Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Girlfriend ને કિસ કરવી કે ગળે લગાડવી તે ગુનો..? શું કહ્યું હાઇકોર્ટે..?

મદ્રાસ હાઈકોર્ટનો યૌન શોષણ કેસમાં મહત્વનો ચૂકાદો ગર્લફ્રેન્ડને ચુંબન કરવું કે ગળે લગાડવું એ અપરાધની શ્રેણીમાં નહીં હાઈકોર્ટની બેન્ચે અરજદાર સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો Girlfriend : મદ્રાસ હાઈકોર્ટે આજે યૌન શોષણ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે....
girlfriend ને કિસ કરવી કે ગળે લગાડવી તે ગુનો    શું કહ્યું હાઇકોર્ટે
Advertisement
  • મદ્રાસ હાઈકોર્ટનો યૌન શોષણ કેસમાં મહત્વનો ચૂકાદો
  • ગર્લફ્રેન્ડને ચુંબન કરવું કે ગળે લગાડવું એ અપરાધની શ્રેણીમાં નહીં
  • હાઈકોર્ટની બેન્ચે અરજદાર સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો

Girlfriend : મદ્રાસ હાઈકોર્ટે આજે યૌન શોષણ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ખંડપીઠે પોતાના ચૂકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું કે ગર્લફ્રેન્ડ (Girlfriend)ને ચુંબન કરવું કે ગળે લગાડવું એ અપરાધની શ્રેણીમાં આવે છે કે નહીં. મામલો વર્ષ 2022નો છે, જેમાં હવે 2 વર્ષ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. હાઈકોર્ટની બેન્ચે અરજદાર સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે ગર્લફ્રેન્ડને ચુંબન કરવું કે ગળે લગાડવું એ કોઈ પણ રીતે ગુનો નથી. સ્વાભાવિક છે કે જ્યારે બે વ્યક્તિઓ એકબીજાની નજીક હોય અથવા સંબંધમાં હોય ત્યારે તેઓ વાત કરતી વખતે પોતાની લાગણી વ્યક્ત કરવા માટે ગળે લગાવે છે. આવું કોઈની સાથે પણ થઈ શકે છે અને પ્રેમ સંબંધમાં તે સ્વાભાવિક છે. તેથી તે ગુનો નથી.

આ પણ વાંચો----SC Verdict : માત્ર આરોપી અથવા દોષિતનું ઘર તોડવું બંધારણની વિરુદ્ધ

Advertisement

કેસ શું હતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અરજદારનું નામ સંથાન ગણેશ છે. ઓલ વુમન પોલીસ સ્ટેશને તેની સામે એફઆઈઆર નોંધી હતી. સંથને અરજીમાં જણાવ્યું હતું કે તે તેની ગર્લફ્રેન્ડને 13 નવેમ્બર 2022ના રોજ મળ્યો હતો. તેમની વચ્ચે વાતચીત થઈ અને પછી તેણે તેની ગર્લફ્રેન્ડને ગળે લગાવી અને કિસ કરી. ગર્લફ્રેન્ડને ગુસ્સો આવતા તેણે માફી માંગી હતી. પરંતુ ઘરે જઈને તેણે તેના માતા-પિતાને આ વિશે જણાવ્યું. દરમિયાન, જ્યારે તેણે તેની પ્રેમિકાને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું, ત્યારે તેણે તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. તેમજ તેની સામે યૌન શોષણનો આરોપ લગાવીને કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હાઈકોર્ટે સંથનને રાહત આપી છે. તેની સામે નોંધાયેલો કેસ રદ કરવામાં આવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ ગુનો નોંધાયો નથી. કોઈ કાનૂની કાર્યવાહીની જરૂર નથી.

Advertisement

લાગણીઓની અભિવ્યક્તિ છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જસ્ટિસ આનંદ વેંકટેશે આ કેસની સુનાવણી કરી હતી. તેમણે પોતાના આદેશમાં કહ્યું કે આ કેસમાં IPCની કલમ 354-A (1) (i) લાગુ છે. કલમ હેઠળ, જ્યારે કોઈ પુરુષ શારીરિક સંબંધ બનાવે છે ત્યારે યૌન શોષણ જેવો ગુનો આચરવામાં આવે છે. જ્યારે છોકરો અને છોકરી કિશોરાવસ્થામાં હોય અને તેમની વચ્ચે પ્રેમસંબંધ હોય ત્યારે આલિંગન અને ચુંબન કરવું સ્વાભાવિક છે. આને ગુનો ગણી શકાય નહીં, તે કુદરતી લાગણીઓની અભિવ્યક્તિ છે.

આ પણ વાંચો---Ahmedabad : 'તલવારો લઈને ફરે, ફાયરિંગ કરે છે તેને તો અટકાવી શકતા નથી' : High Court

Tags :
Advertisement

.

×