વધુ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. ત્રીજા અને અંતિમ તબક્કામાં જમ્મુ ક્ષેત્રના જમ્મુ, ઉધમપુર, સાંબા અને કઠુઆ જિલ્લાઓ અને ઉત્તર કાશ્મીરના બારામુલ્લા, બાંદીપોરા અને કુપવાડા જિલ્લાઓમાં કુલ 40 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે.

ગુલામ નબી આઝાદે પોતાનો મત આપ્યો...

ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના અધ્યક્ષ ગુલામ નબી આઝાદે કહ્યું કે, '10 વર્ષ પછી ચૂંટણીઓ થઈ રહી છે, તેથી જે લોકો કહેતા હતા કે ચૂંટણી નથી થઈ, તેમણે હવે મેદાનમાં આવીને મતદાન કરવું જોઈએ. દરેકે મતનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો : ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવશે, Haryana માં મતદાન પહેલા 20 દિવસની પેરોલ મંજૂર

વોટિંગની શરૂઆત પહેલા ગૃહમંત્રીએ ટ્વિટ કર્યું...

ત્રીજા તબક્કાના મતદાન પહેલા ગૃહમંત્રીએ ટ્વીટ કર્યું, 'જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ને એવી સરકારની જરૂર છે જે દૂરંદેશી હોય અને તે સ્થળની સુરક્ષા, શાંતિ અને સ્થિરતા માટે મજબૂત નિર્ણયો પણ લઈ શકે. આજે છેલ્લા તબક્કામાં અહીં મતદાન કરનાર લોકોએ પોતાના મતની શક્તિથી એવી સરકાર બનાવવી જોઈએ, જે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ને આતંકવાદ, અલગતાવાદ, ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારથી દૂર રાખે અને દરેક વર્ગના અધિકારોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ હોય. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)માં પ્રવાસન, શિક્ષણ, રોજગાર અને સર્વાંગી વિકાસ માટે ઐતિહાસિક મત આપો.

આ પણ વાંચો : Bengaluru : રાશિદ બન્યો 'શંકર', રૂબીના બની 'રાણી', 10 વર્ષથી ભારતમાં છુપાયા હતા 4 પાકિસ્તાની...

જમ્મુ-કાશ્મીરમાં અંતિમ તબક્કાનું મતદાન શરૂ

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન કરવા માટે લોકો વહેલી સવારથી જ ઘરની બહાર નીકળી ગયા છે.

આ પણ વાંચો : Bihar Flood : બિહારમાં કોસી-કમલાએ સર્જ્યો હાહાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા...

Tags :
assembly election liveBaramullaGujarati NewsGulmarghandwaraIndiajammu kashmir election pollingjk assembly electionjk election livejk vidhan sabha chunav 2024KupwaralangateNationalSoporeURI
Next Article