Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Deepfake પર સરકાર જલ્દી જ નિયમ અથવા કાયદો બનાવવાની કરી રહી છે તૈયારી

દિવસેને દિવસે ટેકનોલોજી આગળ વધી રહી છે. ત્યારે Deepfake આ શબ્દ તાજેતરમાં ઘણો ચર્ચામાં આવ્યો છે. જેની મદદથી કોઇ પણનો ચહેરો બદલીને તેને કોઇ અલગ જ એંગલથી પ્રસ્તુત કરી શકાય છે. જોકે, હવે આ મામલે સરકાર એક્શન મોડમાં હોય તેવું...
deepfake પર સરકાર જલ્દી જ નિયમ અથવા કાયદો બનાવવાની કરી રહી છે તૈયારી

દિવસેને દિવસે ટેકનોલોજી આગળ વધી રહી છે. ત્યારે Deepfake આ શબ્દ તાજેતરમાં ઘણો ચર્ચામાં આવ્યો છે. જેની મદદથી કોઇ પણનો ચહેરો બદલીને તેને કોઇ અલગ જ એંગલથી પ્રસ્તુત કરી શકાય છે. જોકે, હવે આ મામલે સરકાર એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, Deepfake મામલે કેન્દ્ર સરકાર 10 દિવસમાં નિયમ બનાવશે. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને કોમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે આ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે સંકેત આપ્યા છે કે ડીપફેક વીડિયોના મામલામાં સરકાર નવો નિયમ અથવા કાયદો બનાવી શકે છે.

Advertisement

સમાજ માટે હાનિકારક છે ડીપ ફેક : અશ્વિન વૈષ્ણવ

કેન્દ્ર સરકાર ડીપફેક અંગે ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં આ અંગેની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં AI કંપનીઓના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં ડીપફેક પર કાયદો બનાવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ડીપફેક લોકતાંત્રિક દેશો માટે નવા ખતરા તરીકે ઉભરી આવ્યું છે. આ માટે કંપનીઓ અને ઉત્પાદકો બંને સમાન રીતે જવાબદાર રહેશે. તેમણે કહ્યું કે આજની બેઠકમાં ચાર મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ડીપફેક કેવી રીતે શોધી શકાય? શું આવી સામગ્રીને વાયરલ થતા અટકાવી શકાય? મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવાની પણ વાત થઈ રહી છે જેથી પ્લેટફોર્મ અને અધિકારીઓને ડીપફેક અંગે એલર્ટ કરી શકાય અને પગલાં લઈ શકાય.

Advertisement

નવા નિયમો અથવા નવો કાયદો બનાવી શકે છે સરકાર

Advertisement

વૈષ્ણવે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે આજે જ નિયમનનો મુસદ્દો તૈયાર કરવાનું શરૂ કરીશું અને ડીપફેક સાથે વ્યવહાર કરવા માટે અમારી પાસે નવા નિયમો હશે. તે કાં તો હાલના માળખામાં સુધારો કરશે અથવા નવા નિયમો અથવા નવો કાયદો લાવશે." વૈષ્ણવે કહ્યું, "અમારી આગામી બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. આજે લીધેલા નિર્ણયો પર વધુ ચર્ચા કરવામાં આવશે." "ડ્રાફ્ટ રેગ્યુલેશનમાં શું સામેલ હોવું જોઈએ તેની પણ ચર્ચા કરવામાં આવશે." ડીપફેકમાં, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને, ફોટો અથવા વીડિયોમાં હાજર વ્યક્તિની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ બતાવવામાં આવે છે. તેમાં એટલી બધી સામ્યતા છે કે અસલી અને નકલી વચ્ચે ભેદ પાડવો ખૂબ મુશ્કેલ છે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ બોલિવૂડ કલાકારોને નિશાન બનાવતા કેટલાક 'ડીપફેક' વીડિયો સામે આવ્યા છે. આ અંગે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આનાથી નકલી સામગ્રી બનાવવા માટે ટેક્નોલોજી અને સાધનોના દુરુપયોગ અંગે પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે.

ડીપફેકે સરકારના નાકમાં દમ કર્યો 

તમે છેલ્લા ઘણા દિવસોથી ચહેરો બદલાયેલા વીડિયો જોયા જ હશે. આ એક એવી ટેકનોલોજી છે જેણે તાજેતરમાં સરકારના પણ નાકમાં દમ કરી દીધો છે. જીહા, આ ટેકનોલોજીના કારણે કોઇ પણ વ્યક્તિનો ચહેરો બદલીને કોઇ અન્યનો ચહેરો તેમા મુકી શકાય છે. નવાઈની વાત એ છે કે Deepfake ની મદદથી જે પણ વ્યક્તિનો ચહેરો બદલવામાં આવ્યો હોય તો તે વ્યક્તિ પણ તેને જોઇ માથું ખંજવાળવા લાગે છે. કારણ કે તે એટલો રિયલ લાગે છે. હવે આ પ્રકારની ટેકનોલોજીને કાબુમાં લેવા માટે સરકાર નવા નિયમો અને કાયદો બનાવવાનું વિચારી રહી હોય તેવું સુત્રો જણાવી રહ્યા છે.

PM મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડીપફેક મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. થોડા દિવસો પહેલા PM મોદીનો ગરબા રમતા એક વીડિયો વાયરલ થયો હતો. જ્યારે તેમણે ક્યારેય ગરબા રમ્યા નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગઈકાલે યોજાયેલી G-20ની વર્ચ્યુઅલ બેઠકમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગંભીરતા બતાવતા તેમણે કહ્યું કે આ પ્રકારની વસ્તુ ખતરનાક બની શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં AIના નકારાત્મક ઉપયોગ અંગે ચિંતા વધી છે. ભારત આ મામલે સ્પષ્ટ વિચાર ધરાવે છે કે આપણે તેના વૈશ્વિક નિયમન અંગે સાથે મળીને કામ કરવું જોઈએ. ડીપફેક સમાજ અને વ્યક્તિ માટે જોખમી છે. PM એ કહ્યું કે આવતા મહિને ઇન્ડિયા ગ્લોબલ AI પાર્ટનરશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તમારા બધાના સહયોગની પણ અપેક્ષા છે.

આ પણ વાંચો - Delhi Crime : 350 રૂપિયા માટે 16 વર્ષના કિશોરે છરી વડે 100 વખત કર્યા ઘા, CCTV ફૂટેજ જોતા જ પોલીસ પણ ચોંકી ઉઠી…

આ પણ વાંચો - Jammu kashmir : રાજૌરી એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર ઠાર, સુરક્ષાદળોને મળી સફળતા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.