ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતના પનોતા પુત્ર PM મોદી 12 મે ના રોજ આવશે માતૃભૂમિના પ્રવાસે

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી PM નરેન્દ્રભાઈ મોદી આવતી કાલે 12 મે ના રોજ માતૃભૂમિના પ્રવાસે છે. તેઓ રાજ્યમાં આશરે 4400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. મળતી માહિતી પ્રમાણે તેઓ સવારે ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં...
08:28 PM May 11, 2023 IST | Hardik Shah

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી PM નરેન્દ્રભાઈ મોદી આવતી કાલે 12 મે ના રોજ માતૃભૂમિના પ્રવાસે છે. તેઓ રાજ્યમાં આશરે 4400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. મળતી માહિતી પ્રમાણે તેઓ સવારે ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લેશે. ત્યારબાદ ગાંધીનગરમાં આશરે રૂ. 4400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તો બપોર બાદ ગિફ્ટ સિટીની પણ મુલાકાત લેશે.

ગાંધીનગરમાં યોજાનાર કાર્યક્રમ દરમિયાન રૂ. 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમાં, બનાસકાંઠા જિલ્લામાં મલ્ટી વિલેજ પીવાના પાણી પુરવઠાની યોજનાઓ, અમદાવાદમાં રિવર ઓવરબ્રિજ, નરોડા GIDCમાં ડ્રેનેજ કલેક્શન નેટવર્ક, મહેસાણા અને અમદાવાદમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, દહેગામમાં ઓડિટોરિયમ વગેરેનો સમાવેશ થાય છે. જે પ્રોજેક્ટનો શિલાન્યાસ થશે તેમાં જૂનાગઢ જિલ્લામાં જથ્થાબંધ પાઈપલાઈન પ્રોજેક્ટ, ગાંધીનગર જિલ્લામાં પાણી પુરવઠા યોજનાઓનું વિસ્તરણ, ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ, નવા પાણી વિતરણ સ્ટેશન, વિવિધ ટાઉન પ્લાનિંગ રસ્તાઓ વગેરેનો સમાવેશ થાય છે. તો આવાસ યોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે, યોજના હેઠળ બાંધવામાં આવેલા લગભગ 12,000 ઘરોના ગૃહ પ્રવેશમાં ભાગ લેશે. તેઓ કાર્યક્રમ દરમિયાન યોજનાના લાભાર્થીઓને ચાવીઓ સોંપશે. આ પ્રોજેક્ટ્સનો કુલ ખર્ચ 1950 કરોડ રૂપિયા માનવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી, ગિફ્ટ સિટી ગાંધીનગરની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ ગિફ્ટ સિટી ખાતે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરશે. ગિફ્ટ સિટીમાં તેમના અનુભવ અને ભાવિ યોજનાઓને સમજવા માટે GIFT IFSC એન્ટિટી સાથેની વાતચીત પણ કરશે. પ્રધાનમંત્રી અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ અને ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સેગ્રિગેશન પ્લાન્ટ સહિત શહેરની મુખ્ય માળખાકીય સુવિધાઓની પણ મુલાકાત લેશે.

આ પણ વાંચો - કોઈપણ રાષ્ટ્રની યાત્રા તેના સમાજની યાત્રાનું જ એક દર્શન હોય છે : PM મોદી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Narendrabhai Modipm modiPrime MinisterPrime Minister Narendra ModiVisit Gujaratvisit Motherland
Next Article