Gujarat Jail માં કેદીઓની સંખ્યા ચોંકાવનારી! કેદીઓનાં કાનૂની સેવા ધોરણને સુધારવા SOP!
- રાજ્યની જેલોનાં કેદીઓની કાનૂની સેવા ધોરણને સુધારવા SOP
- ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને GSLSA એ તૈયાર કરી SOP
- સુપ્રીમકોર્ટના ન્યાયાધીશ બી.આર ગવાઈએ SOPને બિરદાવી
- રાજ્યની 28 જેલમાં 100 ટકા કેપેસિટીની સામે 119 ટકા કેદીઓ
ગુજરાતની જેલોમાં (Gujarat Jail) કેદ કેદીઓની સંખ્યાને લઈ ચોંકાવનારા આંકડા આવ્યા સામે છે. જેલનાં સુધારણા માટે તૈયાર કરાયેલી બુકમાં આ આંકડાઓની માહિતી આપવામાં આવી છે. રાજ્યની 28 જેલોમાં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ જેલમાં છે. ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓનો ભરાવો થયો છે. જણાવી દઈએ કે, રાજ્યમાં લાંબા સમયથી જેલમાં કેદ કેદીઓને કાનૂની સેવાઓનાં ધોરણને સુધારવા SOP તૈયાર કરાઈ છે. SOP નાં માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court), સરકાર અને GSLSA સતત પ્રયત્નશીલ છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને GSLSAએ SOP તૈયાર કરી
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ (Chief Justice Sunita Aggarwal) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા SOP બુકનું લોન્ચિંગ કરાયું છે. સુપ્રીમકોર્ટનાં (Supreme Court) ન્યાયાધીશ બી.આર. ગવાઈએ (Judge B.R. Gawai) પણ જેલ સુધારણા પ્રણાલીને સ્થાપિત કરવાનાં ચીફ જસ્ટિસનાં પ્રયાસોને બિરદાવ્યા છે. SOP માં રાજ્યની જેલોમાં કેદીઓની વધતી સંખ્યા, ગુણવત્તાયુક્ત કાનૂની સહાય અને મહિલાઓનાં ખાસ મુદ્દાઓને ચિહ્નિત કરાયા છે. SOP માં GSLSA દ્વારા મુદ્દાઓને ઉકેલવા માર્ગદર્શન પણ અપાયું છે. સાથે જ કેદીઓનાં માનસિક આરોગ્યમાં સુધારા માટે કરાયેલા પ્રયોગો અને ભાવિ પ્રયોગોનો ઉલ્લેખ પણ કરાયો છે.
આ પણ વાંચો - Porbandar : દિવાળી પહેલા ગુજરાત ATS ને મોટી સફળતા! પાકિસ્તાન જાસૂસીની કરી ધરપકડ!
28 જેલમાં 100 ટકા કેપેસિટીની સામે 119 ટકા કેદીઓ
જો કે, ગુજરાતની જેલોમાં (Gujarat Jail) કેદીઓની સંખ્યા અંગે વાત કરીએ તો જેલના સુધારણા માટે તૈયાર કરાયેલી બુકમાં દર્શાવેલા આંકડાઓ મુજબ, રાજ્યની 28 જેલોમાં 100% કેપેસિટીની સામે 119% કેદીઓ જેલમાં છે. 28 જેલોમાં કુલ 14,062 કેદીઓની ક્ષમતા સામે હાલ 16,737 કેદીઓ જેલમાં બંધ છે. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની (Sabarmati Jail) વાત કરીએ તો ક્ષમતા કરતા 129 % વધુ કેદી કેદ છે. સાબરમતી જેલમાં અંડર ટ્રાયલ 2,147 પુરુષ અને 91 મહિલા કેદી, કન્વિકટ કેદીમાં 1361 પુરુષ અને 38 મહિલા કેદી છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં (Vadodara Central Jail) 1165 કેદીઓની ક્ષમતા સામે 1652 કેદી બંધ છે.
આ પણ વાંચો - Rajkot: ‘મેં તમારી હોટલના દરેક સ્થળે બોમ્બ મૂક્યા’ શહેરની 10 જાણીતી હોટલને મળી બોમ્બની ધમકી
ગોધરા સબ જેલમાં 165 કેપેસિટી સામે કુલ 315 કેદી
ઉપરાંત, ગોધરા સબજેલમાં 165 કેપેસિટી સામે કુલ 315 કેદી, નવસારી જિલ્લા જેલમાં (Navsari Jail) 290 કેદીઓની ક્ષમતા સામે કુલ 374 કેદી અને રાજપીપળા જિલ્લા જેલમાં 347 કેદીઓની કેપેસીટી સામે 115 કેદી છે. જો કે, રાજપીપળા જેલમાં ક્ષમતા કરતા હાલ ઓછા કેદી બંધ છે. આમ, ગુજરાતની જેલોમાં (Gujarat Jail) ક્ષમતા કરતા વધુ કેદીઓ કેદ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આ પણ વાંચો - VADODARA : તહેવાર ટાણે SMC નો સપાટો, દારૂ સહિત રૂ. 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત