Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskantha : યુવકનું મુંડન કરી અપાઇ તાલિબાની સજા..વીડિયો વાયરલ

Banaskantha : બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પ્રેમીકાને મળવા આવેલા યુવકને સ્થાનિકોએ માર મારી તેને ઝાડ સાથે બાંધીને તેનું મુંડન કરાયું હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. બનાસકાંઠાના (Banaskantha)મુંડનનો વીડિયો વાયરલ પણ થયો છે. જો કે ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટી કરતું...
02:19 PM Jan 06, 2024 IST | Vipul Pandya
talibani saja

Banaskantha : બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પ્રેમીકાને મળવા આવેલા યુવકને સ્થાનિકોએ માર મારી તેને ઝાડ સાથે બાંધીને તેનું મુંડન કરાયું હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. બનાસકાંઠાના (Banaskantha)મુંડનનો વીડિયો વાયરલ પણ થયો છે. જો કે ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટી કરતું નથી.

યુવકને તાલિબાની સજા

રાજ્યના સરહદી પંથક બનાસકાંઠા જિલ્લાનો આ વાયરલ વીડિયો હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક યુવકને તાલિબાની સજા અપાતી હોવાનું જોવા મળે છે. આ યુવક પ્રેમીકાને મળવા આવ્યો હતો. ટોળું તેને જોઇ જતાં યુવકને પકડી લેવાયો હતો.

ઝાડ સાથે બાંધીને યુવકનું મુંડન કરવામાં આવ્યું

આ યુવકને ટોળાએ ઝાડ સાથે બાંધી દીધો હતો અને ત્યારબાદ તેના માથામાં મુંડન કર્યું હતું. કોઇએ તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. લોકોએ કાયદો હાથમાં લઇને યુવકને પ્રેમની સજા આપતાં ચકચાર મચી ગઇ છે.

વીડિયોની ગુજરાત ફર્સ્ટ પણ પુષ્ટિ કરતું નથી

જો કે આ વીડિયો ક્યારનો છે તે જાણી શકાયો નથી. વીડિયોની ગુજરાત ફર્સ્ટ પણ પુષ્ટિ કરતું નથી. આ પ્રકારના બનાવો ભુતકાળમાં પણ બનેલા છે. વીડિયોએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. અગાઉ પણ આ પ્રકારના બનાવો ગુજરાતના વિવિધ ખુણામાંથી બહાર આવતા રહે છે. લોકો કાયદો હાથમાં લઇને જાતે જ સજા આપી દે છે જે યોગ્ય નથી. આ પ્રકારના બનાવો ટાળવા બાબતે પોલીસ તંત્રએ પણ સજાગ બનવું જરુરી છે અને ક્યાંક આવો બનાવ બનતો હોય તો લોકોએ પણ જાગૃત બનીને પોલીસનો સંપર્ક કરવો જોઇએ જેથી આ પ્રકારનું કૃત્ય કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકાય.

આ પણ વાંચો---SURENDRANAGAR : ફરાર બુટલેગરોને પકડવા ખુદ પોલીસ બની લાચાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
BanaskanthaBanaskantha PoliceGujaratGujarat Firsttalobani sajaviral vedio
Next Article