ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવા વર્ષ નિમિત્તે મોદી સરકાર માત્ર આટલા રૂપિયામાં ઉપલબ્ધ કરાવશે ચોખા, જાણો વિગત

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આ પહેલા કેન્દ્રની મોદી સરકાર સતત નવા નિર્ણય લઈ રહી છે. ત્યારે હવે નવા વર્ષ નિમિત્તે મોદી સરકારે (Modi Government) દેશભરના સામાન્ય લોકોને વ્યાજબી દરે ચોખા ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે. સરકારનું કહેવું...
05:46 PM Dec 27, 2023 IST | Vipul Sen

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આ પહેલા કેન્દ્રની મોદી સરકાર સતત નવા નિર્ણય લઈ રહી છે. ત્યારે હવે નવા વર્ષ નિમિત્તે મોદી સરકારે (Modi Government) દેશભરના સામાન્ય લોકોને વ્યાજબી દરે ચોખા ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી છે. સરકારનું કહેવું છે કે મોંઘવારીથી લોકોને રાહત મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ હવે માત્ર રૂ. 25 પ્રતિ કિલોના ભાવે ચોખા આપવામાં આવશે.

મોંઘવારીથી રાહત આપવા નિર્ણય

જણાવી દઈએ કે, આ તર્જ પર કેન્દ્ર સરકાર પહેલાથી જ દેશભરના સામાન્ય લોકોને લોટ અને ચણા ઉપલબ્ધ કરાવી રહી છે. માહિતી છે કે, ભારત રાઇસ (Bharat Rice) ના નામ પર ચોખા મળી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારની પહેલાથી જ એવી પોલિસી રહી છે કે જ્યારે કોઈ અનાજની કિંમતોમાં વધારો થાય છે તો સામાન્ય લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે રાહત દરે અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ચોખાને લઈ જો આ યોજના લાગૂ કરવામાં આવશે તો ચોખાને રાહત દરે વેચવા માટે નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED), નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) અને કેન્દ્રીય ભંડાર આઉટલેટ્સ તેમ જ મોબાઈલ વાન જેવી સરકારી એજન્સીઓનો ઉપયોગ થઈ શકે છે.

નવેમ્બરમાં છૂટક ફુગાવો 5.55 ટકા રહ્યો

સરકારનું આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે કે જ્યારે ખાદ્ય ફુગાવો એક્ટોબરમાં 6.61 ટકા અને ગત વર્ષે નવેમ્બરમાં 4.67 ટકાના મુકાબલે આ વર્ષે 8.7 ટકા રહ્યો હતો. એનએસઓ (NSO) ના આંકડા મુજબ, આ સમયગાળા દરમિયાન અનાજની કિંમતોમાં 10.3 ટકાનો વધારો નોંધાયો છે. ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવને કારણે નવેમ્બરમાં છૂટક ફુગાવો 5.55 ટકા રહ્યો હતો. જ્યારે ઓક્ટોબરમાં છૂટક ફુગાવો 4.87 ટકા રહ્યો હતો.

 

આ પણ વાંચો- જમ્મુ-કાશ્મીરમાં આ સંગઠન પર ગૃહમંત્રી અમિત શાહની મોટી કાર્યવાહી, UAPA હેઠળ લગાવ્યો પ્રતિબંધ

Tags :
Bharat RiceGujarat FirstGujarat NewsModi governmentNafednational newsNCCFpm modirice
Next Article