Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવે નહીં ચાલે ગુજરાત હાઈકોર્ટમાં ક્રમ બદલવાની રમત

છેલ્લાં કેટલાય વર્ષોથી ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) માં ચાલતી એક રમત તાજેતરમાં સામે આવી છે. હાઈકોર્ટના સૌથી સંવદેનશીલ વિભાગમાં જ રેકર્ડ સાથે ચેડા કરવાના એક ગોટાળાનો પર્દાફાશ થયો છે. હાઈકોર્ટમાં કેસનો ક્રમ બદલવાની રમત પકડાઈ છે. હાઈકોર્ટ જસ્ટિસ...
02:45 PM Nov 15, 2023 IST | Bankim Patel

છેલ્લાં કેટલાય વર્ષોથી ગુજરાત હાઈકોર્ટ (High Court of Gujarat) માં ચાલતી એક રમત તાજેતરમાં સામે આવી છે. હાઈકોર્ટના સૌથી સંવદેનશીલ વિભાગમાં જ રેકર્ડ સાથે ચેડા કરવાના એક ગોટાળાનો પર્દાફાશ થયો છે. હાઈકોર્ટમાં કેસનો ક્રમ બદલવાની રમત પકડાઈ છે. હાઈકોર્ટ જસ્ટિસ સંદીપ ભટ્ટે (Justice Sandip Bhatt) આ રમત સાથે જોડાયેલા તત્વોની તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. સાથે જ કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય તેની તકેદારી રાખવા પણ કહ્યું છે.

કેવી રીતે ગોલમાલ સામે આવી ? : ઓક્ટોબર-2019 ના રોજ ACB ના હાથે પ્રેક્ટિસિંગ એડવોકેટ અને કોર્ટ કમિશનર (Practicing Advocate and Court Commissioner) ધર્મેશ જીવણલાલ ગુર્જર રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા (State Bank of India) ના બાકી લેણા માટે મિલકતની હરાજીની રકમ વધારવા અને જાહેર કરેલા ઓકશનને બંધ રાખવા DRT (Debts Recovery Tribunal) માં કરાયેલી અરજી પર ડિફોલ્ટર હિમાંશુ વારિયા (Himanshu Varia) ની તરફેણમાં કાર્યવાહી કરવા પેટે ધર્મેશ જે. ગુર્જરે લાંચ લીધી હતી. આ મામલે થયેલી ફરિયાદને રદ કરાવવા ACB ના આરોપી ધર્મેશ જે. ગુર્જરે હાઈકોર્ટમાં કવૉશિંગ પિટિશન (Quashing Petition) કરી હતી. જેની સુનાવણી ના થાય તે માટે ધર્મેશ જે. ગુર્જરે હાઈકોર્ટના રેકર્ડ સાથે ચેડાં કરી છળકપટનો ખેલ ખેલ્યો હતો. જસ્ટીસ સંદીપ ભટ્ટની કોર્ટમાં સિરિયલ નંબર 8 પર રહેલો કેસ 200 નંબર પર લઈ જવાયો હતો. આ બાબત જસ્ટીસ સંદીપ ભટ્ટના ધ્યાને આવતા રજિસ્ટ્રી વિભાગ (Registry Department) માં ચાલતી ગોલમાલનો પર્દાફાશ થયો.

શું તકેદારી લેવાઈ ? : લાંચીયા વકીલ ધર્મેશ જે. ગુર્જરના કેસમાં થયેલા ગોટાળા બાદ હાઈકોર્ટે આંખ લાલ કરી છે. હાઈકોર્ટમાં ચાલતી પોલમપોલનો મામલો રેકર્ડ પર આવતાની સાથે જ રજિસ્ટ્રી વિભાગના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરા (CCTV Camera) લગાવવા આદેશ આપી દેવાયો છે. હાઈકોર્ટની કાર્યવાહીમાં પારદર્શિતા લાવવા માટે સિવિલ એપ્લિકેશન ફૉર ફિક્સિંગ ડેટ (Civil Application for Fixing Date) પણ શરૂ કરી દેવાઈ છે. જે કેસમાં તારીખ ના પડતી હોય તેવા જૂના મામલાઓ તેમજ જે કેસ ઓર્ડર પર રાખવાનો હોય અથવા તો કેસ ચલાવવાનો હોય તેવા તમામ કેસની તારીખ ઓનલાઈન એપ્લિકેશન થકી મેળવવાની રહેશે. હવેથી રજિસ્ટ્રી વિભાગના કેટલાંક ગોઠવણીયા કર્મચારીઓની ગોઠવણ ચાલશે નહીં. સપ્ટેમ્બર-2023થી અમલમાં આવેલી આ પદ્ધતિ ધર્મેશ જે. ગુર્જરના મામલા બાદ તુરંત અમલમાં લાવવા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે (Chief Justice Sunita Agarwal) આદેશ કર્યો છે.

આ પણ વાંચો : Gujarat Police : IPS સુરોલિયા આઉટ ઑફ ટર્ન પ્રમોશનની શરૂઆત કરાવવામાં નિમિત્ત બન્યાં

Tags :
Advocate Dharmesh J GurjarBankim PatelBankim Patel AhmedabadBankim Patel JournalistBankim Patel ReporterChief JusticeChief Justice Sunita AgarwalCourt NewsDebts Recovery TribunalDRTGujarat ACBGujarat FirstGujarat NewsHigh Court of GujaratHimanshu VariaJustice Sandip BhattPracticing Advocate and Court CommissionerQuashing PetitionRegistry DepartmentReporter BankimState Bank of IndiaVaria Group
Next Article