ટીમ ઈન્ડિયાના આ મેચ વિનર ખેલાડીને અચાનક હોસ્પિટલમાં કરાયો દાખલ, પાકિસ્તાન વિરુદ્ધ મેચમાં નહીં મળે જોવા
વર્લ્ડ કપ 2023 ભારતની શરૂઆત થઇ ગઇ છે. જેમા તમામ ટીમોએ પોતાની એક મેચ રમી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પણ પોતાની પહેલી મેચ રમી લીધી છે જેમા તેણે ઓસ્ટ્રેલિયાને શાનદાર રમત બતાવતા હરાવ્યું છે. જોકે, આ મેચમાં એક મજબૂત ખેલાડીને લોકોએ ખૂબ યાદ કર્યો હતો, જેનું નામ શુભમન ગિલ છે. જીહા, તે પહેલી મેચ રમી શક્યો નહતો. તે સમયે માહિતી મળી રહી હતી કે શુભમન ગિલ પહેલી મેચ બાદ તમામ મેચો રમી શકશે પણ હવે જે સમાચાર સામે આવી રહ્યા છે જે ક્રિકેટ ફેન્સને દુઃખી કરી શકે છે.
અફઘાનિસ્તાન વિરુદ્ધ નહીં રમે આ ખેલાડી
વર્લ્ડ કપ 2023 ની પહેલી મેચ રમતા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવી આ મેગા ટૂર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી છે. હવે ભારતીય ટીમ વર્લ્ડ કપની પોતાની બીજી મેચ માટે દિલ્હી પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાની બીજી મેચ આવતી કાલે એટલે કે 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ સાથે છે. આ મેચ પૂર્વે ટીમ ઈન્ડિયાને એક મોટો ફટકો લાગ્યો છે. મળતી માહિતી અનુસાર, ટીમ ઈન્ડિયાનો સૌથી મજબૂત ગણાતો ખેલાડી શુભમન ગિલ અફઘાનિસ્તાન સામે રમાનાર બીજી મેચમાં ભાગ નહીં લે. તેના વગર ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. યંગ ગિલ હાલમાં બીમાર છે. BCCI એ સોમવારે પુષ્ટિ કરી કે ગિલ ચેન્નાઈમાં જ રહેશે. અફઘાનિસ્તાન સામેની મેચ માટે તે ભારતીય ટીમ સાથે દિલ્હી જશે નહીં.
શુભમન ગિલ ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ
ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ વધી રહી છે. ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુને કારણે ઓસ્ટ્રેલિયા સામેની મેચ રમી શક્યો નહોતો. હવે તે અફઘાનિસ્તાન સામેની મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. સોમવારે તેના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા, જેના કારણે તેને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હવે તેના માટે 14 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચમાં રમવું મુશ્કેલ છે. શુભમન હાલમાં કાવેરી હોસ્પિટલમાં દાખલ છે. એક અહેવાલ મુજબ, ભારતના ઓપનરને સોમવારે સવારે કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અત્યારે તે ત્યાંના નિષ્ણાતોની દેખરેખ હેઠળ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ડૉક્ટર રિઝવાન ખાન, જે ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા હતા, તેઓ પણ હવે યુવા ઓપનરની સંભાળ લઈ રહ્યા છે.
BCCI એ શું કહ્યું ?
BCCI એ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, "ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન શુભમન ગિલ 9 ઓક્ટોબર, 2023ના રોજ ટીમ સાથે દિલ્હી નહીં જાય. ઓપનિંગ બેટ્સમેન જે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે ટીમની પ્રથમ મેચમાં નહોતો રમી શક્યો. જાણવા મળ્યું છે કે તે અફઘાનિસ્તાન સામેની ટીમની આગામી મેચમાં રમી શકશે નહીં, જે 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાવાની છે. તે ચેન્નાઈમાં જ રહેશે અને તબીબી ટીમના નિરીક્ષણ હેઠળ રહેશે. આ રીતે ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો કહી શકાય.
ઉલ્લેખનીય છે કે, વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચમાં ભારતીય ટીમનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. આ રોમાંચક મેચમાં ભારતીય ટીમ છ વિકેટે જીત મેળવવામાં સફળ રહી હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતે 10 ઓવરની અંદર તેની પ્રથમ ત્રણ મોટી વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે ચાર્જ સંભાળ્યો અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. જોકે, વર્લ્ડ કપની પહેલી મેચમાં ટીમમાં શુભમન ગિલની ગેરહાજરીએ ઇમ્પેક્ટ બતાવી હતી અને ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશન જલ્દી જ આઉટ થઇ ગયો અને પેવેલિયન પરત ફર્યો હતો.
આ પણ વાંચો - શું ન્યૂઝીલેન્ડની ટીમ બનશે ICC ODI World Cup 2023 ની વિજેતા ? જાણો આ અનોખા સંયોગ વિશે
આ પણ વાંચો - World Cup : ભારત-ઓસ્ટ્રેલિયાની મેચને ખલેલ પહોંચાડવા Jarvo દોડી આવ્યો મેદાનમાં, ICC એ આપી સૌથી મોટી સજા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે