Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જેલના સળિયા વચ્ચે પાંગર્યો પ્રેમ અને પછી....

love : પ્રેમ ( love)આંધળો હોય છે અને તે ક્યારે ક્યાં અને કઇ ઉંમરમાં થઇ જાય તે નક્કી નથી હોતું. પ્રેમ પર કોઇનું નિયંત્રણ હોતું નથી. પ્રેમમાં પડેલો વ્યક્તિ એટલી હદે આંધળો થઇ જાય છે તે તેને તેની પ્રિય વ્યક્તિ...
12:38 PM Jun 15, 2024 IST | Vipul Pandya
Prisoners

love : પ્રેમ ( love)આંધળો હોય છે અને તે ક્યારે ક્યાં અને કઇ ઉંમરમાં થઇ જાય તે નક્કી નથી હોતું. પ્રેમ પર કોઇનું નિયંત્રણ હોતું નથી. પ્રેમમાં પડેલો વ્યક્તિ એટલી હદે આંધળો થઇ જાય છે તે તેને તેની પ્રિય વ્યક્તિ સિવાય કોઇ બીજુ દેખાતું પણ નથી. એક એવો અજીબો ગરીબ કિસ્સો બહાર આવ્યો છે કે જ્યાં જેલમાં કેદીઓની સારસંભાળ માટે રખાયેલી 2 યુવતીને જેલના જ 2 કેદી સાથે પ્રેમ થઇ ગયો. બંને યુવતી પ્રેમમાં એટલી પાગલ બની ગઇ હતી કે પોતાના પ્રેમીની દરેક વાતોને અંજામ આપતી હતી. આખરે કેદીઓને મદદ કરવાના આરોપમાં બંને યુવતી પકડાઇ અને તેમને જેલના સળિયા ગણવા પડ્યા હતા.

તેમની નજર એ જ જેલમાં બંધ બે કેદીઓ સાથે ટકરાઇ

આ બે મહિલાઓની સત્ય ઘટના છે જેમને કેદીઓની રક્ષા અને સંભાળ રાખવા માટે જેલમાં રાખવામાં આવી હતી. તેઓને આ જેલમાં કોન્ટ્રાક્ટ પર એક કંપની દ્વારા ભરતી કરવામાં આવ્યા હતા અને તેમનું કામ એવા કેદીઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનું હતું જેઓ ચાલી શકતા નથી. બંને રોજ સવારે સમયસર જેલમાં આવતા અને સાંજે ફરજ પૂરી કરીને પરત આવતા. બધું બરાબર ચાલતું હતું ત્યાં સુધી કે એક દિવસ તેમની નજર એ જ જેલમાં બંધ બે કેદીઓ સાથે ટકરાઇ. શરૂઆત વાતચીતથી થઈ અને ધીરે ધીરે આ બંને મહિલાઓને બંને કેદીઓ સાથે પ્રેમ થઈ ગયો.

મોબાઇલ ફોન ગુપ્ત રીતે કેદીઓને પહોંચાડ્યા

જ્યાં સુધી બંને જેલમાં હતા ત્યાં સુધી તેઓ પોતાના પ્રેમી કેદીઓ સાથે કોઇના કોઇ બહાને વાતો કરતા રહેતા હતા, પરંતુ તેમની ડ્યુટી પૂરી થતાં જ તેઓ પોતાના ઘરે પરત ફરતા હતા. ઘેર બંનેને વિરહ સતાવતો હતો જેથી જેલમાં બંને કેદીઓએ ગુપ્ત રીતે આ મહિલાઓને તેમના માટે મોબાઇલ ફોનની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. બંને મહિલાઓ દરરોજ જેલમાં આવતી હોવાથી તેમની વધુ તપાસ કરવામાં આવતી ન હતી. આવી સ્થિતિમાં એક દિવસ મોકો મળતા બંને જેલમાં કેદીઓ માટે મોબાઈલ ફોન અંદર લઈ આવ્યા. હવે તેમની વચ્ચે ફોન કોલ્સ અને વોટ્સએપ મેસેજ થવા લાગ્યા.

પહેલા મોબાઈલ, પછી ડ્રગ્સ અને પછી….

