Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GUJARAT CONGRESS : કોંગ્રેસના ઉમેદવારોના આ નામ માટે થઇ રહી છે ચર્ચા

GUJARAT CONGRESS : લોકસભાની ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની 5 બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા હાલ મનોમંથન ચાલી રહ્યું છે. સંભવત આજે સાંજ સુધીમાં ગુજરાત કોંગ્રેસ (GUJARAT CONGRESS)ના ઉમેદવારો જાહેર થાય તેવી શક્યતા છે. બાકી રહેલી...
gujarat congress   કોંગ્રેસના ઉમેદવારોના આ નામ માટે થઇ રહી છે ચર્ચા
Advertisement

GUJARAT CONGRESS : લોકસભાની ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની 5 બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી માટે કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા હાલ મનોમંથન ચાલી રહ્યું છે. સંભવત આજે સાંજ સુધીમાં ગુજરાત કોંગ્રેસ (GUJARAT CONGRESS)ના ઉમેદવારો જાહેર થાય તેવી શક્યતા છે.

Advertisement

બાકી રહેલી બેઠકોના ઉમેદવારો માટે મનોમંથન

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસમાં કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ હજું જાહેર થયા નથી. આજે દિલ્હીમાં કોંગ્રેસની બાકી રહેલી બેઠકો માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે જેમાં બાકી રહેલી બેઠકોના ઉમેદવારો માટે મનોમંથન કરાશે. ખાસ કરીને સૌરાષ્ટ્રની મહત્વની કહી શકાય તેવી ત્રણ બેઠકો માટે કોણ ઉમેદવાર બની શકે છે તેની પર ચર્ચા થઇ શકે છે

Advertisement

આ નામો પર ચર્ચા

સૌરાષ્ટ્રની મહત્વની ત્રણ બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવાર બાકી છે ત્યારે જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ઉમેદવાર કોણ? તેની પર ચર્ચા ચાલી રહી છે. જૂનાગઢ બેઠક પર ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને હીરાભાઈ જોટવાનું નામ પેનલ માં છે જ્યારે રાજકોટ બેઠક પર લલિત કગથરા, ડો હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રવીણ સોરાણી, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા ના નામ છે અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ સુરેદ્રનગરની બેઠકની પેનલમાં છે અને ઉત્તર ગુજરાતમાં મહેસાણાની બેઠક પર પાટીદાર કે ઠાકોર સમાજમાંથી પસંદગી થાય તેવી શક્યતા છે.

Advertisement

વિધાનસભાની પાંચ બેઠકોની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થશે

આ સાથે ગુજરાતમાં લોકસભા સાથે વિધાનસભાની પાંચ બેઠકોની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર થશે . રાજ્યમાં પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાધોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો----- Gujarat માં શરુ થઇ ‘ટના’ ટન રાજનીતિ

આ પણ વાંચો---- Vijapur : સી.જે. ચાવડાને ભાજપમાંથી ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં નારાજગી

આ પણ વાંચો---- Lok Sabha Election : ભાજપે લોકસભા માટે અત્યાર સુધીમાં 405 ઉમેદવારો ઉતાર્યા, 101 સાંસદોની ટિકિટ રદ્દ…

Tags :
Advertisement

Trending News

.

×