Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kolkata Rape Case: ગેંગરેપ કે પછી.....આજે થશે સ્ફોટક ખુલાસો..!

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટના કોલકાતા રેપ-મર્ડર કેસમાં આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ સીબીઆઈની ટીમ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે કેટલા આરોપીઓએ દુષ્કર્મ કર્યું છે? ફોરેન્સિક રિપોર્ટમાં...
kolkata rape case  ગેંગરેપ કે પછી     આજે થશે સ્ફોટક ખુલાસો
  • કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યાની ઘટના
  • કોલકાતા રેપ-મર્ડર કેસમાં આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ
  • સીબીઆઈની ટીમ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે
  • કેટલા આરોપીઓએ દુષ્કર્મ કર્યું છે?
  • ફોરેન્સિક રિપોર્ટમાં શું જાણવા મળ્યું?

Kolkata Rape Case: કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યા (Kolkata Rape Case) ની ઘટના સામે એક સપ્તાહથી વધુ સમયથી દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે અને આરોપી સંજય રોયની ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી છે. કોલકાતા રેપ-મર્ડર કેસમાં આજે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કોલકાતા કેસમાં અત્યાર સુધીના નવીનતમ અપડેટ્સ શું છે.

Advertisement

સીબીઆઈની ટીમ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે

કોલકાતા રેપ-મર્ડર કેસની સુનાવણી ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં થશે. ગત સુનાવણી દરમિયાન કોર્ટે ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી હતી. ડોક્ટરોની સ્થિતિ જાણવા માટે સુપ્રીમ કોર્ટમાં નેશનલ ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવી હતી. કોલકાતા કેસમાં કડીઓ શોધી રહેલી સીબીઆઈની ટીમ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા જઈ રહી છે. રિપોર્ટ દ્વારા કોર્ટને જણાવવામાં આવશે કે અત્યાર સુધીની તપાસ ક્યાં સુધી પહોંચી છે અને આ જઘન્ય ગુનામાં એકમાત્ર સંજય રોય જ આરોપી છે કે નહીં.

આ પણ વાંચો--- Kolkata કેસની તપાસ આ બે "મર્દાની" ને સોંપાઇ , જે દુષ્કર્મીઓને...

Advertisement

કેટલા આરોપીઓએ દુષ્કર્મ કર્યું છે?

સીબીઆઈના સ્ટેટસ રિપોર્ટમાં માહિતી હોઈ શકે છે કે કેટલા આરોપીઓએ દુષ્કર્મ કર્યું છે? ફોરેન્સિક રિપોર્ટમાં શું જાણવા મળ્યું? કેસમાં પૂર્વ આચાર્ય સંદીપ ઘોષની શું ભૂમિકા છે? આરોપી સંજય રોયની પૂછપરછ દરમિયાન કયા સવાલોના જવાબ મળ્યા? પોલીસ તપાસમાં શું ખોટું થયું?

માનસ કુમાર બંદ્યોપાધ્યાયને આરજી કાર મેડિકલ કોલેજની જવાબદારી સોંપવામાં આવી

પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગે નેશનલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (NMCH)ના પ્રિન્સિપાલ તરીકે સંદીપ ઘોષની નિમણૂક રદ કરી છે. સુહરિતા પૌલને પણ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. માનસ કુમાર બંદ્યોપાધ્યાયને આરજી કાર મેડિકલ કોલેજની જવાબદારી સોંપવામાં આવી છે. એડીજી કુંદન કૃષ્ણન સહિત સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓએ પશ્ચિમ બંગાળ સરકારના આરોગ્ય સચિવ એનએસ નિગમ, આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ અને કોલકાતા પોલીસ અધિકારીઓ સાથે સીઆઈએસએફ જવાનોની તૈનાતી, સુરક્ષા પગલાં અને અન્ય પાસાઓ અંગે બેઠક યોજી છે.

Advertisement

કોલેજમાં લગભગ 150 CISF જવાનોને તૈનાત

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ RG કાર મેડિકલ કોલેજમાં લગભગ 150 CISF જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોલકાતાની સરકારી હોસ્પિટલમાં CISFની તૈનાતી માટે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો.

સૌરવ ગાંગુલી વિરોધ પ્રદર્શનમાં જોડાયા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને તેમની પુત્રી સના ગાંગુલીએ આરજી કાર મેડિકલ કોલેજમાં દુષ્કર્મ-હત્યા કેસના વિરોધમાં ભાગ લીધો હતો. ગાંગુલી પણ આ વિસ્તારમાં રહે છે. તેમણે મીડિયા સાથે વાત કરી ન હતી, પરંતુ તે મીણબત્તી પ્રગટાવીને પીડિતા માટે ન્યાયની માંગણી કરતા જોવા મળ્યા હતા. સૌરવ ગાંગુલીની પુત્રી સનાએ કહ્યું, "અમને ન્યાય જોઈએ છે, આ બંધ થવું જોઈએ. અમે દરરોજ કોઈને કોઈ રેપ કેસ વિશે સાંભળીએ છીએ અને અમને ખરાબ લાગે છે કે 2024માં પણ આવું થઈ રહ્યું છે." ગાંગુલીની પત્ની ડોનાએ કહ્યું, "દરરોજ આપણે સમાચાર સાંભળીએ છીએ કે ક્યાંક ને ક્યાંક કોઈ મહિલા પર બળાત્કાર થઈ રહ્યો છે. અમે દરેક વ્યક્તિ માટે સુરક્ષિત સમાજ ઈચ્છીએ છીએ."

આ પણ વાંચો---- Kolkata doctor Murder Case: એક મોટું અને ઊંડું કાવતરું...!

રાજ્યપાલ સીવી આનંદ બોઝ ઉત્તર 24 પરગણા પહોંચ્યા

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ ઉત્તર 24 પરગણા પહોંચ્યા અને પીડિત પરિવારને મળ્યા. તેણે કહ્યું, "હું (પીડિતાના) માતા-પિતાને મળવા અને તેમની લાગણીઓને સમજવા માટે સીધો દિલ્હીથી અહીં આવ્યો હતો. તેઓએ મને કેટલીક બાબતો જણાવી હતી. હું તેમને હવે ગુપ્ત રાખીશ. મારી પાસે જે માહિતી છે તેના આધારે હું પત્ર લખી રહ્યો છું. સીલબંધ પરબીડિયામાં લખીને મુખ્યમંત્રીને મોકલીશ, બાકીની ચર્ચા પછી કરીશ.

નાણાકીય અનિયમિતતાઓનો આક્ષેપ

આરજી કારના ભૂતપૂર્વ નાયબ અધિક્ષક ડૉ. અખ્તર અલીએ હાઈકોર્ટમાં અરજી કરી, સંદીપ ઘોષ સામે ED તપાસની માગણી કરી, હોસ્પિટલમાં તેમના કાર્યકાળ દરમિયાન નાણાકીય અનિયમિતતાઓનો આક્ષેપ કર્યો. કોર્ટે અરજી દાખલ કરવાની પરવાનગી આપી હતી, જેની સુનાવણી આ સપ્તાહના અંતમાં થવાની શક્યતા છે.

આ પણ વાંચો---- Post Mortem : હવસની આગ બુઝાવ્યા બાદ પીડિતાને....

Tags :
Advertisement

.