Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

World Cup 2023 માં સૌથી પ્રભાવશાળી બોલિંગ કરનાર ટીમ ઈન્ડિયાના આ બોલરને મળી શકે છે Arjun Award

World Cup 2023 માં ટીમ ઈન્ડિયાએ સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કરી સૌ કોઇનું દિલ જીતી લીધું હતું. જોકે, વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા ન જીતી શકી તે વાતથી આજે પણ ફેન્સ નાખુશ છે. હવે આ જ ટીમના એક ખેલાડી કે જેણે પોતાના...
world cup 2023 માં સૌથી પ્રભાવશાળી બોલિંગ કરનાર ટીમ ઈન્ડિયાના આ બોલરને મળી શકે છે arjun award

World Cup 2023 માં ટીમ ઈન્ડિયાએ સૌથી પ્રભાવશાળી પ્રદર્શન કરી સૌ કોઇનું દિલ જીતી લીધું હતું. જોકે, વર્લ્ડ કપ ટીમ ઈન્ડિયા ન જીતી શકી તે વાતથી આજે પણ ફેન્સ નાખુશ છે. હવે આ જ ટીમના એક ખેલાડી કે જેણે પોતાના પ્રદર્શનથી સૌ કોઇને ચોંકાવી દીધા હતા તેને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડની રેસમાં સામેલ કરવામાં આવ્યો છે. શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ફાસ્ટ બોલરને એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે.

Advertisement

અર્જુન એવોર્ડ માટે શમીના નામની ભલામણ

Advertisement

ભારતીય ક્રિકેટ ટીમને ગયા મહિને યોજાયેલા ICC ODI વર્લ્ડ કપ 2023માં ભલે ટાઈટલ ન મળ્યું હોય, પરંતુ આ વર્લ્ડ કપ ઘણી રીતે ખૂબ જ સફળ રહ્યો હતો, જ્યાં ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું. વર્લ્ડ કપમાં મોહમ્મદ શમીના શાનદાર પ્રદર્શન બાદ ચારેબાજુથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. જણાવી દઇએ કે, મોહમ્મદ શમી ICC ODI વર્લ્ડ કપ 2023માં પોતાના શાનદાર પ્રદર્શન બાદ સતત ચર્ચામાં છે. દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર શમી અર્જુન એવોર્ડ મેળવવાની રેસમાં હોવાના સમાચાર મળ્યા છે. વર્લ્ડ કપ 2023માં તેના પ્રદર્શનને પગલે પસંદગી સમિતિએ આ વર્ષના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ માટે શમીના નામની ભલામણ કરી છે.

Advertisement

BCCI એ કરી ભલામણ

આ દરમિયાન, ભારતના આ સ્ટાર ફાસ્ટ બોલર માટે એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે, જ્યાં તેને દેશના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક અર્જુન એવોર્ડ માટે સામેલ કરવામાં આવ્યો છે. બુધવારે મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડની રેસમાં તક મળી. જ્યાં BCCI એ અર્જુન એવોર્ડ માટે આ દિગ્ગજ ઝડપી બોલરના નામની ભલામણ કરી છે. ANI ના અહેવાલ મુજબ, BCCI એ ખાસ કરીને રમત મંત્રાલયને મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ આપવા વિનંતી કરી છે. અગાઉ શમીનું નામ એવોર્ડ મેળવનાર ખેલાડીઓની યાદીમાં નહોતું. 33 વર્ષીય ખેલાડીએ ભારતમાં તાજેતરની મેગા ઇવેન્ટમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. શમી હાલમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પરત ફરશે. વર્કલોડ મેનેજમેન્ટને કારણે તેને વ્હાઇટ-બોલ ગેમ્સથી દૂર રાખવામાં આવી શકે છે. જ્યારે શમી 26 ડિસેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં જોવા મળી શકે છે.

12 સભ્યોની સમિતિની રચના

રમતગમત મંત્રાલયે આ વર્ષના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ અને અર્જુન એવોર્ડ નક્કી કરવા માટે 12 સભ્યોની સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ એએમ ખાનવિલકર આ સમિતિનું નેતૃત્વ કરશે. તેમના સિવાય હોકી ખેલાડી ધનરાજ પિલ્લય, ભૂતપૂર્વ ટેબલ ટેનિસ ખેલાડી કમલેશ મહેતા, ભૂતપૂર્વ બોક્સર અખિલ કુમાર, મહિલા શૂટર અને વર્તમાન રાષ્ટ્રીય કોચ શુમા શિરુર, ભૂતપૂર્વ ક્રિકેટર અંજુમ ચોપરા, બેડમિન્ટન ખેલાડી તૃપ્તિ મુરગુંડે અને પાવરલિફ્ટર ફરમાન પાશા પણ સમિતિમાં સામેલ છે.

શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું

ટીમ ઈન્ડિયાના આ ફાસ્ટ બોલરે વર્લ્ડ કપ 2023માં 7 મેચમાં 10.70ની એવરેજ અને 12.20ના સ્ટ્રાઈક રેટથી કુલ 24 વિકેટ લીધી હતી. આ સાથે તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. પોતાના અસાધારણ પ્રદર્શનના કારણે શમીએ ઈડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો - BCCI ટુર્નામેન્ટમાં રાહુલ દ્રવિડનો પુત્ર 0 પર જ્યારે વીરેન્દ્ર સેહવાગના દીકરાએ ફટકાર્યા આટલા રન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.