Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gulmarg : કાશ્મીરના ગુલમર્ગમાં મોટો અકસ્માત, હિમસ્ખલનમાં એક વિદેશીનું મોત, એક લાપતા...

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ (Gulmarg)માં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં હિમસ્ખલનમાં ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ હિમપ્રપાત થયો ત્યારે મોટી સંખ્યામાં લોકો સ્કીઇંગ કરી રહ્યા હતા. અચાનક હિમસ્ખલન બાદ ચીસો સંભળાઈ હતી. આ દરમિયાન લોકો પોતાનો જીવ...
gulmarg   કાશ્મીરના ગુલમર્ગમાં મોટો અકસ્માત  હિમસ્ખલનમાં એક વિદેશીનું મોત  એક લાપતા

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ (Gulmarg)માં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં હિમસ્ખલનમાં ઘણા લોકો લાપતા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ હિમપ્રપાત થયો ત્યારે મોટી સંખ્યામાં લોકો સ્કીઇંગ કરી રહ્યા હતા. અચાનક હિમસ્ખલન બાદ ચીસો સંભળાઈ હતી. આ દરમિયાન લોકો પોતાનો જીવ બચાવવાના પ્રયાસમાં અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા.

Advertisement

નવીનતમ માહિતી અનુસાર, ગુલમર્ગ (Gulmarg)માં બપોરે લગભગ 2 વાગ્યે હિમપ્રપાત થયો હતો. હિમપ્રપાતમાં ત્રણ વિદેશીઓ ફસાયા હતા. જેમાં એકનું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ છે. એક વ્યક્તિ ગુમ છે જેની શોધ ચાલી રહી છે.  હિમપ્રપાતનો ભોગ બન્યો હતો. માહિતી મળતાની સાથે જ રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ) એ તરત જ વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં એક મૃતદેહ મળી આવ્યો છે, બે લોકોને જીવતા બચાવી લેવાયા છે અને બે વિદેશીઓ ગુમ છે.

Advertisement

હવામાન વિભાગણી આગાહી...

હવામાન વિભાગે ગુરુવારથી હવામાનમાં સુધારો થવાની આગાહી કરી હતી. 27 થી 29 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ/હિમવર્ષાના બીજા રાઉન્ડની સંભાવના છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ એક ડિગ્રી સેલ્સિયસ, ગુલમર્ગમાં 10.4 ડિગ્રી સેલ્સિયસ અને પહેલગામમાં 8.6 ડિગ્રી સેલ્સિયસ હતું. લદ્દાખ ક્ષેત્રમાં, લેહ
શહેરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 12.2 ડિગ્રી સેલ્સિયસ અને કારગીલમાં માઈનસ 13.8 ડિગ્રી સેલ્સિયસ હતું.

આ પણ વાંચો : Cabinet Briefing : ખેડૂતોના આંદોલન વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, શેરડીના ખરીદ ભાવમાં 8 ટકાનો વધારો

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.