Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dwarka : ભંડારીયાની નિર્માણાધીન શાળાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારની મંત્રીએ જ ખોલી પોલ

ખુદ મંત્રીએ ખોલી શાળાના બાંધકામની પોલ દ્વારકાના ભંડારીયામાં શાળાના બાંધકામ મુદ્દે આદેશ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કામ અટકાવી આદેશ કર્યો નબળું બાંધકામ અટકાવી નવેસરથી કરવા આદેશ કોલમ બીમ તોડીને નવું કામ કરવાના આદેશ આપ્યા નિર્માણાધિન શાળાના બાંધકામમાં ખુલ્લો ભ્રષ્ટાચાર બાંધકામ કરનારા...
dwarka   ભંડારીયાની નિર્માણાધીન શાળાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારની મંત્રીએ જ ખોલી પોલ

ખુદ મંત્રીએ ખોલી શાળાના બાંધકામની પોલ
દ્વારકાના ભંડારીયામાં શાળાના બાંધકામ મુદ્દે આદેશ
મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કામ અટકાવી આદેશ કર્યો
નબળું બાંધકામ અટકાવી નવેસરથી કરવા આદેશ
કોલમ બીમ તોડીને નવું કામ કરવાના આદેશ આપ્યા
નિર્માણાધિન શાળાના બાંધકામમાં ખુલ્લો ભ્રષ્ટાચાર
બાંધકામ કરનારા સામે શું કાર્યવાહી કરવામાં આવશે?
શિક્ષણમંત્રીએ લીધેલો નિર્ણય આવકારદાયક

Advertisement

દ્વારકાના ભંડારીયામાં શાળાના બાંધકામમાં પોલંપોલ હોવાનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની જાત તપાસમાં બહાર આવ્યું છે. ભંડારીયામાં શાળાની લીધેલી મુલાકાતમાં ખુલ્લો ભ્રષ્ટાચાર જોવા મળતાં શિક્ષણ મંત્રીએ કોલમ બીમ તોડીને નવું બાંધકામ કરવા આદેશ આપ્યા છે.

ભ્રષ્ટાચારની પોલ ખોલી

Advertisement

શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ દ્વારકાના ભંડારિયામાં નિર્માણાધીન શાળાના બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખોલી છે. તેમણે જ્યારે શાળાની મુલાકાત લીધી ત્યારે તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું જોવા મળ્યો હતો.

Advertisement

જમીન દોસ્ત કરી પછી મને ફોટા મોકલો

શિક્ષણ રાજ્ય મંત્રીએ લીધેલી મુલાકાતનો આ વિડીયો પણ બહાર આવ્યો છે જેમાં તેઓ અધિકારીઓને કહેતા જોવા મળી રહ્યા છે કે આને વર્ક કહેવાય, ખિલ્લા બઘા બહાર આવી ગયા, જમીન દોસ્ત કરી પછી મને ફોટા મોકલો, નવેસરથી કરો , પાછો હું આવીશ..આખા જામનગર જિલ્લાની અંદર આવું બાંધકામ નહીં ચાલે..તોડી નાંખો બધું, તોડી નાંખો આવું કામ નહીં ચાલે.

નબળું બાંધકામ અટકાવી નવેસરથી બાંધકામ કરવા આદેશ

પ્રફુલ પાનસેરિયાએ નબળું બાંધકામ અટકાવી નવેસરથી બાંધકામ કરવા આદેશ આપ્યા છે. નિર્માણાધીન શાળાના કોલમ બીમ તોડીને નવું કામ કરવાના આદેશ આપ્યા છે ત્યારે સવાલ એ થઇ રહ્યો છે કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે કરાશે? શું અધિકારીઓને માત્ર મલાઈ ખાવામાં જ રસ છે? અને સૌથી મોટો સવાલ એ છે કે બાંધકામ કરનારા સામે શું કાર્યવાહી કરવામાં આવશે? શા માટે બેજવાબદાર કોન્ટ્રાક્ટરોને અપાય છે કોન્ટ્રાક્ટ?

અન્ય શાળાઓની પણ તપાસ કરાય તે જરુરી

એક શાળાની આવી હાલત છે તો રાજ્યની અન્ય કેટલી આવી શાળાઓમાં હલકુ બાંધકામ કરાયું છે તે સવાલ પણ પુછાઇ રહ્યો છે. આ જ રીતે અન્ય શાળાઓની પણ તપાસ કરાય તે જરુરી છે. જો મંત્રી જાતે સ્થળ પર આવીને ભ્રષ્ટાચાર પકડી શકતા હોય તો અધિકારીઓ શું કરી રહ્યા છે તે સવાલ પુછાઇ રહ્યો છે.

આ પણ વાંચો---રાજકોટ: હાઇકોર્ટની ટકોર બાદ મનપા અને પોલીસ બંને એક્શનમાં

Tags :
Advertisement

.