Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

350 કરોડના ડ્રગ્સના મામલાનો માસ્ટરમાઇન્ડ આવ્યો પોલીસની ઝડપમાં

ગીર સોમનાથના વેરાવળ બંદર પર 350 કરોડના ડ્રગ્સ મામલે ગૂજરાત સહીતના અન્ય રાજ્યોનું સ્થાનીક સંચાલન કરતો મુખ્ય માસ્ટર માઈન્ડ અલ્લારખાની જામનગર (બેડી) ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગીર સોમનાથ પોલીસ દ્વાર આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ...
350 કરોડના ડ્રગ્સના મામલાનો માસ્ટરમાઇન્ડ આવ્યો પોલીસની ઝડપમાં

ગીર સોમનાથના વેરાવળ બંદર પર 350 કરોડના ડ્રગ્સ મામલે ગૂજરાત સહીતના અન્ય રાજ્યોનું સ્થાનીક સંચાલન કરતો મુખ્ય માસ્ટર માઈન્ડ અલ્લારખાની જામનગર (બેડી) ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગીર સોમનાથ પોલીસ દ્વાર આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.  જોકે ડ્રગ્સ મામલે હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.

Advertisement

એક બોટમાં 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ તેમની હજુ તપાસ ચાલુ 

ગુજરાતનો દરિયા કિનારો જાણે ડ્રગ્સ માફિયા ઓ માટે મૂખ્ય માર્ગ થઈ ગયો હોય તેમ થોડા દિવસ પહેલા વેરાવળ બંદર પરથી એક બોટમાં 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ તેમની હજુ તપાસ ચાલુ છે. ત્યાં પોરબંદરના દરિયામાથી પણ હજારો કિલો કરોડ રૂપિયાનૂ ડ્રગ્સ ઝડપાયુ છે. ત્યારે હાલમાં જ વેરાવળ બંદર પરથી ઝડપાયેલા ડ્રગ્સમા બોટના ટંડેલ અને હેરોઇન લેવા આવનાર એમ કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે ડ્રગ્સની હેરાફેરી ઓમાન ન દરિયામાં થઈ હતી અને ડ્રગ્સ ઈરાન થી આવ્યું છે.

Advertisement

ડ્રગ્સના વેપારનો મુખ્ય માસ્ટરમાઈન્ડ આવ્યો પોલીસની ગિરફતમાં 

જો કે આ હેરોઇનનો મોટો જથ્થો કોણે મંગાવ્યો એ મામલે વધુ તપાસ હાથ ધરાતા બહાર આવ્યું કે વિદેશથી ઇશાક રાઉ ઉર્ફે મામો નામના વ્યક્તિ એ આ ડ્રગ્સ મંગાવ્યું હતું. જોકે ઇશાક રાઉ ઉર્ફે મામો દ.આફ્રિકામાં છે અને આફ્રિકાથી સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે. ત્યારે આખરે આ ડ્રગ્સ ક્યા અને કોને પહોચાડવાનું હતું ?. તે સવાલને લઈ પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું કે, જામનગરના બેડીમાં અલારખા નામનો શખ્શ છે આ અલારખા ગુજરાત ભર તેમજ અન્ય રાજ્યોમા ડ્રગ્સના વેપારમાં મુખ્ય માસ્ટરમાઈન્ડ હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે.

Advertisement

વિદેશોમાંથી ગુજરાતમાં કેવી રીતે ક્યાંથી ઘુસાડવું ? તેમ જ તેમનું વેચાણ અને ખરીદી, પૈસાની ચુકવણી સહિતનું આખું પ્લાનિંગ ગુજરાતનો અલારખા કરતો હોવાનું પોલીસે જણાવ્યું છે. જે ઇશાક રાઉ ઉર્ફે મામાના કોન્ટેક્ટમાં છે અને એટલું જ નહિ તે હેરોઇન મંગાવવાથી લઈને સપ્લાય સુધીનું નેટવર્ક સંભળાતો હતો.

જોકે ગીર સોમનાથ પોલીસે આ અલારખાને દબોચી વેરાવળ લઈ આવી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ હેરોઇન મંગાવવાથી સપ્લાય અને ક્યા માણસને કયું કામ સોંપવું અને પૈસા આપવાથી લઈ મોટા ભાગનું કામ અલારખા સાંભળતો હોવાનું બહાર આવ્યું છે. અને આગામી દિવસોમાં વધુ નામો ખુલી શકે છે તેમજ મોટો ઘટસ્ફોટ થવાની પૂરી સંભાવના પોલીસ સેવી રહી છે.

આ પણ વાંચો -- PADRA : ચેક પોસ્ટ ઉપરથી કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 4 લાખનો મુદામાલ કરાયો જપ્ત

Tags :
Advertisement

.