ચારેય વચ્ચે આખી રાત પ્રેમભરી વાતો થતી. આ વાતચીત વચ્ચે, એક દિવસ બંને કેદીઓએ પોતપોતાની ગર્લફ્રેન્ડને કહ્યું કે તેઓ જેલમાં ડ્રગ્સની તરસ અનુભવે છે. બંને મહિલાઓ પહેલાથી જ તેમના દિલ તેમને આપી ચૂકી હતી. તેથી હવે તેઓએ તેમના પ્રેમીઓ માટે પોતાનો જીવ જોખમમાં મૂકવાનું નક્કી કર્યું. સવારે જેલમાં પ્રવેશતા બંનેએ છૂપી રીતે પોતાના પ્રેમીઓ માટે ડ્રગ્સ લાવવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસો પછી, બંને કેદીઓને તેમની ગર્લફ્રેન્ડ દ્વારા જેલની અંદર કેટલીક વધુ પ્રતિબંધિત વસ્તુઓ મળવા લાગી.

તેમના હાથ પર પ્રેમી કેદીઓના નામના ટેટૂ

બંન્ને કેદીઓની યોજના મુજબ બધું જ ચાલતું હતું. જેલની અંદર ડ્રગ્સ અને અન્ય વસ્તુઓ પણ સરળતાથી મળી રહેતી હતી.બંને મહિલાએ તેમના હાથ પર તેમના પ્રિય કેદીઓના નામના નામનું ટેટૂ પણ કરાવ્યું હતું. પરંતુ એક દિવસ જેલ અધિકારીઓએ સીસીટીવી કેમેરામાં કંઈક એવું જોયું જેનાથી તેઓ ચોંકી ગયા. સીસીટીવીમાં દેખાતું હતું કે બંને મહિલાઓએ વિકલાંગ કેદીની વ્હીલ ચેરની પાછળની બાજુએ પેકેટ જેવી વસ્તુઓ છુપાવી હતી. તરત જ જેલ સુરક્ષા કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા અને જ્યારે તેમણે પેકેટ ખોલ્યું તો આ બંને મહિલાઓના રહસ્યો સામે આવ્યા. પેકેટમાંથી ડ્રગ્સ, એક મોબાઈલ ફોન અને બે યુએસબી સ્ટિક મળી આવી હતી.

બંનેને 22-22 મહિનાની સજા ફટકારવામાં આવી

આ મામલો ઉત્તર પશ્ચિમ ઇંગ્લેન્ડના મર્સીસાઇડમાં લિવરપૂલ ક્રાઉન સિટીનો છે. એમી પોર્ટવુડ (ઉ.35) અને એડ્રિન જ્યુનિપર (ઉ.41)ને જેલના કેદીઓને ડ્રગ્સ સહિત પ્રતિબંધિત વસ્તુઓ સપ્લાય કરવા બદલ 22-22 મહિનાની સજા ફટકારવામાં આવી છે. જે પ્રેમીઓ માટે મહિલાઓએ આ બધું કર્યું તે કુખ્યાત લૂંટારાઓ ડેરેન મેકએન્ડ્રુ અને ફિલિપ ફિથિયન હતા. 13 જૂન 2024ના રોજ સજા સંભળાવતી વખતે લિવરપૂલ કોર્ટના જજે કહ્યું, 'તમે બંને ખૂબ જ નિર્દોષ છો, પરંતુ તમે ગુનો કર્યો છે. આ માટે તમને બંનેને આ સજા મળી રહી છે. તે જ સમયે, જુનિપરના વકીલે કહ્યું કે તેના પણ બે બાળકો છે, તેથી તેમને અન્ય કેદીઓથી અલગ રાખવા પર વિચાર કરવો જોઈએ.

આ પણ વાંચો----- La Salinas village: આ ગામમાં 12 વર્ષ પછી આપમેળે બદલાઈ જાય છે છોકરીઓનું લિંગ, અને બને છે છોકરા

Tags :
EnglandGujarat FirstInternationalLiverpool Crown CityloveMerseysidePrisonprisonerswomen
Next Article