ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ ત્રણ નર્સો હોસ્પિટલમાં કરતી હતી શરમજનક હરકત, સ્ટાફને જાણ થતા જ...

ડોક્ટરને આપણા દેશમાં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, તે જ રીતે નર્સો (Nurses) ને પણ સમાન આદર સાથે જોવામાં આવે છે. ડોક્ટર (Doctor) પછી જો કોઇ દર્દી (Patient) નું સૌથી વધુ ધ્યાન રાખતી હોય તો તે નર્સ જ છે. દર્દી...
05:11 PM Jul 11, 2024 IST | Hardik Shah
Three Nurses Shameful Act

ડોક્ટરને આપણા દેશમાં ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, તે જ રીતે નર્સો (Nurses) ને પણ સમાન આદર સાથે જોવામાં આવે છે. ડોક્ટર (Doctor) પછી જો કોઇ દર્દી (Patient) નું સૌથી વધુ ધ્યાન રાખતી હોય તો તે નર્સ જ છે. દર્દી જ્યારે ઠીક થયા પછી હોસ્પિટલ (Hospital) માંથી જાય છે ત્યારે તે ખાસ કરીને નર્સનો ખૂબ આભાર માનતા હોય છે કારણ કે તે જ હોય છે કે જેણે તેમનું સૌથી વધુ ધ્યાન રાખ્યું હોય છે. તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે કે, જેમા આ નર્સિંગના વ્યવસાય (Nursing Profession) ને ત્રણ નર્સોએ શરમાવે તેવી હરકત કરી છે.

હોસ્પિટલમાં નર્સોની શરમજનક હરકત

તમે બિમાર પડો અને હોસ્પિટલમાં ઠીક થવા જાઓ છો ત્યારે તમે તે વિશ્વાસ સાથે ત્યા જશો કે તમને સારી સારવાર મળશે અને ખુશી ખુશી તમે ઘરે પરત ફરી શકો છો. પણ તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમા ત્રણ નર્સો (Nurses) એ કઇંક એવું કર્યું છે જેણે તેમના પ્રોફેસનને શરમાવે તેવી હરકત કરી છે. મળતી માહિતી અનુસાર, ત્રણ નર્સ હોસ્પિટલમાં દાખલ વૃદ્ધ દર્દીઓનો અશ્લીલ વીડિયો બનાવતી હતી. તેટલું જ નહીં તે પછી તે આ વીડિયોને સોશિયલ મીડિયા સાઈટ સ્નેપચેટ પર શેર કરતી હતી. આ ત્રણેય નર્સોનું કૃત્ય લાંબા સમય સુધી હોસ્પિટલમાં ચાલતું હતું. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, આ નર્સો (Nurses) શબઘરમાં આવતા મૃતદેહોને પણ છોડતી નહોતી. પોલીસને તેમના મોબાઈલમાંથી મૃત લોકોના ફોટા અને વીડિયો મળ્યા છે. ઘટનાની જાણ થતા, હોસ્પિટલએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. જણાવી દઇએ કે, આ મામલો ઓક્લાહોમાની એક હોસ્પિટલનો છે, જ્યાં દર્દીઓના રમુજી અને અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ હંગામો મચી ગયો હતો. મામલો સામે આવતાં જ હોસ્પિટલે પણ નિવેદન બહાર પાડ્યું હતું અને ત્રણેય નર્સોને તાત્કાલિક ફરજ પરથી હટાવી દેવામાં આવી હતી.

દર્દીના અશ્લીલ વીડિયો બનાવ્યા

સ્થાનિક ન્યૂઝ એજન્સી KFOR અનુસાર, આ ત્રણ નર્સોના નામ 21 વર્ષીય જેડ વિલિયમ્સ, 21 વર્ષીય ઓબ્રે ગ્રેનાટા અને 20 વર્ષીય મેકેન્ઝી બોલ્ફા છે. આ ત્રણેય જણા શહેરની સુવર્ણયુગ હોસ્પિટલમાં કામ કરતા હતા અને અહીં જ દર્દીઓના અશ્લીલ વીડિયો બનાવતા હતા. જે વીડિયોના આધારે આ ત્રણેય વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે તેમાં તેઓએ વૃદ્ધ દર્દીઓની મજાક ઉડાવી છે. એક વીડિયોમાં એક દર્દી શર્ટ અને ડાયપર પહેરીને પલંગ પર સૂતો જોવા મળે છે અને તેની બેડશીટ્સ ગંદકીથી ઢંકાયેલી હોય છે. બીજા વીડિયોમાં એક દર્દીને કમરથી નીચે સુધી નગ્ન બતાવવામાં આવ્યો છે. કેટલાક વીડિયોમાં ત્રણેય તેની હાલતની મજાક ઉડાવતા જોવા મળે છે. આ ત્રણેય નર્સો એક વીડિયોમાં શબઘરમાં રખાયેલી લાશના વાળ સાથે ચેડા કરતી જોવા મળે છે.

કોર્ટમાં આક્ષેપો રજૂ કર્યા

24 જૂને આ ત્રણેય નર્સોની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જો કે, આ નર્સોએ તેમના બચાવમાં શું દલીલો આપી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ ત્રણેએ પોતાના વ્યવસાયને શરમાવે તેવું કૃત્ય કરતા દર્દીઓ સાથે એવા કામ કર્યા જેની કલ્પના પણ ન કરી શકાય. તેમના પર દર્દીઓ અને તેમના પરિવારજનોનો વિશ્વાસ તોડવાનો અને હોસ્પિટલના નિયમોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે. વળી, તેમની ધરપકડ પછી, હોસ્પિટલે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હોસ્પિટલ પ્રશાસન અહીં દાખલ દર્દીઓ અને તેમના પરિવારોની ગોપનીયતા અને સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આ કેસ સાથે સંબંધિત માહિતી લોકોને આપવામાં આવશે.

આ પણ વાંચો - સાવધાન! MOUTHWASH વધારી શકે છે કેન્સરનું જોખમ, વાંચો અહેવાલ

આ પણ વાંચો - RAJASTHAN : SPA સેન્ટરમાં ચાલતો હતો સેક્સનો ગોરખધંધો; અર્ધનગ્ન હાલતમાં ઝડપાઇ મહિલાઓ

Tags :
doctorGujarat FirstHardik ShahNurse in HospitalNursesNursing profession
Next Article