Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મદ્રાસ હાઈકોર્ટનો મોટો નિર્ણય,તમિલનાડુના મંદિરોમા મોબાઈલ પર પ્રતિબંધ

દેશના ઘણા ધાર્મિક સ્થળો પર મોબાઈલ પર પ્રતિબંધ જોવા મળે છે. હવેથી તમિલનાડુના મંદિરોમા (Tamil Nadu) મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ (Mobile Ban)લગાવ્યો છે. મંદિરમા દર્શન કરવા જનાર ભક્તોને તેમના મોબાઈલ ફોન પરિસરની બહાર અથવા તો મંદિરની પરિસરમા બનાવેલ મોબાઈલ લોકર રુમમા સુરક્ષિત મુકવાનો રહેશે. પરંતુ તે મંદિરની અંદર ફોન સાથે પ્રવેશ શકશે નહી. મદ્રાસ હાઈકોર્ટએ(Madras High Court) તમિલનાડુના બધા મંદિરોમા મોબાઈલ સા
મદ્રાસ હાઈકોર્ટનો મોટો નિર્ણય તમિલનાડુના મંદિરોમા મોબાઈલ પર પ્રતિબંધ
દેશના ઘણા ધાર્મિક સ્થળો પર મોબાઈલ પર પ્રતિબંધ જોવા મળે છે. હવેથી તમિલનાડુના મંદિરોમા (Tamil Nadu) મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ (Mobile Ban)લગાવ્યો છે. મંદિરમા દર્શન કરવા જનાર ભક્તોને તેમના મોબાઈલ ફોન પરિસરની બહાર અથવા તો મંદિરની પરિસરમા બનાવેલ મોબાઈલ લોકર રુમમા સુરક્ષિત મુકવાનો રહેશે. પરંતુ તે મંદિરની અંદર ફોન સાથે પ્રવેશ શકશે નહી. મદ્રાસ હાઈકોર્ટએ(Madras High Court) તમિલનાડુના બધા મંદિરોમા મોબાઈલ સાથે પ્રવેશને વર્જીત કરેલ છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આપેલ આદેશ મુજબ ભક્તો મંદિરમા મોબાઈલ સાથે પ્રવેશ નહી મળે.
Advertisement

મંદિરમા મોબાઈલના પ્રતિબંધનુ મોટુ કારણ ધાર્મિક સ્થળો પર પવિત્રતા અને મર્યાદા જળવાય રહે તે છે. લોકોને મોબાઈલ મુકવામા અસુવિધા ઉત્પન્ન ન થાય તે માટે મંદિરના પરિસરમા મોબાઈલ ડિપોજિટ લોકર બનાવવામા આવશે જેથી લોકો તેમનો મોબાઈલ ફોન સુરક્ષિત મુકી શકે અને ચિંતામુક્ત થઈને ભગવાનના દર્શન કરી શકે. દેશના સુપ્રસિધ્ધ મંદિરમા સામાન્ય રીતે આ પ્રકારની સુવિધા જોવા મળે છે.
મંદિરની સુરક્ષા કર્મચારીની નિમણૂક કરવામા આવશે

કોર્ટના આદેશ મુજબ નિયમનુ પાલન યોગ્ય થવુ જોઈએ. નિયમનુ પાલન સારી રીતે થાય તે માટે સુરક્ષા કર્મચારીમા વધારો કરવામા આવશે. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચે ‘હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ ડિપાર્ટમેન્ટ’ને આ આદેશનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સંદર્ભમાં, થૂથુકુડીમાં તિરુચેન્દુરના શ્રી સુબ્રમણિયા સ્વામી મંદિરના એમ. સીતારામન દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમને અરજીમા મંદિરોમા મોબાઈલ પર પ્રતિબંધની માંગ કરી હતી જેથી ભક્તો મંદિરમા ફોટા અને વિડીયોગ્રાફી ન કરી શકે. તેમના મત મુજબ આ આગમ નિયમો ના વિરુદ્ધમા છે અને સુરક્ષાને હાનિ પોંહચાડી શકે છે.
લોકર રુમમા મોબાઈલ મુકી શકાશે

સીતારમને કહ્યુ કે દર્શન માટે આવેલી મહિલાઓની પરવાનગી વગર તેમના ફોટા પાડવામા આવે છે. જેનો લોકો દુર ઉપયોગ કરી શકે છે. અરજીકર્તા એ કહ્યુ કે ધાર્મિક પવિત્રતા અને સુરક્ષાને ધ્યાનમા રાખતા મદુરાના મીનાક્ષી સુંદરેશ્વર મંદિરમા મોબાઈલ પર પ્રતિબંધ કરવામા આવ્યો હતો અને મંદિર પરિસરની બહાર લોકર રુમમા પોતાનો ફોન સુરક્ષિત મુકી શકે તેવી વ્યવસ્થા કરવામા આવેલ છે જેથી લોકો ચિંતા વગર મંદિરમા ભગવાનના દર્શન કરી શકે છે.મોબાઈલ લોકરમા મુકવાની એક આગવી પ્રક્રિયા હશે જેથી ફોનની સુરક્ષા બની રહે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.