Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીની યાદી આવી સામે, કેજરીવાલ કે યોગી નહીં પરંતુ આ મુખ્યમંત્રી પ્રથમ ક્રમાંકે

જ્યારે ભારતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીની જ્યારે પણ વાત આવે છે ત્યારે આપણા મનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે પછી અરવિંદ કેવજરીવાલનું નામ આવે છે. પરંતુ વાસ્તવિકતામાં એવું છે નહીં. હાલમાં ભારતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીની યાદી બહાર પાડવામાં આવી છે....
દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીની યાદી આવી સામે  કેજરીવાલ કે યોગી નહીં પરંતુ આ મુખ્યમંત્રી પ્રથમ ક્રમાંકે

જ્યારે ભારતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીની જ્યારે પણ વાત આવે છે ત્યારે આપણા મનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે પછી અરવિંદ કેવજરીવાલનું નામ આવે છે. પરંતુ વાસ્તવિકતામાં એવું છે નહીં. હાલમાં ભારતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીની યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદી એક સર્વે અનુસાર તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં પ્રથમ ક્રમાંકે ઓડીશાના મુખ્યમંત્રીનું નામ આવે છે. આ યાદીમાં અન્ય કયા મુખ્યમંત્રીનું નામ છે ચાલો જાણીએ.

Advertisement

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી 

ભારતના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રીની યાદીમાં સૌથી પ્રથમ ક્રમાંકે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક છે. તેઓ સ્વીકાર્યતા અને લોકપ્રિયતાના સંદર્ભમાં દેશમાં નંબર-1 મુખ્યમંત્રી છે. સર્વે અનુસાર નવીન પટનાયકની લોકપ્રિયતા રેટિંગ 52.7 ટકા છે. તેઓ સતત પાંચ ટર્મ સુધી ઓડિશાના મુખ્યમંત્રી રહ્યા છે. બીજેડીના નવીન પટનાયક ચામલિંગ અને જ્યોતિ બસુ પછી સતત પાંચ ટર્મ માટે મુખ્યમંત્રી બનેલા ત્રીજા નેતા છે.

Advertisement

મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથની લોકપ્રિયતામાં વધારો 

Advertisement

આ યાદીમાં દ્વિતીય ક્રમાંકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવે છે. તેઓને આ સર્વેમાં 51.3 ટકા લોકપ્રિયતા રેટિંગ મળી છે. યોગી આદિત્યનાથ બે ટર્મથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યા છે. તેમના નામની લોકપ્રિયતા ઉત્તર પ્રદેશની બહાર પણ ઘણી છે. યોગી આદિત્યનાથની સમગ્ર ભારતમાં લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમનું શાસનનું નવું મોડલ છે. તેમનું શાસનનું મોડેલ કાયદો અને વ્યવસ્થા પર કડક વલણ સાથે હિન્દુત્વની રાજનીતિનું મિશ્રણ કરે છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાદ આ યાદીમાં ટોપ 3 માં ત્રીજા ક્રમાંકે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા આવે છે. આ સર્વેમાં હિમંતા બિસ્વા સરમાને 48.6 ટકા રેટિંગ મળ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચોથા ક્રમાંકે 

આ યાદીમાં ટોપ 5 માં ચોથા ક્રમાંકે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નામ આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ સર્વે અનુસાર 42.6 ટકા રેટિંગ મળ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી બાદ આ યાદીમાં પાંચમા ક્રમે ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાનું નામ આવે છે. તેમણે 41.4 ટકા લોકપ્રિયતા રેટિંગ મળી છે.

આ પણ વાંચો -- સગી પૌત્રીની છેડતી કરનાર નાનાને કોર્ટે ફટકારી સજા

Tags :
Advertisement

.