Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Karnataka સેક્સ સ્કેન્ડલમાં આવ્યો નવો વળાંક, થયો મોટો ખુલાસો...

કર્ણાટક (Karnataka) સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી અને હસનના જનતા દળ સેક્યુલર સાંસદ પ્રજ્વલ રેવન્ના સંબંધિત અશ્લીલ વીડિયો કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કર્ણાટક (Karnataka) પોલીસે ભાજપના નેતા અને વ્યવસાયે વકીલ જી. દેવરાજે ગૌડાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા...
karnataka સેક્સ સ્કેન્ડલમાં આવ્યો નવો વળાંક  થયો મોટો ખુલાસો

કર્ણાટક (Karnataka) સેક્સ સ્કેન્ડલના મુખ્ય આરોપી અને હસનના જનતા દળ સેક્યુલર સાંસદ પ્રજ્વલ રેવન્ના સંબંધિત અશ્લીલ વીડિયો કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કર્ણાટક (Karnataka) પોલીસે ભાજપના નેતા અને વ્યવસાયે વકીલ જી. દેવરાજે ગૌડાની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, દેવરાજ ગૌડાને હિરીયુર પોલીસે ચિત્રદુર્ગ જિલ્લાના ગુલિહાલ ટોલ નાકા પર પેન ડ્રાઈવ દ્વારા વીડિયો લીક કરવા બદલ ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, હસન પોલીસ પાસેથી મળેલી બાતમીના આધારે ગૌડાની ધરપકડ કરવામાં આવી હતી.આપને જણાવી દઈએ કે, કર્ણાટક (Karnataka)માં 26 એપ્રિલે મતદાન પહેલા પ્રજ્વલ રેવન્ના સાથે કથિત રીતે અનેક અશ્લીલ વીડિયો સામે આવ્યા હતા. દેવરાજે ગૌડા પર આ વીડિયો લીક કરવાનો આરોપ છે, જેને તેણે સંપૂર્ણપણે ફગાવી દીધો છે. પોલીસનું કહેવું છે કે વ્યવસાયે વકીલ ગૌડા વિરુદ્ધ 1 એપ્રિલે FIR નોંધવામાં આવી હતી.

ગૌડા સામે જાતીય સતામણીનો કેસ નોંધાયો...

પોલીસે જણાવ્યું હતું કે ભાજપના નેતા જી. દેવરાજે ગૌડા વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ નોંધવામાં આવ્યો છે. તે ગૌડા હતા જેમણે જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધન કરતા પહેલા, પ્રજ્વલ રેવન્ના દ્વારા ઘણી મહિલાઓના કથિત જાતીય શોષણ વિશે ભાજપ નેતૃત્વને ચેતવણી આપતો પત્ર લખ્યો હતો. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે વ્યવસાયે વકીલ ગૌડા વિરુદ્ધ 1 એપ્રિલે FIR નોંધવામાં આવી હતી. પરંતુ તાજેતરમાં પ્રજ્વલ રેવન્ના કેસનો પર્દાફાશ કરવામાં તેમની ભૂમિકા બાદ આ વાત સામે આવી છે.

Advertisement

36 વર્ષની મહિલા પર જાતીય સતામણીનો આરોપ...

પોલીસે જણાવ્યું કે હસન જિલ્લાની 36 વર્ષીય મહિલાની ફરિયાદના આધારે દેવરાજે ગૌડા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મહિલાનો આરોપ છે કે દેવરાજે ગૌડાએ તેની મિલકત વેચવામાં મદદ કરવાના બહાને તેની છેડતી કરી હતી.

આ પણ વાંચો : Delhi-NCR માં ધૂળનું તોફાન, ઘણા વિસ્તારોમાં વીજળી ડૂલ, બદ્રામાં 2 દિવસ સુધી વરસાદ પડશે…

Advertisement

આ પણ વાંચો : Accident : ઝાંસી-કાનપુર હાઈવે પર ભયાનક અકસ્માત, કારમાં સવાર વરરાજા સહિત ચાર લોકો બળીને ખાખ…

આ પણ વાંચો : Sonam Wangchuk Protest: 66 દિવસના લાંબા પરિશ્રમ બાદ લદાખમાં વિરોધના પાયા હટ્યાં

Tags :
Advertisement

.