Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Warning : આગામી 3 કલાક માટે ગુજરાતમાં....

Warning : રાજ્યમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાત પર સર્જાયેલી બે સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી (Warning ) જાહેર કરી...
warning   આગામી 3 કલાક માટે ગુજરાતમાં

Warning : રાજ્યમાં આજે સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાત પર સર્જાયેલી બે સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી (Warning ) જાહેર કરી છે.

Advertisement

84 તાલુકામાં વરસાદ

રાજ્યમાં જેની કાગડોળે રાહ જોવાતી હતી તે ચોમાસું હવે વિધીવત રીતે પ્રવેશી ચુક્યું છે. 11 દિવસથી નવસારી પર સ્થિર થયેલું ચોમાસું હવે રાજ્યના વિવિધ વિસ્તારો સુધી પહોંચ્યું છે જેના પગલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. સવારે 10 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં જામનગરના લાલપુરમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ, ઓલપાડમાં 2 ઈંચ, સંખેડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે કરણજ, ભાણવડ, નેત્રંગમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે તો નાંદોદ, હાલોલ, ડભોઈ, અંકલેશ્વરમાં પણ 1-1 ઈંચ વરસાદ પડ્યો છે. ખેડબ્રહ્મા, વાઘોડિયા, જાંબુઘોડામાં પણ 1-1 ઈંચ વરસાદ પડ્યો છે.

Advertisement

આગામી 3 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે જ્યારે પશ્ચિમ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. બીજી તરફ આગામી 3 કલાક માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. આગામી 3 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 25 જૂન બાદ રાજ્યમાં સારો વરસાદ પડશે. રાજ્યોના જળાશયોમાં નવા નીર આવશે. તેમણે રાજ્યમાં 24થી 26 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે આગાહી કરી છે કે આહવા, ડાંગ, વલસાડમાં 7 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે. સુરત, નવસારી, તાપીમાં 4 થી 5 ઈંચ વરસાદ પડી શકે. તો જૂનાગઢ, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ આસપાસ વરસાદ પડી શકે છે. દેશના પશ્ચિમી કિનારે અતિભારે વરસાદ વરસી શકે.

Advertisement

આ પણ વાંચો----- Rain: રાજ્યમાં થયો સર્વત્ર વરસાદ, અમદાવાદ, રાજકોટ અને જામનગર સહિત અનેક જિલ્લામાં મેઘ મહેરબાન

આ પણ વાંચો---- Surendranagar Rain: ધ્રાંગધ્રા અને સાયલા તાલુકામાં વરસાદ,ખેડૂતોમાં ખુશીની લહેર

Tags :
Advertisement

.