Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM MODI એ ગુજરાતને આપી મોટી ગિફ્ટ...

કેન્દ્ર સરકારની ગુજરાત રાજ્યને મોટી ભેટ કેબિનેટની બેઠકમાં PM મોદીનો મોટો નિર્ણય અમદાવાદથી થરાદ વચ્ચે બનશે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન મોદીનો માન્યો આભાર PM MODI : કેન્દ્ર સરકારે ગુજરાતને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર...
07:52 AM Aug 03, 2024 IST | Vipul Pandya
Highway Projects pc google

PM MODI : કેન્દ્ર સરકારે ગુજરાતને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કુલ 936 કિલોમીટરની લંબાઇ સાથે 8 નેશનલ હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. જેમાં અમદાવાદથી થરાદ વચ્ચે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કહ્યું કે આ 8 હાઈવે પ્રોજેક્ટ્સ પર કુલ 50,655 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

અમદાવાદથી થરાદ વચ્ચે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માદરે વતન ગુજરાત રાજ્યને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો હતો કે જેમાં અમદાવાદથી થરાદ વચ્ચે સિક્સ લેન હાઇસ્પીડ કોરિડોર બનાવવામાં આવશે.
કેબિનેટ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાની દિશામાં આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

50 હજાર કરોડથી વધુના ખર્ચે 936 કિમીના 8 મહત્વના પ્રોજેકટને મંજૂરી

કેબિનેટની બેઠકમાં 50 હજાર કરોડથી વધુના ખર્ચે 936 કિમીના 8 મહત્વના પ્રોજેકટને મંજૂરી અપાઇ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય વિશે જાણકારી આપી હતી.

આ પણ વાંચો----Gujarat Govt. : "મહિલાઓની સુરક્ષા રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા"

થરાદ-અમદાવાદ સિક્સ લેન હાઇવેની ખાસિયતો

સરકારનો ઉદ્દેશ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધારવા અને ભીડ ઘટાડવાનો

કેન્દ્રીય માહિતી પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શક્ય હોય ત્યાં સુધી પ્રોજેક્ટ્સને બ્રાઉનફિલ્ડ્સ સાથે જોડવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ સાથે સરકારનો ઉદ્દેશ લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા સુધારવા અને ભીડ ઘટાડવાનો છે. આ ઉપરાંત દેશભરમાં કનેક્ટિવિટી વધારવી પડશે.

8 હાઇસ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ

આ પણ વાંચો---Gujarat- અમદાવાદ મહાનગરપાલિકાના વરસાદી પાણીના સંગ્રહ અભિયાનને રાજ્ય સરકારની મદદ

આ પ્રોજેક્ટ્સને મંજૂરી મળી ગઈ છે

આ પ્રોજેક્ટ્સ સાથે, આગ્રા અને ગ્વાલિયર વચ્ચેનો મુસાફરીનો સમય 50 ટકા ઘટશે. ખડગપુર-મોરેગ્રામ કોરિડોર પશ્ચિમ બંગાળ અને ઉત્તર-પૂર્વની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં મોટી ભૂમિકા ભજવશે. કાનપુરની આસપાસના હાઇવે નેટવર્કને કાનપુર રિંગરોડ દ્વારા ભીડમાંથી મુક્ત કરવામાં આવશે.

પોર્ટ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સના ઓછા ખર્ચ માટે ગુજરાતમાં હાઇ સ્પીડ રોડ નેટવર્ક

રાયપુર રાંચી કોરિડોર પૂર્ણ થવાથી ઝારખંડ અને છત્તીસગઢના વિકાસને વેગ મળશે. પોર્ટ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સના ઓછા ખર્ચ માટે ગુજરાતમાં હાઇ સ્પીડ રોડ નેટવર્ક પૂર્ણ કરવા થરાદ અને અમદાવાદ વચ્ચે નવો કોરિડોર વિકસાવવામાં આવશે.

આ પણ વાંચો---- Gujarat Govt. : રાજ્યના ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય

Tags :
AhmedabadBanaskanthaBhupendra Patelcentral cabinet meetingcentral cabinet meeting decisionGujaratGujarat FirstHighway ProjectsNarendra Modipm modiSix lane high speed corridor between Ahmedabad to Tharadsix-lane high-speed corridorTharad
Next Article