Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નીતિન ગડકરીએ આપેલા નિવેદનનું ખંડન કરી રહ્યા છે ગુજરાતના આ 15 ટોલ નાકા !

આ વર્ષે માર્ચમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સંસદમાં ખાતરી આપી હતી કે, ત્રણ મહિનામાં ગુજરાતમાં ક્યાંય પણ 60 કીલોમીટરના અંતરમાં બે ટોલપ્લાઝા નહીં હોય, પણ હજુ એવા 15 ટોલપ્લાઝા છે જે તેમની ખાતરીનું ખંડન કરી રહ્યા છે. RTI ના જવાબમાં...
02:46 PM Jul 05, 2023 IST | Dhruv Parmar

આ વર્ષે માર્ચમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સંસદમાં ખાતરી આપી હતી કે, ત્રણ મહિનામાં ગુજરાતમાં ક્યાંય પણ 60 કીલોમીટરના અંતરમાં બે ટોલપ્લાઝા નહીં હોય, પણ હજુ એવા 15 ટોલપ્લાઝા છે જે તેમની ખાતરીનું ખંડન કરી રહ્યા છે. RTI ના જવાબમાં નેશનલ હાઇવે ઓથોરિટીએ આ જાણકારી આપી હતી.

RTI એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં વિગત માંગી હતી કે એવા કેટલા ટોલ પ્લાઝા છે જ્યાં બે ટોલ વચ્ચેનું અંતર 60 કિ.મી. કરતા ઓછુ છે.

જેમાં...

એક્ટિવિસ્ટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા દાખલ કરવામાં આવેલી આરટીઆઈ અરજીના જવાબમાં આ ખુલાસો થયો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ જણાવ્યું હતું કે 60 કિમીના અંતરમાં ટોલપ્લાઝાને NH ફી નિયમો 2008 અને ફી નિયમો 1997 ના નિયમ 8 ના પેટા નિયમ 2 હેઠળ પરવાનગી છે. આ જવાબ આપી હાઈવે ઓથોરિટીએ નિર્દેશ આપી દીધો છે કે ટોલ પ્લાઝા હટવાના નથી.

તમને જણાઈ દઈએ કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર જ બામણબોર ટોલનાકાથી થોડા જ અંતરે બેટી પાસે ટોલનાકુ શરૂ કરવામાં આવ્યું હતું. ઘણા દિવસો સુધી ચાલ્યું પણ ખરું. અંતે વિરોધ થતાં બેટી પાસેનું ટોલનાકુ બંધ કરવું પડેલું. બીજું કે જો રોડ પર કોઈ બ્રીજ, ટનલ કે બાયપાસ હોય તો ટોલ ટેક્સ વધુ હોઈ શકે છે. હાઈવે કરતાં એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ વધુ હોય છે. અને જેમ વાહન મોટું હોય તેમ ટોલ પણ વધુ ચુકવવો પડતો હોય છે. તો આ બધા ધોરણોને આધારે ટોલ ટેક્સ નક્કી કરવામાં આવતો હોય છે.

આ પણ વાંચો : વડગામની યુવતી સહિત ચાર ગુજરાતીઓના તુર્કીમાં અકસ્માતમાં નિપજ્યા મોત

Tags :
governmentsGujaratNitin GadkariRTIstatementtollplazaUnion Transport Minister
Next Article