Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પોલીસે પહેલવાનોના તંબુ ઉખાડ્યા, જંતર-મંતર પર અફરા તફરી..

દિલ્હીમાં આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન દિલ્હી પોલીસે પણ મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે જંતર-મંતર પાસે કુસ્તીબાજોના તંબુઓ ઉખેડી નાખ્યા છે. જે બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કુસ્તીબાજોનું હડતાળ પ્રદર્શન...
03:58 PM May 28, 2023 IST | Vipul Pandya
દિલ્હીમાં આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પરંતુ આ દરમિયાન દિલ્હી પોલીસે પણ મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે જંતર-મંતર પાસે કુસ્તીબાજોના તંબુઓ ઉખેડી નાખ્યા છે. જે બાદ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કુસ્તીબાજોનું હડતાળ પ્રદર્શન સમાપ્ત થઈ ગયું છે. જંતર-મંતર પર પોલીસની આ કાર્યવાહીનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે પોલીસે કુસ્તીબાજોના તંબુઓ ઉખેડી નાખ્યા. ત્યાં રાખવામાં આવેલા ગાદલા પણ હટાવી દેવામાં આવ્યા છે અને વિરોધ સ્થળને સંપૂર્ણપણે ખાલી કરાવવામાં આવી રહ્યું છે.
જંતર-મંતર પર અંધાધૂંધી
જંતર-મંતર પર અંધાધૂંધી વચ્ચે, કુસ્તીબાજો અને પોલીસ અધિકારીઓએ એકબીજાને ધક્કો માર્યો અને વિનેશ ફોગટ અને તેની બહેન સંગીતા ફોગાટે બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે. પોલીસે તમામ દેખાવકારોની અટકાયત કરી અને તેમને બસમાં બેસવા દબાણ કર્યું. કાયદો અને વ્યવસ્થાના વિશેષ પોલીસ કમિશનર દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું કે, “તેઓને કાયદો અને વ્યવસ્થાના ભંગ બદલ અટકાયતમાં લેવામાં આવ્યા છે. અમે તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરીશું.'' જોકે, જંતર-મંતર પરથી કુસ્તીબાજોના ટેન્ટ અને તંબુ હટાવ્યા બાદ હવે કુસ્તીબાજોના પ્રદર્શન પર સસ્પેન્સ છે.

23 એપ્રિલથી થઇ રહ્યું છે પ્રદર્શન
23 એપ્રિલથી, વિનેશ ફોગાટ, સાક્ષી મલીક અને બજરંગ પુનિયા સહિત દેશના અન્ય ટોચના કુસ્તીબાજો જંતર-મંતર પર સતત પ્રદર્શન કરી રહ્યા હતા. તમામ વિરોધ કરી રહેલા કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા હતા. અત્યાર સુધીના પ્રદર્શનો દરમિયાન કુસ્તીબાજોએ ફૂટ માર્ચથી લઈને કેન્ડલ માર્ચ સુધી નીકળી હતી. પરંતુ રવિવારે કુસ્તીબાજો નવા સંસદ ભવન સામે મહિલા મહાપંચાયત યોજવા પર અડગ હતા. જોકે, પોલીસે સુરક્ષાના કારણોસર આ મહાપંચાયતને મંજૂરી આપી ન હતી. જંતર-મંતરથી કુસ્તીબાજોએ આ મહિલા મહાપંચાયત માટે કૂચ કરવાનું શરૂ કર્યું કે તરત જ પોલીસે તેમની સામે કાર્યવાહી શરૂ કરી. પહેલા ઘણા કુસ્તીબાજોની અટકાયત કરવામાં આવી હતી. આ પછી પોલીસે જંતર-મંતર પરથી કુસ્તીબાજોના તંબુ અને પથારી હટાવી દીધી હતી.
કુસ્તીબાજોને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા
વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના વિરોધ પ્રદર્શનકારી કુસ્તીબાજોને રવિવારે દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા કારણ કે તેઓએ સુરક્ષા કોર્ડન તોડીને સંસદની નવી ઇમારત તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. રવિવારે લુટિયન દિલ્હી વિસ્તારમાં હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને અનેક બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. સંસદ ભવનથી લગભગ બે કિલોમીટર દૂર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ કહ્યું હતું કે તેઓ કોઈપણ ભોગે નવા સંસદ ભવન પાસે તેમની 'મહાપંચાયત' યોજશે.
શું કહ્યું પોલીસે
જોકે પોલીસે કહ્યું હતું કે કોઈ પણ વિરોધીઓને નવી ઈમારત તરફ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં કારણ કે તેના માટે પરવાનગી આપવામાં આવી નથી અને કુસ્તીબાજોએ કોઈપણ 'રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ'માં સામેલ ન થવું જોઈએ. એકંદરે, જંતર-મંતર પરના આ હંગામા બાદ હવે કુસ્તીબાજોના વિરોધના સ્થળે તંબુ નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે કુસ્તીબાજો ધારા 144નો ભંગ કર્યો હોવાથી તેઓ ધરણાં સ્થળ પર પાછા ફરી શકશે નહીં.
આ પણ વાંચો---નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને રાહુલ ગાંધીએ ચાબખા વરસાવ્યા, ટ્વીટ કરી કહી આ વાત
Tags :
Delhi PoliceJantar-MantarProtestWrestlers
Next Article