ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Breaking : ગુજરાત ભાજપમાં કંઇક રંધાઇ રહ્યું છે..? જુઓ 2 મંત્રીની વાતચીત

ભાજપના સદસ્યતા અભિયાન અંગે વીડિયો વાયરલ મંત્રી ઋષિકેશ પટેલ- જગદીશ વિશ્વકર્મા વચ્ચે વાતચીત PMએ નોંધ લઈને રિપોર્ટ માગ્યાની ચર્ચા થઈ વાયરલ પાર્ટી એનાલિસિસ કરતી જાય છેઃ મંત્રી વિશ્વકર્મા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું 'કાઢી મેલે તો, કાઢી મેલે' Breaking News...
11:51 AM Oct 07, 2024 IST | Vipul Pandya
Gujarat Politics

Breaking News : ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવે તેવા સમાચાર (Breaking News) આવી રહ્યા છે. ભાજપના સદસ્યતા અભિયાન અંગે રાજ્ય સરકારના 2 મંત્રીનો વીડિયો વાયરલ થયો છે જેમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની વાતચીત સાંભળવા મળી રહી છે. રવિવારે મળેલી કેબિનેટ બેઠક બાદ જ્યારે મીડિયા બ્રિફીંગ કરવા માટે જગદીશ વિશ્વકર્મા અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ આવ્યા ત્યારે મંચ પર બંને એક બીજા સાથે વાતચીત કરી રહ્યા હતા અને તે વખતે મંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે પાર્ટી એનાલિસિસ કરતી જાય છે જ્યારે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું 'કાઢી મેલે તો, કાઢી મેલે'

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા વચ્ચેની વાતચીતનો આ વીડિયો વાયરલ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા વચ્ચેની વાતચીતનો આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેનાથી ગુજરાત ભાજપ અને ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. બંને વરિષ્ઠ મંત્રી વચ્ચેની આ વાતચીત ખુબ જ ગંભીર ગણાઇ રહી છે અને આગામી સમયમાં રાજકારણમાં ભારે ઉથલપાથલ સર્જાય તેના સંકેતો આપી રહી છે.

બંને મંત્રી અંદરો અંદર એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા

રવિવારે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી અને ત્યારબાદ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ મીડિયાને સંબોધન કરવા આવ્યા હતા. પત્રકાર પરિષદ શરુ થાય તે પહેલા મંચ પર બંને મંત્રી અંદરો અંદર એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમની પાસે મીડિયાના બૂમ માઇક પણ પડેલા હતા અને છતાં બંને મંત્રી નિસંકોચ એવી વાતચીત કરી રહ્યા હતા કે તે સાંભળતાં જ ગુજરાતના અને ભાજપના રાજકારણમાં ખળભળાચ મચી જાય તેમ હતું

બંને મંત્રીઓ શું વાતચીત કરી રહ્યા હતા

જગદીશ વિશ્વકર્મા---- પાર્ટી...PM સાહેબે રિપોર્ટ માંગ્યો, તમને કેટલા વોટ મળ્યાં? તમે કેટલાં સદસ્યો બનાવ્યા? કન્ફર્મ ન્યૂઝ છે એકદમ...તમારા વોટર્સ કેટલા અને તમે કેટલા ટકા કર્યા પછી...તમને કેટવા વોટ મળ્યા અને કેટલા ટકા કર્યા

ઋષિકેશ પટેલ---એનાથી શું સાબિત થશે? કન્ફર્મી સાબિત થશે?

જગદીશ વિશ્વકર્મા--ના...પાર્ટી ઓલ ઓવર બીજી રીતે ચેક કરે છે

ઋષિકેશ પટેલ--જે થાય એ...કાઢી મેલે તો કાઢી મેલે

જગદીશ વિશ્વર્મા--- અમે એમ નથી કહેતો હું...અરે એમ નથી કહેતો, જે બેસતી જાય છે, પાર્ટી એનું આખું એનાલિસિસ કરતું જાય છે...એમ કહું છું હું...મોટા ભાગની વિધાનસભાઓ 30-32 ટકા પહોંચી છે..30-32 ટકા, 40-50 ટકા તો પહોંચી છે ઉપર..

ઋષિકેશ પટેલ ---હું 50-55એ પહોંચ્યો છું

જગદીશ વિશ્વકર્મા--તમને વોટ મળ્યા એનાથી

ઋષિકેશ પટેલ--મને 90 હજાર જેવા મળ્યા છે

જગદીશ --હાં...બસ એવી રીતે એવી રીતે...

બંને મંત્રીએ જાણી જોઇને મીડિયામાં મેસેજ આપ્યો

બંને સિનીયર મંત્રીઓની આ વાતચીત ખુબ જ ગંભીર કહી શકાય તેમ છે. બંને મંત્રી મીડિયા સમક્ષ બેઠા છે. મીડિયાના માઇક પણ ચાલુ હતા તો બંને મંત્રીએ જાણી જોઇને મીડિયામાં મેસેજ આપ્યો કે ખરેખર બંને ભૂલી ગયા હતા કે મીડિયાના માઇક પડેલા છે તે સવાલ છે.

ગુજરાત ભાજપમાં કંઇક રંધાઇ રહ્યું હોવાની ગંધ

મીડિયામાં આ રીતે સામે બેસીને બોલવુ તે ગંભીર બાબત છે અને ગુજરાતના રાજકારણમાં અને ગુજરાત ભાજપમાં કંઇક રંધાઇ રહ્યું હોવાની ગંધ આવી રહી છે. ભાજપમાં અંદરોઅંદર ડખો હોય તેવું પણ સાબિત થઇ રહ્યું છે. સવાલ એ પણ છે કે શું મંત્રી બન્યા એટલે પાર્ટીના કામ અથવા પાર્ટીના આદેશ નહી માનવાના એ સવાલ પણ પુછાઇ રહ્યો છે.

Tags :
BJPBJP's membership drivebreaking newsCabinet BriefingGujarat BJPGujarat GovernmentGujarat PoliticsJagdish VishwakarmaMinister Rishikesh PatelVideo Viral
Next Article