Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હેલ્મેટ, ખોટી રીતે પાર્કિંગ જેવા ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું તો પડશે ભારે! High Court ની સરકારને કડક સૂચના

ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ મુદ્દે સુનાવણી રાજ્ય સરકારે વિગતો રજૂ કર્યા બાદ હાઈકોર્ટનું અવલોકન 3 વાર હેલ્મેટ વિના પકડાયા તો લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાય : HC Ahmedabad : રાજ્યમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ આજે હાઈકોર્ટે (Gujarat High...
હેલ્મેટ  ખોટી રીતે પાર્કિંગ જેવા ટ્રાફિક નિયમોનું પાલન ન કર્યું તો પડશે ભારે  high court ની સરકારને કડક સૂચના
  1. ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ મુદ્દે સુનાવણી
  2. રાજ્ય સરકારે વિગતો રજૂ કર્યા બાદ હાઈકોર્ટનું અવલોકન
  3. 3 વાર હેલ્મેટ વિના પકડાયા તો લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાય : HC

Ahmedabad : રાજ્યમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈ આજે હાઈકોર્ટે (Gujarat High Court) ચિંતા વ્યક્ત કરી હતી અને સાથે જ સરકારને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા કડક શબ્દોમાં સૂચના પણ આપી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આજે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓ મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે કેટલીક વિગતો પણ રજૂ કરી હતી. કોર્ટે સરકારને નિર્દેશ આપતા કહ્યું હતું કે, 3 વાર હેલ્મેટ વિના પકડાય તો લાઇસન્સ સસ્પેન્ડ કરી શકાય. ફિઝિકલનાં બદલે ઈ-ચલણ આપવાનું રાખો.

Advertisement

સરકારે કોર્ટમાં ટ્રાફિક કામગીરી અંગે વિગતો રજૂ કરી

ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) આજે રાજ્યની ટ્રાફિક સમસ્યાને લઈ સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર તરફથી કેટલીક વિગતો રજૂ કરવામાં આવી હતી. સરકારે કોર્ટમાં જણાવ્યું કે, રાજ્યમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે ચીફ સેક્રેટરીને તમામ વિભાગો સાથે સંકલન કરવા કહેવાયુ છે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ, ગેરકાયદે પાર્કિંગ, હેલ્મેટ સહિતનાં મુદ્દે કાર્યવાહી કરાઈ રહી છે. નિયત પોઈન્ટ પર ટ્રાફિક જવાન રાખવાની પણ સૂચના અપાઈ છે. સરકારે કોર્ટને જણાવ્યું કે, 9 ઓગસ્ટનાં રોજ અમદાવાદ CP અને JCP સાથે ચીફ સેક્રેટરી દ્વારા બેઠક યોજાઈ હતી. જ્યારે 21 ઓગસ્ટે ચીફ સેક્રેટરી દ્વારા હોમ સેક્રેટરી, CP અમદાવાદ સહિતનાં અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી.

આ પણ વાંચો - Ahmedabad : વધુ એક જાણીતા ગાયક કલાકાર વિરુદ્ધ ફરિયાદ, 15-20 ગાડીઓ લઈ હુમલો કરવા પહોંચ્યાનો આરોપ

Advertisement

1 થી 19 ઓગસ્ટ સુધીમાં 41,401 કેસ નોંધાયા

રાજ્ય સરકારે કોર્ટમાં (High Court) વધુ વિગત આપતા જણાવ્યું કે, ટ્રાફિક પોલીસ અમદાવાદ (Traffic Police Ahmedabad) દ્વારા 1 થી 19 ઓગસ્ટ સુધીમાં 41,401 કેસ નોંધાયા છે. જ્યારે ગેરકાયદે પાર્કિંગનાં 2100 કેસ નોંધાયા છે. ટ્રાફિક વિભાગનાં ફિલ્ડ અધિકારીઓ દ્વારા હેલ્મેટ ન પહેરનાર વાહનચાલકોને પણ જાગૃત કરાઈ રહ્યાં છે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ માટે ચોક્કસ લોકેશન પર પણ ટ્રાફિક પોલીસનાં કર્મચારીઓ ફરજ પર રખાયા છે. સરકારે કહ્યું કે, અમદાવાદ જેવી મેગા સિટીમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે લોકોનો સહકાર પણ જરૂરી છે.

Advertisement

3 વખત હેલ્મેટ વિના પકડાયા તો લાઇસન્સ સસ્પેન્ડ!

રાજ્ય સરકારનાં રિપોર્ટ પર હાઈકોર્ટે (High Court) કહ્યું કે, કોઈ વ્યક્તિ 3 વખત હેલ્મેટ વિના પકડાઈ તો નિયમ પ્રમાણે લાઇસન્સ (license) સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી શકાય છે. 3 વખત ટ્રાફિક નિયમનાં (Traffic Rules) ઉલ્લંઘન બાદ વાહનચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ ચોક્કસ દિવસ માટે સસ્પેન્ડ કરવા અંગે હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું હતું. કોર્ટે કહ્યું કે, ફિઝિકલનાં બદલે ઈ-ચલણ આપવા જોઈએ. ટ્રાફિક પોલીસમાં ખાલી જગ્યાઓ છે એવા સમયે તમારે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. અમને હજૂ પણ હેલ્મેટ મુદ્દે કોઈ જાગૃતતા જોવા નથી મળી રહીં. હાઈકોર્ટે ઉદાહરણ આપતા કહ્યું કે, દિલ્લી (Delhi) અને દેહરાદૂનમાં (Dehradun) કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વિના જોવા મળતી નથી.

આ પણ વાંચો - VADODARA : શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓના વાલીઓનો મોરચો પાલિકા પહોંચ્યો

આ સાથે પોલીસ વિભાગમાં (Traffic Police Department) ખાલી જગ્યાઓ મુદ્દે પણ હાઈકોર્ટે વિગતો માગી હતી. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ અને તેને ભરવા માટેનો રોડમેપ સાથે રિપોર્ટ રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો હતો. આ સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને મુખ્ય 4 મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવા નિર્દેશ કર્યા છે.

1. જે અધિકારી એફિડેવિટ (Affidavit) કરે છે તેમણે રોડ પર જઈ સ્ટડી કરવાની જરૂર છે. સ્ટડી બાદ એફિડેવિટ કરવી જોઈએ, નહીંતર એફિડેવિટ સવાલ-જવાબ વાળી જ બની રહેશે.
2. શહેરમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રકચરનાં 15 વર્ષનાં પ્લાનિંગ માટે એક્સપર્ટ બોડીની ઓળખ કરો.
3. પોલીસ વિભાગમાં મેન પાવર અંગે પણ વિચાર કરવાનું સૂચન કરાયું.
4. ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું પણ સૂચન કરાયું. જે હેઠળ બોડી કેમનો ઉપયોગ કરવાનું પણ સૂચન કરાયું હતું.

આ મામલે હવે આગળની સુનાવણી 6 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો - Ahmedabad : શિવાનંદ આશ્રમમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી, Gujarat First નાં એડિટર ડૉ. વિવેકકુમાર ભટ્ટને જગતગુરુએ સન્માનિત કર્યાં

Tags :
Advertisement

.