Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP : રજૂઆત કરો પણ લેટર વાયરલ......!

BJP : ભાજપ (BJP ) ના ધારાસભ્યોએ પ્રજાની સમસ્યા અંગેના લખેલા લેટરની ભાજપ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. ધારાસભ્યોના લેટર બોમ્બ અંગે પક્ષ હવે સતર્ક બન્યો છે અને ધારાસભ્યોને ખાસ સુચના અપાઇ છે. કુમાર કાનાણી અને સંજય કોરડિયાએ લખ્યા...
bjp   રજૂઆત કરો પણ લેટર વાયરલ

BJP : ભાજપ (BJP ) ના ધારાસભ્યોએ પ્રજાની સમસ્યા અંગેના લખેલા લેટરની ભાજપ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. ધારાસભ્યોના લેટર બોમ્બ અંગે પક્ષ હવે સતર્ક બન્યો છે અને ધારાસભ્યોને ખાસ સુચના અપાઇ છે.

Advertisement

કુમાર કાનાણી અને સંજય કોરડિયાએ લખ્યા હતા પત્રો

તાજેતરમાં વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્રને પત્ર લખી અધિકારીઓના કાન આમળ્યા હતા. પ્રજાહિતના કામો કરાવવામાં હંમેશા અગ્રેસર રહેતા કુમાર કાનાણીએ આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્ર માટે વાલી- વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી મુદ્દે યોગ્ય વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેકટરને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઉપરાંત ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ સમસ્યા મુદ્દે તંત્રને ટકોર કરીને પત્ર લખ્યો હતો.

તમે રજૂઆત કરો પણ લેટર વાયરલ ના થાય તેનું ધ્યાન રાખો

જો કે હવે ભાજપના ધારાસભ્યોના લેટર બોમ્બ વાયરલ થતાં પક્ષ સતર્ક બન્યો છે. સુત્રોએ દાવો કર્યો કે પક્ષ દ્વારા તમામ ધારાસભ્યોને ખાસ સૂચના અપાઇ છે. ધારાસભ્યોને કહેવાયું છે કે તમે રજૂઆત કરો પણ લેટર વાયરલ ના થાય તેનું ધ્યાન રાખો.

Advertisement

ધારાસભ્યોના પત્રો વાયરલ થયા હતા

ઉલ્લેખનિય છે કે સરકારી તંત્રની ટીકા અને અધિકારીઓના વર્તનને લઇને ધારાસભ્યોએ પત્ર લખ્યા હતા અને પત્રમાં પ્રજાની સમસ્યા અને અધિકારીરાજનો ઉલ્લેખ કર્યો હતો. આ લેટર વાયરલ થતાં ચર્ચાનો મુદ્દો ઉભો થયો હતો.

આ પણ વાંચો-----SURAT : કુમાર કાનાણીએ શા માટે લખવો પડ્યો જિલ્લા કલેકટરને પત્ર, વાંચો અહેવાલ

Advertisement

આ પણ વાંચો----Surat : ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ

આ પણ વાંચો----- Monsoon: ગરમીમાં ખુશ થઇ જાવ તેવા આવ્યા સમાચાર..!

Tags :
Advertisement

.