Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tamil Nadu : ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત

તમિલનાડુ (Tamil Nadu) ના વિરુધુનગર જિલ્લા (Virudhunagar district) માં ગુરુવારે બપોરે એક ફટાકડાની ફેક્ટરી (Firecracker Factory) માં આગ ફાટી નીકળી હતી. આ આગ ફાટી નીકળેલા વિસ્ફોટમાં 5 મહિલાઓ સહિત 8 લોકોના મોત થયા છે. વળી આ દુર્ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત...
tamil nadu   ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ  8 લોકોના મોત

તમિલનાડુ (Tamil Nadu) ના વિરુધુનગર જિલ્લા (Virudhunagar district) માં ગુરુવારે બપોરે એક ફટાકડાની ફેક્ટરી (Firecracker Factory) માં આગ ફાટી નીકળી હતી. આ આગ ફાટી નીકળેલા વિસ્ફોટમાં 5 મહિલાઓ સહિત 8 લોકોના મોત થયા છે. વળી આ દુર્ઘટનામાં 2 લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા હોવાની આશંકા છે. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

Advertisement

ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ

તમિલનાડુંના શિવકોશી પાસે એક મોટી દુર્ઘટના બની છે. શિવકાશીના વિરુધુનગરમાં એક નિર્જન સ્થળે એક ફેક્ટરી ચાલી રહી હતી. ગુરુવારે પણ કારખાનામાં ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ ફાટી નીકળી હતી. એક પછી એક અનેક વિસ્ફોટ થયા હોવાના કારણે અંદર કામ કરતા મજૂરો ફસાઈ ગયા હતા. જેના કારણે 8 લોકોના મોત થયા છે. પોલીસે દુર્ઘટના અંગે જણાવ્યું કે, આ અકસ્માતમાં ઓછામાં ઓછા 12 અન્ય લોકો દાઝી ગયા છે. તેમણે જણાવ્યું કે ફેક્ટરી એક લાઇસન્સ ધરાવતી યુનિટ હતી. પોલીસે આગળ કહ્યું કે તેઓ વિસ્ફોટ કયા કારણોસર થયો તેની તપાસ કરી રહ્યા છે. આ વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ઘટનાસ્થળેથી લગભગ 1 કિલોમીટર દૂર સુધી તેના ધુમાડાના વાદળો અને જોરદાર ધડાકા સંભળાયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે હાલ ફાયર બ્રિગેડની ટીમો આગ ઓલવવામાં વ્યસ્ત છે. અત્યાર સુધીમાં કુલ 8 મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી 5 મહિલાઓ છે.

Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો

મળી રહેલી માહિતી અનુસાર, જે લોકો આ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયા છે તેમાંથી એકની હાલત ખૂબ જ ગંભીર છે. જોકે, હજુ સુધી આગનું કારણ શું છે તે સામે આવ્યું નથી. આગ કેમ લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, તમિલનાડુના શિવકાશી નજીક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે ઘણા લોકોના જીવ ગુમાવવાના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

Advertisement

ઉલ્લેખનીય છે કે, તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના વેમ્બાકોટ્ટઈમાં ફેબ્રુઆરીમાં પણ આવી જ રીતે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ફેક્ટરીમાં કામ કરતા 9 શ્રમિકો જીવતા ભૂંજાયા હતા, જ્યારે 6 અન્ય શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ભયાનક બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Tamil Nadu : તમિલનાડુ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 9 શ્રમિકો જીવતા હોમાયા

આ પણ વાંચો - Madhya Pradesh : હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, 6 લોકોના મોત, અનેક ઘાયલ, VIDEO VIDEO

Tags :
Advertisement

.