Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CA Final Result Declared અમદાવાદનો વિદ્યાર્થી Akshay Jain ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ

CA Final Result Declared : વર્ષ 2023માં લેવામાં આવેલી CA (Chartered Accountant) ફાઈનલ પરિક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં અમદાવાદનો વિદ્યાર્થી અક્ષય જૈન ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ આવ્યો છે. મે 2023માં લેવામાં આવેલી CA ની ફાઈનલની પરિક્ષામાં સમગ્ર દેશના વિદ્યાર્થીઓને પાછળ...
ca final result declared અમદાવાદનો વિદ્યાર્થી akshay jain ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ

CA Final Result Declared : વર્ષ 2023માં લેવામાં આવેલી CA (Chartered Accountant) ફાઈનલ પરિક્ષાનું રિઝલ્ટ જાહેર થયું છે. જેમાં અમદાવાદનો વિદ્યાર્થી અક્ષય જૈન ઓલ ઈન્ડિયામાં ફર્સ્ટ આવ્યો છે. મે 2023માં લેવામાં આવેલી CA ની ફાઈનલની પરિક્ષામાં સમગ્ર દેશના વિદ્યાર્થીઓને પાછળ રાખી અમદાવાદના વિદ્યાર્થીએ બાજી મારી છે.

Advertisement

કોણ છે Top-3 વિદ્યાર્થી?

CA Final પરીક્ષામાં અક્ષય રમેશભાઇ જૈને પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેણે 800 માંથી 616 પોઇન્ટ પ્રાપ્ત કર્યા છે. જ્યારે બીજા નંબરે ચેન્નાઇનો કલ્પેશ જૈન રહ્યો હતો. જેણે 603 માર્ક પ્રાપ્ત કર્યા છે અને ત્રીજા ક્રમે નવી દિલ્હીના પ્રકાશ પ્રકાશ વાર્ષનેય ત્રીજા ક્રમાંતે રહ્યો હતો. તેણે 574 પોઇન્ટ મેળવ્યા છે.

Ahmedabad student Akshay Jain first in All India

Advertisement

કેટલા ટકા પરિણામ આવ્યું?

CA ની ફાઈનલ પરીક્ષામાં (Final Exam) અમદાવાદના (Ahmedabad) 600 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 59 વિદ્યાર્થીઓ પાસ થયા છે. CA ની પરિક્ષા દેશની અત્યંત પ્રતિષ્ઠિત પરીક્ષાઓ પૈકીની એક મનાઈ છે. આ ખુબ અઘરી ગણાતી પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ આપે છે પણ ખુબ ઓછા વિદ્યાર્થીઓ પાસ થાય છે. આજે આવેલા પરિણામમાં બોથ ગ્રુપનું પરિણામ 9.83% આવ્યું છે. જ્યારે ઓલ ઈન્ડિયાના રિઝલ્ટ જોઈએ તો 25,841 વિદ્યાર્થીઓમાંથી 2,152 એટલે કે 8.33 ટકા પરિણામ આવ્યું છે.

Advertisement

  • CA ઇન્ટરમીડીએટ કોર્સમાં (Intermediate Course) અમદાવાદમાં (Ahmedabad) 1256 વિદ્યાર્થીઓમાંથી 135 પાસ થયા છે. જ્યારે ઇન્ડિયામાં ઇન્ટરમીડીએટ કોર્સમાં (Intermediate Course) 39,195 માંથી 4014 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે 10.24% પરિણામ આવ્યુ છે.

આ પણ વાંચો : ગીર જંગલમાં વન્યજીવોના રક્ષણ મુદ્દે HCમાં અરજી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.