Speaker પદ માટે આ નેતાના નામ પર લાગી મહોર....
Speaker : 18મી લોકસભાના પહેલા સંસદ સત્રનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે એટલે કે સોમવારે 280 સાંસદોએ લોકસભામાં શપથ લીધા. આજે બીજા દિવસે પણ બાકીના 264 સાંસદો લોકસભાના સભ્ય તરીકે શપથ લઈ રહ્યા છે. આજે એનડીએ દ્વારા ઓમ બિરલાને લોકસભાના સ્પીકર (Speaker ) પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લોકસભા અધ્યક્ષના નામને લઈને ગૃહમાં વિપક્ષ અને NDA નેતાઓ વચ્ચે હોબાળો થવાની શક્યતા છે. ઈન્ડિયા બ્લોક દ્વારા લોકસભા સ્પીકર ઉમેદવારનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. બુધવારે લોકસભાના અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે
આજે લોકસભા અધ્યક્ષ માટે નોમિનેશન ભરવાનો છેલ્લો દિવસ
18મી લોકસભાના પ્રથમ સત્રનો આજે બીજો દિવસ છે. લોકસભામાં આજે પણ શપથ ગ્રહણ કાર્યક્રમ ચાલુ રહેશે. ગઈકાલે પીએમ મોદી સહિત 266 સાંસદોએ શપથ લીધા હતા. બાકીના સાંસદો આજે શપથ લેશે. સોમવારે મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડાએ સ્પીકરનું નામ નક્કી કરવા માટે બેઠક યોજી હતી. આજે લોકસભા અધ્યક્ષ માટે નોમિનેશન ભરવાનો છેલ્લો દિવસ છે. તેથી એનડીએના ઉમેદવારોએ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે. નામાંકન ભર્યા બાદ આવતીકાલે સ્પીકરની ચૂંટણી થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એનડીએ દ્વારા ફરી એકવાર ઓમ બિરલાનું નામ પસંદ કરવામાં આવી શકે છે.
#WATCH | Delhi: BJP MP Om Birla reaches Parliament.
The nominations for Lok Sabha Speaker and Deputy Speaker will take place today. pic.twitter.com/ukRlI6f1ud
— ANI (@ANI) June 25, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓમ બિરલા વચ્ચે સંસદ ભવનમાં બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓમ બિરલા વચ્ચે સંસદ ભવનમાં બેઠક થઈ છે. NDA ઉમેદવારનું નામાંકન આજે બપોરે 12 વાગ્યે થશે. ટૂંક સમયમાં નામની જાહેરાત થઈ શકે છે. વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવા પર સહમતિ બની છે.
એનડીએ અને ઈન્ડિયા બ્લોક વચ્ચે સમજૂતી
લોકસભા સ્પીકરને લઈને NDAના પ્રયાસો ફળ્યા છે. એનડીએ અને ઈન્ડિયા બ્લોક વચ્ચે સમજૂતી થઈ છે. લોકસભા સ્પીકર માટે એનડીએના ઉમેદવાર હશે. વિપક્ષ સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર ઉભા નહીં કરે. સૂત્રોએ જણાવ્યું કે જો સ્પીકરના નામ પર વિપક્ષી પાર્ટીઓ સાથે સમજૂતી થાય છે તો ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો----- સવાર સવારમાં જ PM MODI એ….!