ભાગદોડ ભરેલી જિંદગીમાં આ રીતે રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન...
આપણે દિવસ દરમિયાન જે ખાતા હોય છે તે આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું પણ રાખે છે અને ખરાબ પણ કરી શકે છે. જે રીતે આપણા શરીરને યોગ્ય આહાર અને પોષકતત્વોની જરૂર હોય છે તેમ આપણા મગજને પણ યોગ્ય પ્રકારના પોષક તત્ત્વો અને ઉચ્ચ ગુણવત્તાવાળા આહારની જરૂર હોય છે.
દરરોજ ચાલવાનું રાખો
એવું જરૂરી નથી કે તમે સવારે ચાલશો તો જ તમને ફાયદો મળશે. વોકિંગ એક એવી કસરત છે જેને તમે દિવસ દરમ્યાન ગમે ત્યારે કરી શકો છો. જો તમારી ઓફિસ ઘરની નજીક હોય તો તમે દરરોજ ચાલીને ઓફિસ જવાનું રાખો. લિફ્ટની જગ્યાએ દાદરાનો ઉપયોગ કરો. ઘરમાં પણ હરતા ફરતા રહો માત્ર આરામ જ ન કરો.
7 થી 8 કલાકની ઊંઘ
ઘણા રિસર્ચમાં એવું સાબિત થઈ ચૂક્યું છે કે, જે લોકો 7 કલાકથી ઓછી ઊંઘ લે છે તે અનેક બિમારીઓનો શિકાર બને છે. સારી અને પૂરતી નીંદર સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે. જે લોકો રાતના 10 વાગ્યે ઊંઘી જાય છે અને સવારે 6 વાગ્યે ઊંઘી જાય છે તેમના શરીરમાં આખો દિવસ સ્ફુર્તી રહે છે.
ગ્રીન ટી કે બ્લેક કોફી
ગ્રીન ટીમાં રહેલ એન્ટીઓક્સીડેન્સટ્સ તમારા શરીરના ઝેરી તત્વોને બહાર કાઢીને શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ ઘટાડે છે. ગ્રીન ટી વજન ઘટાડવાની સાથે માથાના દુખાવાથી પણ છૂટકારો અપાવે છે. બ્લેક કોફી પણ લઈ શકો છો, તેમાં કેલરી ન બરાબર હોય છે જ્યારે કેલ્શિયમ અને પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે.
લીલા શાકભાજી-ફળોનું સેવન
ફળ અને શાકભાજીનું સેવન કરવાથી એક તરફ જ્યાં કેન્સરથી રક્ષણ મળે છે તો બીજી તરફ હ્રદય સંબંધિત બિમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. આ પેટને પણ સાફ અને સ્વસ્થ રાખે છે. આ સાથે જ અનેક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, લીલા શાકભાજી અને ફળનું સેવન કરતા લોકો વધુ ખુશ રહે છે.
પૂરતું પાણી પીઓ
પાણી માત્ર તરસને જ નથી છીપાવતું પણ પાણી અનેક બિમારીઓ સામે રક્ષણ પણ આપે છે. જે લોકો દરરોજ દિવસમાં ઓછામાં ઓછું બેથી અઢી લિટર પાણી પીવે છે તે ઓછા બિમાર પડે છે. આ લોકોને પેટ સંબંધિત સમસ્યા ઓછી થાય છે, તેમની ત્વચા ચમકદાર રહે છે અને ચહેરા પર ખીલની સમસ્યા પણ નથી થતી. એટલા માટે સ્વસ્થ રહેવા માટે દરરોજ 3 લિટર પાણી જરૂર પીઓ. અમુક લોકોને વધુમાત્રામાં પાણી પીવાથી પાચનની ફરિયાદ રહે છે તેમણે ડોકટરની સલાહ લેવી જોઈએ.
ભોજનનો સમય ફિક્સ રાખો
આજના સમયમાં લોકોને ખાવાનો કોઈ એક સમય નથી રહ્યો. મોટાભાગના લોકો ખોટા સમયે જમતા હોય છે જેના કારણે જે જલ્દી બિમાર પડતા હોય છે. ભોજન લેવા માટે તમે એક સમય નક્કી કરી લો અને દરરોજ તેનું પાલન કરો. જેમ કે, સવારનો નાસ્તો 8થી9 વાગ્યાની વચ્ચે, બપોરે લંચ 7 વાગ્યા સુધીમાં તેમજ સાંજનું ડિનર 7:30 સુધીમાં કરી લેવું જોઈએ.
જોગિંગ, કસરત તેમજ યોગ
રનિંગ-જોગિંગ, કસરત અને યોગ સ્વસ્થ રહેવા માટે ખૂબ જ જરૂરી છે, પણ આ ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકો આ એક્ટીવીટીને ઓછું મહત્વ આપવા લાગ્યા છે. જેથી બિમાર લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. દરરોજ કસરત કે રનિંગ કરવાથી શરીરના ઝેરી તત્વો બહાર નિકળી જાય છે અને શરીર ફિટ રહે છે.
એક ગ્લાસ હુફાળું પાણી
શરીરમાં એનર્જી લેવલ જાળવી રાખવા માટે તમારે દિવસની શરુઆત હુફાળા પાણી સાથે કરવી જોઈએ. ગરમ પાણી પીવાથી શરીરનું મેટાબોલિક રેટ વધી જાય છે, જેની મદદથી શરીરમાં આખો દિવસ તાજગી અનુભવાય છે.
મહત્વનું છે કે, કોઈ પણ વ્યક્તિનું બિમારી રહેવાનું સૌથી મોટું કારણ તેમની પોતાની આદતો હોય છે. હા ખરેખર, આ હકીકત છે કે તમારી આદતો જ છે, જેના પર તમારું સ્વાસ્થ્ય નિર્ભર કરે છે. દૈનિકક્રિયા સાથે જોડાયેલા કેટલાક નિયમો એવા છે જેનું પાલન કરીને તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો. આવો જાણીએ એવી કેટલીક આદતો અંગે જેની મદદથી તમે ફિટ પણ રહી શકશો અને તમારું દિલ પણ ખુશ રહેશે.
આ પણ વાંચો : જો તમે હૃદયના રોગોથી બચવા માંગતા હોય તો કરો આ ઉપાય, શરીરને થશે અનેક ફાયદાઓ