Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : બોપલ વિસ્તારમાં બન્યો લૂંટ વિથ ગેંગ રેપનો બનાવ, 5 આરોપી બનાસકાંઠામાંથી ઝડપાયા

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં લૂંટના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક વખત શહેરના પોશ વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. પરંતુ આ વખતે માત્ર લૂંટ નહિ પણ સાથે 19 વર્ષિય ઘરઘાટી તરીકે કામ...
06:03 PM Nov 03, 2023 IST | Vipul Pandya

અહેવાલ--પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં લૂંટના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક વખત શહેરના પોશ વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે. પરંતુ આ વખતે માત્ર લૂંટ નહિ પણ સાથે 19 વર્ષિય ઘરઘાટી તરીકે કામ કરતી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ પણ આચર્યું છે.

19 વર્ષિય ઘરઘાટી તરીકે કામ કરતી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

ગત મોડી રાત્રે બોપલ વિસ્તારમાં આવેલા એક નિર્માણાધિન ફ્લેટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા 5 લોકોએ સાથે મળીને મોડી રાત્રે ફ્લેટમાં વીજ પ્રવાહ કાપી નાખ્યો હતો અને એ જ ફ્લેટમાં એકલી રહેતી 2 મહિલાના ઘરમાં આ 5 સિક્યુરિટી ગાર્ડ ઘૂસી ગયા હતા. અંદર ગયા પછી આ 5 સિક્યોરિટી ગાર્ડ બળજબરી કરીને ઘરમાં બંને યુવતીને બાંધી રાખી હતી. અને ઘરમાં લૂંટ ચલાવીને મકાન માલિક કે જેમની આશરે 41 વર્ષિય ઉંમરની યુવતીના પર્સમાંથી રોકડ રકમ અને બેંકના ડેબિટ કાર્ડ લઈ લેવામાં આવ્યા સાથે મોબાઈલ ફોનમાંથી UPI પેમેન્ટ પણ કરાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મહિલાની કાર લઈને ફરાર થયા હતા. આ શખ્સોએ 19 વર્ષિય ઘરઘાટી તરીકે કામ કરતી મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ પણ આચર્યું હતું અને કુલ મળીને આ 5 સિક્યુરિટી ગાર્ડ દ્વારા 3 લાખનાં મુદ્દા માલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

રાજ્યની પોલીસને એલર્ટ કરાઇ

બોપલ પોલીસને ઘટના અંગે જાણ થતાં તમામ સિક્યોરિટી ગાર્ડની પ્રાથમિક વિગતો રાજ્યના તમામ પોલીસ મથકે મોકલી આપવામાં આવી હતી.

બનાસકાંઠા LCBની ટીમે 5 શકમંદોની એક ખાનગી ટ્રાવેલ્સ બસમાંથી પકડ્યા

યુવતીના પર્સમાંથી લઈને ગયેલા ડેબિટ કાર્ડમાંથી એક સિક્યોરિટી ગાર્ડ દ્વારા બનાસકાંઠા નજીકથી રૂપિયા ઉપાડવામાં આવ્યા જેનું લોકેશન મળતા બનાસકાંઠા LCBની ટીમે 5 શકમંદોની એક ખાનગી ટ્રાવેલ્સની અંદર રાજસ્થાન તરફ જતા એરોમા સર્કલ નજીકથી તમામની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસ શરુ

બોપલ પોલીસે હાલ ગુનો નોંધવાની તજવીજ ચાલુ કરી છે. જેમાં ધાડ, લૂંટ, બળાત્કાર અને એટ્રો સીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવશે અને સાથે એક ટીમ તાત્કાલિક આરોપીને લેવા માટે બનાસકાંઠા રવાના થશે.

આ પણ વાંચો---ઈન્સ્ટાગ્રામથી પ્રેમી ઉપર વિશ્વાસ મૂકી અઢી વર્ષથી રિલેશનશિપમાં રહેતી યુવતીને ભારે પડ્યું

Tags :
AhmedabadBanaskanthaGang-RapepoliceRobbery
Next Article