Maharashtra New CM પર આ નામ પર લાગી મહોર, આજે થશે જાહેરાત
- દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા સીએમ તરીકે પસંદગી પામ્યા
- એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે
- નાણા વિભાગ NCP પાસે જવાની ધારણા
- શિવસેનાને UDD અને PWD મળવાની અપેક્ષા
Maharashtra New CM : કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી (Maharashtra New CM)ના નામને મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા સીએમ તરીકે પસંદગી પામ્યા છે. જ્યારે એકનાથ શિંદે અને અજિત પવારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. ગુરુવારે રાત્રે મહાયુતિના નેતા દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર ગૃહમંત્રી અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠકમાં જ આ સમીકરણ પર મહોર મારી દેવામાં આવી છે. બેઠકમાં બંને સાથી પક્ષો એ વાત પર સહમત થયા હતા કે જો ભાજપનો મુખ્યમંત્રી બનશે તો બંને પક્ષોને તેના પર કોઈ વાંધો નહીં હોય. મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં તેમના દિલ્હી નિવાસસ્થાને 2 કલાક લાંબી બેઠક મધ્યરાત્રિએ સમાપ્ત થઈ.
વિભાગોના વિભાજન અંગે પણ ચર્ચા થઈ હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેઠકમાં એ વાત પર સહમતિ થઈ હતી કે મુખ્યમંત્રી પદ બીજેપી પાસે રહેશે અને ગૃહમંત્રી અમિત શાહે પણ 2 નાયબ મુખ્યમંત્રીઓના નામ પર સહમતિ દર્શાવી છે, જેમાંથી એક શિવસેના શિંદે જૂથનો છે અને બીજો નાયબ મુખ્યમંત્રી અજિત પવાર એનસીપીના હશે. જો દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો તેઓ ગૃહ ખાતું રાખે તેવી શક્યતા છે. નાણા વિભાગ NCP પાસે જવાની ધારણા છે. શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને UDD અને PWD મળવાની અપેક્ષા છે. આ બેઠકમાં કેબિનેટમાં પદોની વહેંચણી, વિભાગો, વૈધાનિક બોર્ડ અને નિગમોની વહેંચણી અને કેન્દ્ર સરકારમાં શિવસેના અને એનસીપીને વધારાના પ્રતિનિધિત્વ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો----Mahrashtra : Eknath Shinde બાદ હવે Ajit Pawar એ કરી પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષીઓને આપ્યો જડબાતોડ જવાબ...
Maharashtra caretaker CM Eknath Shinde, BJP leader Devendra Fadnavis, NCP chief Ajit Pawar and other Mahayuti leaders meet Union HM Amit Shah and BJP national president JP Nadda, in Delhi
(Source - Maharashtra CMO) pic.twitter.com/8BZPGSKhbt
— ANI (@ANI) November 28, 2024
બેઠકોના આધારે પોસ્ટનું વિતરણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાયુતિ ગઠબંધનમાં દરેક પક્ષ દ્વારા જીતેલી બેઠકોની સંખ્યાના આધારે પોર્ટફોલિયોની ફાળવણી થવાની ધારણા છે. ભાજપને 43 સભ્યોની કેબિનેટમાં સૌથી વધુ હિસ્સો મળવાની અપેક્ષા છે, એટલે કે મુખ્યમંત્રી પદ સહિત 22 પદ મળશે. શિવસેના અને એનસીપીને અનુક્રમે 12 અને 9 કેબિનેટ પદ મળવાની અપેક્ષા છે. પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેના અને એનસીપીએ કેન્દ્રીય કેબિનેટમાં ઓછામાં ઓછા એક-એક પદની માંગ કરી છે. NCP ઈચ્છે છે કે તેના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ નરેન્દ્ર મોદી સરકારનો હિસ્સો બને, જ્યારે શિવસેનાએ પણ કેબિનેટ મંત્રાલય પર પોતાનો દાવો રજૂ કર્યો છે.
આ પણ વાંચો---મહારાષ્ટ્રમાં સરકાર ગઠનની તૈયારીઓ તેજ! ડ્રાઇવિંગ સીટ પર ફડણવીસ, શિંદે આપશે સાથ?