Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'પ્રજા મૂંગી બની ગઈ છે, આપણે જાણીએ છીએ અને તેથી આપણે જ પ્રજાના પ્રશ્નો દૂર કરવા જોઈએ' જાણો કોણે કહ્યું..!

વડોદરા (vadodara) માં યોજાયેલા ભાજપના વિચારગોષ્ઠી કાર્યક્રમમાં ભાજપના જ સાંસદ અને ધારાસભ્યએ વિકાસના કામોને લઇને આપેલા નિવેદનોએ  ભારે ચર્ચા જગાવી છે.  વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે વિચારગોષ્ઠી કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણે ત્યાં કામ થાય છે પણ વિઝન અને પ્લાનિંગનો અભાવ...
 પ્રજા મૂંગી બની ગઈ છે  આપણે જાણીએ છીએ અને તેથી આપણે જ પ્રજાના પ્રશ્નો દૂર કરવા જોઈએ  જાણો કોણે કહ્યું
વડોદરા (vadodara) માં યોજાયેલા ભાજપના વિચારગોષ્ઠી કાર્યક્રમમાં ભાજપના જ સાંસદ અને ધારાસભ્યએ વિકાસના કામોને લઇને આપેલા નિવેદનોએ  ભારે ચર્ચા જગાવી છે.  વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે વિચારગોષ્ઠી કાર્યક્રમમાં કહ્યું હતું કે આપણે ત્યાં કામ થાય છે પણ વિઝન અને પ્લાનિંગનો અભાવ છે. આ ઉપરાંત વડોદરાના માંજલપુર વિધાનસભાના બોલકા ધારાસભ્ય યોગેશ પટેલે પણ વિચારગોષ્ઠી કાર્યક્રમમાં કહ્યું હતું કે પ્રજા હવે પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાની નથી, પ્રજા મૂંગી બની ગઈ છે આપણે જાણીએ છીએ અને તેથી આપણે જ પ્રજાના પ્રશ્નો દૂર કરવા જોઈએ.
શું કહ્યું સાંસદે
વડોદરામાં યોજાયેલા વિચારગોષ્ઠી કાર્યક્રમમાં બોલતાં સાંસદ રંજનબેન ભટ્ટે વિકાસના કામના મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કામ તો થાય છે પણ તેમાં વિઝન અને પ્લાનિંગનો અભાવ દેખાય છે. તેમણે કોર્પોરેટરોને વોર્ડમાં દૈનિક 2 કામ કરવા સલાહ આપી હતી. તેમણે કહ્યું કે વોર્ડમાં ભાજપે તમને જવાબદારી સોંપી છે અને દરેક કોર્પોરેટરે કામ લઇને ધારાસભ્ય અને સાંસદ પાસે જવું જોઇએ.
 પ્રજા મૂંગી બની ગઈ છે 
આ જ કાર્યક્રમમાં બોલકા ગણાતા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પણ મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે  પ્રજા હવે પ્રશ્નો માટે અવાજ ઉઠાવવાની નથી, પ્રજા મૂંગી બની ગઈ છે તે આપણે જાણીએ છીએ તેમ યોગેશ પટેલે કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે  આપણે જ પ્રજાના પ્રશ્નો દૂર કરવા જોઈએ તેમણે ભાજપના વિચારગોષ્ઠી કાર્યક્રમમાં  સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલી બનાવવાની માગ ઉઠાવી હતી. વડોદરામાં ટ્રાફિક, લારીઓનો પ્રશ્ન વિકટ છે તેમ પણ તેમણે કહ્યું હતું.
યોગેશ પટેલ અવાર નવાર તંત્રને ઝાટકે છે
ઉલ્લેખનિય છે કે ધારાસભ્ય યોગેશ પટેલ 7 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રહ્યા છે. તેઓ બોલકા ધારાસભ્ય ગણાય છે અને ગમે ત્યારે તંત્રનો કાન પણ આમળે છે. તે સાચું બોલવામાં ખચકાતા નથી અને અવાર નવાર તંત્રને ઝાટકતા રહે છે.
આ પણ વાંચો---‘અમુક અધિકારી જબરદસ્ત અંહકારી’, ધારાસભ્યનું નથી સાંભળતા જનતાનું શું સાંભળે?
Advertisement
Tags :
Advertisement

.