Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાના હરણી લેક દુર્ઘટનાનો મુખ્ય આરોપી આવ્યો સકંજામાં

વડોદરામાં (Vadodara) હરણી તળાવ (Harni Lake) ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં હવે મોટા અપડેટ સામે આવ્યા છે. અત્યાર સુધી આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં...
વડોદરાના હરણી લેક દુર્ઘટનાનો મુખ્ય આરોપી આવ્યો સકંજામાં

વડોદરામાં (Vadodara) હરણી તળાવ (Harni Lake) ખાતે ગોઝારી ઘટનામાં 12 માસૂમ અને 2 શિક્ષિકા સહિત કુલ 14 ના મોત નીપજ્યા હતા. આ હચમચાવે એવી ઘટનામાં હવે મોટા અપડેટ સામે આવ્યા છે. અત્યાર સુધી આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે SIT દ્વારા વધુ એક આરોપીની ધરકપડ કરવામાં આવી છે.

Advertisement

વડોદરામાં હરણી લેક દુર્ઘટનાનો મુખ્ય આરોપી સકંજામાં

હવે આ દુર્ઘટનાને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા હરણીના કાંડના તપાસ અર્થે જેં SIT ની રચના કરવામાં આવી હતી. તેમને હવે એક મોટી સફળતા હાથ લાગી છે. હરણી લેક દુર્ઘટનાનો મુખ્ય આરોપી સકંજામાં આવ્યો છે. SIT ની ટીમે કોટિયા પ્રોજેક્ટ્સ કંપનીના ભાગીદાર અને હરણી લેક દુર્ઘટનાનો મુખ્ય આરોપી ગોપાલ શાહની છતીસગઢથી ધરપકડ કરી છે.

Advertisement

આ દુર્ઘટનાના બનાવમાં અત્યાર સુધી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હવે ગોપાલ શાહની ધરપકડની સાથે જ આ આંક 8 નો થઈ ગયો છે. અહી નોંધનીય બાબત એ છે કે ગોપાલ શાહ કોર્પોરેશનના પૂર્વ ટીડીઓ પણ રહી ચૂક્યા છે.

Advertisement

આ આરોપી સામે અગાઉ ગુનો નોંધાયો હતો

01. બીનીત કોટીયા (ઉ.વ.૩૨ રહે.૧૦, નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા)
02. હિતેષ કોટીયા (ઉ.વ.૫૫ રહે. ૧૦,નિલકંઠ બંગલોજ, તક્ષ કોમ્પલેક્ષ વાસના રોડ વડોદરા)
03. ગોપાલદાસ શાહ (ઉ.વ.૫૮ રહે.પી/૩ વૈકુઠ ફલેટ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા)
04. વત્સલ શાહ (ઉ.વ.૨૫ રહે એન/૨૦ પાર્વતીનગર સોસાયટી સ્વામીનારાયણ નગર -૪ સામે હરણી રોડ વડોદરા શહેર)
05. દિપેન શાહ (ઉ.વ.૨૪ રહે.૬૪,પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા)
06. ધર્મીલ શાહ (ઉ.વ.૨૭ રહે. ૬૪, પુનિતનગર જી.આઇ.બી.કોલોની,જુના પાદરા રોડ વડોદરા)
07. રશ્મિકાંત સી. પ્રજાપતિ (ઉ.વ.૪૬ રહે.૩૮,કર્મવીરવિલા સંતરામ ડેરી રોડ વડોદરા)
08. જતીનકુમાર હરીલાલ દોશી (ઉ.વ.૬૪ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા )
09. નેહા ડી.દોશી (ઉ.વ.૩૦ રહે.૪,અયોધ્યાપુરી સોસાયટી ભાદરવા ચોકડી સાવલી વડોદરા)
10. તેજલ આશિષકુમાર દોશી (ઉ.વ.૪૬ રહે. ૨૪, વ્રજવિહાર સોસાયટી એરપોર્ટ, હરણી રોડ વડોદરા )
11. ભીમસિંગ કુડિયારામ યાદવ (ઉ.વ.૩૬ રહે.બી/૧૪ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગરઆજવારોડ વડોદરા)
12. વૈદપ્રકાશ યાદવ (ઉ.વ.૫૦ રહે.એ/૩ વલ્લભ ટાઉનશિપ લખુલેશનગર, આજવારોડ વડોદરા)
13. ધર્મીન ભટાણી (ઉ.વ.૩૪ રહે.૩૪,અંબે સોસાયટી સનસાઇન હોસ્પિટલ,દિવાળીપુરા વડોદરા)
14. નુતનબેન પી.શાહ (ઉ.વ.૪૮ રહે.એન/૨૦, પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર- ૪,હરણી રોડ વડોદરા)
15. વૈશાખીબેન પી.શાહ (ઉ.વ.૨૨ પાર્વતીનગર, સ્વામીનારાયણ નગર-૪,હરણી રોડ વડોદરા)
16. મેનેજર હરણી લેકઝોન શાંતિલાલ સોલંકી તથા (૧૭)બોટ ઓપરેટર નયન ગોહિલ
17. બોટ ઓપરેટર અંકિત નામનો માણસ

આ પણ વાંચો -- SURAT : નર્મદ યુનિવર્સિટીની સિન્ડિકેટ, સેનેટનું વિસર્જન થતાં શિક્ષણ જગતમાં હડકંપ

Tags :
Advertisement

.