Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાકિસ્તાનમાં ભયાનક Bomb Blast, 35 થી વધુના મોત, 200 થી વધુ ઈજાગ્રસ્ત

પાકિસ્તાનમાં એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ બ્લાસ્ટ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લાના ખાર તહસીલના JUI-F કન્વેન્શન સેન્ટરમાં થયો છે. આ બોમ્બ વિસ્ફોટમાં 35થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સાથે...
08:03 PM Jul 30, 2023 IST | Hardik Shah

પાકિસ્તાનમાં એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ બ્લાસ્ટ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લાના ખાર તહસીલના JUI-F કન્વેન્શન સેન્ટરમાં થયો છે. આ બોમ્બ વિસ્ફોટમાં 35થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સાથે જ આ બોમ્બ બ્લાસ્ટને કારણે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ભયાનક વિસ્ફોટમાં 35 થી વધુના મોત

મળતી માહિતી મુજબ, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમીયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ની બેઠક યોજાઈ રહી હતી. આ મીટીંગમાં હાજરી આપવા ઘણા કાર્યકરો આવ્યા હતા. આ દરમિયાન એક ભયાનક વિસ્ફોટ થયો હતો જેમા 35 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 200 થી વધુ લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. બોમ્બ વિસ્ફોટ બાદ પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, જ્યાં તેઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સભા સ્થળની અંદર થયો હતો. જોકે, પોલીસે હજુ સુધી બ્લાસ્ટના કારણની પુષ્ટિ કરી નથી.

ક્યારે થયો વિસ્ફોટ ?

JUI-F ખૈબર પખ્તુનખ્વાના પ્રવક્તા અબ્દુલ જલીલ ખાને પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝને જણાવ્યું હતું કે મૌલાના લૈક કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે સાંજે 4 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. પ્રાંતીય પ્રવક્તાએ કહ્યું કે કોન્ફરન્સ દરમિયાન JUI-F MNA મૌલાના જમાલુદ્દીન અને સેનેટર અબ્દુલ રશીદ પણ હાજર હતા. તેમણે પુષ્ટિ કરી કે JUI-F ના તહેસીલ ખાર અમીર મૌલાના ઝિયાઉલ્લાહ પણ મૃતકોમાં સામેલ છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલે દુઃખ વ્યક્ત કર્યું

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું કે, સંઘીય અને પ્રાંતીય સરકારોએ આતંકવાદીઓના સુત્રધારોને ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં બિલાવલે કહ્યું કે આતંકવાદના કાવતરાખોરોને ખતમ કરવાની જરૂર છે. જમાત-એ-ઈસ્લામીના અમીર સિરાજુલ હકે પણ વિસ્ફોટની નિંદા કરી અને કહ્યું કે તેનો હેતુ દેશમાં અરાજકતા ફેલાવવાનો હતો. તેમણે કહ્યું કે, આતંકવાદી તત્વો અને તેમના સુત્રધારો તેમની નાપાક મહત્વાકાંક્ષાઓમાં સફળ થઈ શકશે નહીં. હકે સરકારને વિસ્ફોટની તાત્કાલિક તપાસ કરાવવા વિનંતી પણ કરી હતી.

આ પણ વાંચો - Russia ની રાજધાની Moscow માં Ukraine એ કર્યો Drone Attack

આ પણ વાંચો - લાઈવ કોન્સર્ટમાં અમેરિકન સિંગર Cardi B એ ફેન્સને કેમ માર્યું માઈક ? Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bomb BlastBomb Blast in PakistanDeathInjuredPakistanpakistan newsTerrible Bomb Blast
Next Article