Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગાંધીના ગુજરાતમાં દારૂ 'મુક્તિ'! ગિફ્ટ સિટીમાં દારૂના સેવનને લઈ સરકારનો મોટો નિર્ણય

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. જો કે તેમ છતાં રાજ્યભરમાંથી પોલીસ દ્વારા સમયાંતરે દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરવામાં આવતી હોય છે. દૈનિક ધોરણે આપણે પોલીસ દ્વારા દારૂનો જથ્થો અથવા બુટલેગરની ઘરપકડ અંગેના સમાચાર સાંભળતા હોઈએ છીએ. ત્યારે...
ગાંધીના ગુજરાતમાં દારૂ  મુક્તિ   ગિફ્ટ સિટીમાં દારૂના સેવનને લઈ સરકારનો મોટો નિર્ણય

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. જો કે તેમ છતાં રાજ્યભરમાંથી પોલીસ દ્વારા સમયાંતરે દારૂના જથ્થા સાથે બુટલેગરોની ધરપકડ કરવામાં આવતી હોય છે. દૈનિક ધોરણે આપણે પોલીસ દ્વારા દારૂનો જથ્થો અથવા બુટલેગરની ઘરપકડ અંગેના સમાચાર સાંભળતા હોઈએ છીએ. ત્યારે એવા આરોપ લાગે છે કે રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. પરંતુ, હવે રાજયમાં દારૂને લઈને રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

Advertisement

દારૂ પીધેલાને પકડવા પર પોલીસ કર્મીને રૂ. 200નું ઇનામ

રાજ્યમાં હવે 31 ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવશે. ત્યારે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તો તેમના પર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે, એવા પોલીસ કર્મચારીને રૂ. 200 ઇનામ આપવામાં આવશે. જો કે, આ જાહેરતાના થોડા સમય પછી રાજ્ય સરકારે ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં દારૂથી મુક્તિ આપતો એક આશ્ચર્યજનક અને શરમજનક નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા એક પ્રેસનોટ બહાર પાડીને આ અંગે માહિતી આપવામાં આવી છે.

Advertisement

ગિફ્ટ સિટીમાં ' વાઇન એન્ડ ડાઇન'નો મહત્ત્વનો નિર્ણય

એક તરફ સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે. દારૂની હેરાફેરી પર રોક અને બુટલેગરોને ઝબ્બે કરવાના પોકળ દાવાઓ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂ પીવાથી મુક્તિનો નિર્ણય લેવામાં આવે છે. જે આશ્ચર્ચજનક છે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટી માટે જાહેર કરેલી પોલિસીમાં ગિફ્ટ સિટીની મુલાકાતે આવતા લોકો માટે લીકર મુક્તિનો મહત્ત્વનો નિર્ણય કરાયો છે. ગિફ્ટ સિટીમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો પર હવે દારૂ પી શકાશે. માહિતી અનુસાર, વાઇન એન્ડ ડાઇનનો મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Advertisement

પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર થશે

ગુજરાત રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગના જણાવ્યા મુજબ, ગાંધીનગરમાં આવેલ ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી (Gift City) એ ગ્લોબલ ફાઇનાન્સિયલ અને ટેક્નોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે. અહીં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની ઓફિસ આવેલી છે. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેક્નોલોજિકલ એક્સપર્ટ તેમ જ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં 'વાઇન એન્ડ ડાઇન' સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે.

હોટેલોમાં દારૂ પી શકાશે, પરંતુ વેચાણ પર રોક

આ નિર્ણય મુજબ, હવે ગિફ્ટ સિટીની એફ.એલ.3 પરવાના ધરાવતી હોટેલ, રેસ્ટોરન્ટ અને કલબ સહિતના સ્થળો પર દારૂનું સેવન કરી શકાશે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી, અધિકારીઓ અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના થકી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને ક્લબમાં લીકરનું સેવન કરી શકાશે. જો કે, આ હોટેલ, રેસ્ટોરન્ટ, કલબ લીકરની બોટલોનું વેચાણ નહીં કરી શકે. પરંતુ, આ સ્થળો પર બેસીને દારૂ પી શકાશે.

અહીં જાણો સરકારના આ નિર્ણયની નકારાત્મક અને સકારાત્મક અસરો....

નકારાત્મક અસર!

> હાલ રાજ્યમાં દારૂબંધીના કારણે ગુનાખોરી ઓછી છે.
> ગાંધીના ગુજરાતમાં દારૂને લોકો સ્વીકારશે નહીં.
> જો એક સ્થળે છૂટછાટ આપવામાં આવશે તો બાકી જગ્યાએ અપેક્ષા વધી શકે છે
> દારૂબંધીના લીધે ગુજરાતમાં અનુશાસન હતું, તે બગડી શકે છે
> મહિલા સુરક્ષા પર ઊભા થશે સવાલ
> સરળતાથી દારૂ મળશે તો યુવાઓ પણ ગેરમાર્ગે દોરાશે

સકારાત્મક અસર!

> સરકારની તિજોરીમાં ટેક્સની આવકમાં વધારો થશે
> ઉદ્યોગોને થઇ શકે છે ફાયદો
> ટુરિઝમ પણ વધે તેવી શક્યતા
> ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ વધી શકે છે
> બહારથી આવતા લોકો માટે સુવિધા થશે
> બુટલેગર કલ્ચર પર લાગશે બ્રેક
> સરકારને આર્થિક ફાયદો થશે, કારણ કે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ બાદ દારુ સૌથી વધુ આવક રળી આપી શકે છે.

આ નિર્ણય બાદ સરકારને સવાલ...

> દારૂની છૂટથી ઉદ્યોગોના વિકાસનો તર્ક ક્યાંથી લઇ આવ્યા?
> તો પછી આખા રાજ્યમાંથી દારૂબંધી હટાવાશે?
> એક બાજુ દારૂબંધી, બીજી તરફ આવી છૂટછાટ શા માટે?
> યુવાધન નશાના રવાડે ચઢશે તો જવાબદાર કોણ?

Tags :
Advertisement

.