Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Telegram ના CEO અને સ્થાપક Pavel Durov ની અચાનક પેરિસ એરપોર્ટથી કરાઈ ધરપકડ, રશિયા-યુક્રેન યુદ્ધ સાથે...

Telegram ના CEO Pavel Durov ની પેરિસની બોર્જેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી પોલીસ તપાસના ભાગરૂપે ધરપકડ વોરંટ બાદ દુરોવને કસ્ટડીમાં લેવામાં આવ્યા દુરોવ તેના પ્રાઈવેટ જેટ દ્વારા અઝરબૈજાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો શનિવારે સાંજે Telegram મેસેજિંગ એપના...
08:04 AM Aug 25, 2024 IST | Harsh Bhatt

શનિવારે સાંજે Telegram મેસેજિંગ એપના અબજોપતિ સ્થાપક અને CEO Pavel Durov ની પેરિસની બોર્જેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. સામે આવી રહેલા અહેવાલના અનુસાર, દુરોવ તેના પ્રાઈવેટ જેટ દ્વારા અઝરબૈજાન જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આ ધરપકડ કરવામાં આવી હતી. Pavel Durov ની ધરપકડ બાદ હવે આ બાબત વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Telegram અને ગુનાહિત પ્રવૃત્તિઓ

પોલીસ તપાસના ભાગરૂપે ધરપકડ વોરંટ બાદ દુરોવને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તપાસ ટેલિગ્રામ પર મધ્યસ્થીઓના અભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેનો લાભ લઈ કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓ કોઈપણ પ્રકારના અવરોધ વિના ચાલતી રહી હતી. મળતી વિગતના અનુસાર, Pavel Durov રશિયન મૂળ ધરાવતા હોવા છતાં, તે હાલમાં દુબઈ સ્થિત છે. 2014માં તેણે રશિયા છોડી દીધું હતું, જ્યારે તેના સ્વમાલિકીની VKontakte (VK) પ્લેટફોર્મ પર વિપક્ષી સમુદાયોના અવાજને દબાવવાના રશિયન સરકારના આદેશોને પૂર્ણ કરવા તેણે ઈનકાર કર્યો હતો. VK પ્લેટફોર્મ બાદ, તેણે ટેલિગ્રામની સ્થાપના કરી, જે હાલમાં ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ટિકટોક અને વીચેટ પછી વિશ્વમાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. ટેલિગ્રામનું લક્ષ્ય 2025 સુધીમાં એક અબજ યુઝર્સ સુધી પહોંચવાનું છે.

રશિયા-યુક્રેન યુદ્ધ સાથે કેવી રીતે સંકળાયું Telegram

2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી, Telegram યુદ્ધ સંબંધિત 'અનફિલ્ટર સામગ્રી' માટેનું મુખ્ય માધ્યમ બની ગયું છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને તેમની સરકારના અધિકારીઓ ટેલિગ્રામનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે મોખરે કરે છે, જ્યારે ક્રેમલિન અને રશિયન સરકાર પણ પોતાના સમાચાર શેર કરવા માટે ટેલિગ્રામનો ઉપયોગ કરે છે. માટે આ એપ યુદ્ધની બાબતો માટે મોકળું મેદાન બની ગયું હોવાના કારણે તેમને ગિરફતાર કરવામાં આવ્યા છે. જો કે અત્યાર સુધી, ટેલિગ્રામ તરફથી આ ધરપકડ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી, અને ફ્રેન્ચ ગૃહ મંત્રાલય તથા પોલીસ તરફથી પણ કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.

આ પણ વાંચો : ટેસ્લામાં કામ કરવું એ નબળા હૃદયના વ્યક્તિઓનું કામ નથી: Tesla Ex-VP

Tags :
arrestedCEOFranceGujarat FirstInternationalParisPavel DurovTelegram
Next Article