દક્ષિણ કોરિયાના લોકો Ayodhya ને માને છે દાદીનું ઘર...
- ઉત્તર એશિયાઈ દેશ દક્ષિણ કોરિયાના લોકો અયોધ્યાને માતૃ જન્મભૂમિ માને છે
- દક્ષિણ કોરિયાના લોકોનું દાદીનું ઘર એટલે અયોધ્યા
- અયોધ્યામાં સરયુના કિનારે દાદીનું સ્મારક
Ayodhya Dipotsav : દિપોત્સવ પર્વ સમગ્ર દેશભરમાં ઉલ્લાસભેર ઉજવાઇ રહ્યો છે. છોટી દિવાલી તરીકે ઓળખાતી કાળી ચૌદસના દિવસે અયોધ્યામાં સીએમ યોગી આદિત્યનાથના નેતૃત્વમાં દિપોત્સવ (Ayodhya Dipotsav)નું આયોજન કરવામાં આવ્યું હતું. તેની શરૂઆત 2017માં કરવામાં આવી હતી. આ વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામલલાનો અભિષેક કરવામાં આવ્યો હતો. અયોધ્યાના ભૂતકાળ પર નજર કરીએ તો ઉત્તર એશિયાઈ દેશ દક્ષિણ કોરિયા સાથે તેનો ગાઢ સંબંધ છે.
અયોધ્યાની એક કિશોરવયની રાજકુમારીએ રાજા કિમ સુરો સાથે લગ્ન કર્યા હતા
કોરિયન દંતકથાઓ અનુસાર, લગભગ બે હજાર વર્ષ પહેલાં, અયોધ્યાની એક કિશોરવયની રાજકુમારી, સૂરીરત્ન, બોટ દ્વારા 4500 કિલોમીટરની મુસાફરી કરીને કોરિયા ગઈ હતી અને ગયા સામ્રાજ્યની સ્થાપના કરનાર રાજા કિમ સુરો સાથે લગ્ન કર્યા હતા. આ પછી તે પ્રિન્સેસ ક્વીન હીઓ હવાંગ-ઓકના નામથી પ્રખ્યાત થઈ.
દક્ષિણ કોરિયાનો લોકો અયોધ્યાને તેમની માતૃ જન્મભૂમિ માને છે
ભારતમાં ભાગ્યે જ કોઈ આ દંતકથાથી વાકેફ હશે. દક્ષિણ કોરિયામાં લગભગ 60 લાખ લોકો જેઓ પોતાને સૂરીરત્નના વંશજો માને છે તેઓ અયોધ્યાને તેમની માતૃ જન્મભૂમિ માને છે. પ્રાચીન કોરિયન લખાણ, "સામગુક યુસા" અનુસાર, રાણી હીઓ હવાંગ-ઓકને ગિમ્હે હીઓ પરિવારોના પૂર્વજ તરીકે ગણવામાં આવે છે. આ લખાણમાં કહેવામાં આવ્યું છે કે રાણી 48 એડીમાં "આયુતા" થી કોરિયા આવી હતી. તેણી હજી પણ કરક કુળના ગિમ્હે હીઓ પરિવારોની પૂર્વજ તરીકે આદરણીય છે.
આ પણ વાંચો---UP : યોગી સરકારની સરકારી કર્મચારીઓને Diwali ની ભેટ, આ દિવસે રજા આપવામાં આવી...
સરયુ કિનારે સ્મારક
'કારક' સમુદાયના ઘણા સભ્યો દર વર્ષે અયોધ્યામાં 'ક્વીન હીઓ મેમોરિયલ પાર્ક' ખાતે રાણી હીઓ હવાંગ ઓકના સ્મારકની મુલાકાત લે છે અને તેમને શ્રદ્ધાંજલિ આપે છે. સરયુ નદીના કિનારે ઉત્તર પ્રદેશ સરકાર અને દક્ષિણ કોરિયાની સરકાર વચ્ચેના પરસ્પર સહયોગથી 2001માં આ સ્મારકની સ્થાપના કરવામાં આવી હતી. 2015 માં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મૂન જે-ઈને સ્મારકના વિસ્તરણ માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
'ક્વીન હીઓ મેમોરિયલ પાર્ક' 2,000 ચોરસ મીટર વિસ્તારમાં
અહીં 'ક્વીન હીઓ મેમોરિયલ પાર્ક' 2,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. આ ઉદ્યાનમાં એક મેડિટેશન હોલ, રાણી અને રાજાને સમર્પિત પેવેલિયન, પાથવે, ફુવારો, ભીંતચિત્રો અને ઓડિયો-વિડિયો સુવિધાઓ છે. પેવેલિયન સામાન્ય કોરિયન શૈલીમાં ટાઇલવાળી ઢાળવાળી છત સાથે બાંધવામાં આવ્યું છે.
અયોધ્યા સાથે જોડાણ
'સેન્ટ્રલ કરક ક્લાન સોસાયટી'ના જનરલ સેક્રેટરી કિમ ચિલ-સુએ અયોધ્યામાં અભિષેક કાર્યક્રમ દરમિયાન કહ્યું, "અયોધ્યા અમારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે અમે તેને અમારી દાદીના ઘર તરીકે જોતા હોઈએ છીએ." તેમણે 22 જાન્યુઆરીના રોજ, કિમ 'ક્વીન હીઓ મેમોરિયલ પાર્ક'થી થોડા કિલોમીટર દૂર મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં પણ હાજરી આપી હતી.
કોરિયા-ભારત સંબંધો માટે આ સ્થાન ખૂબ જ પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે."
દક્ષિણ કોરિયાના દૂતાવાસે એક પોસ્ટમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં આયોજિત અભિષેક સમારોહ માટે ભારતને અભિનંદન પાઠવ્યા હતા. સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, "48 એડીમાં અયોધ્યા અને ગયા (કોરિયા)ના રાજા કિમ સુરો અને રાણી શ્રીરત્ના (હીઓ હવાંગ-ઓક) વચ્ચેના વૈવાહિક જોડાણ પર આધારિત કોરિયા-ભારત સંબંધો માટે આ સ્થાન ખૂબ જ પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે."
આ પણ વાંચો----Ayodhya ના સરયૂ ઘાટ પરના આ દ્રશ્યો જોઇને થઇ જશો મંત્રમુગ્ધ, લેસર અને લાઈટ શોનો Video Viral