Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chhotaudaipur માં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ

છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ જિલ્લા કલેક્ટરે નદી કિનારાથી દૂર રહેવા કરી અપીલ કામ વગર ઘરની બહાર ન નીકળવા કર્યો અનુરોધ Chhotaudaipur:છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ચોથા દિવસે પણ મહેરબાની યથાવત રહેતા અત્ર તત્ર અને સર્વત્ર પાણી જ પાણી...
chhotaudaipur માં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
  1. છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
  2. જિલ્લા કલેક્ટરે નદી કિનારાથી દૂર રહેવા કરી અપીલ
  3. કામ વગર ઘરની બહાર ન નીકળવા કર્યો અનુરોધ

Chhotaudaipur:છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની ચોથા દિવસે પણ મહેરબાની યથાવત રહેતા અત્ર તત્ર અને સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જિલ્લામાં આવેલ અનેક નદીનાળા છલિયા છલકાયા છે તો અનેક માર્ગો ધોવાયા અને જિલ્લાનો રામી ડેમ ઓવર ફોલો થયો અને આજે સુખી ડેમના છ દરવાજા ખોલી 15000 ક્યુસેક પાણી છોડવાની ફરજ પડી છે. જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા વાસીઓને કામ વગર બહાર નહીં નીકળવાની અપીલ કરી છે.

Advertisement

નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક

છોટાઉદેપુર જિલ્લામાં મેઘખાંગા જેવી પરિસ્થિતિ પરિણામતા સમગ્ર વિસ્તારમાં આવેલ નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે. આ સાથે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. જેની જનજીવન વ્યાપક અસર પણ નોંધાવા પામેલ છે. જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગની સાથે ઉપરવાસમાં પણ સારો વરસાદ વરસતા જિલ્લાનો જીવા દોરી ગણાતો સુખી ડેમની જળ સપાટી 90% ઉપર પહોંચતા આજે 6 ગેટ 75 સેન્ટીમીટર ખોલી 15000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

Advertisement

જિલ્લા કલેક્ટરે નદી કિનારાથી દૂર રહેવા કરી અપીલ

સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, સહિતના અધિકારી-પદાધિકારીઓએ ડેમની સ્થળ મુલાકાત લઇ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

આ પણ  વાંચો -Gujarat Rainfall: રાજ્યમાં ભારે વરસાદને પગલે CM ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને અનુરોધ

ભારજ નદી પરનો પુલ ફરી એક વખત બેસી

છોટાઉદેપુર બોડેલી નેશનલ હાઈવે ઉપર આવેલ ભારજ નદી પરનો પુલ ફરી એક વખત બેસી ગયો છે. ગત વર્ષે જુલાઈ માસમાં પણ પિયર બેસી જવાની ઘટના બની હતી. આ વર્ષે ફરી એકવાર પુલના પિઅર બેસી જવાની ઘટનાનું પુનરાવર્તન થયું છે. એક વર્ષ ઉપરાંત નો સમય વિતવા છતાય કોઈ કામગીરી શરૂના થતા લોકોમાં નારાજગી વર્તાઈ રહી છે. અત્રે મહત્વની વાત એ છે કે બે દિવસ પહેલા જ આ ક્ષતિગ્રસ્ત પુલ ના અવેજ નદીમાં ઊભું કરવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાઈ જતા હાલ તો વાહન ચાલકોને દુકાળમાં અધિક માસ જેવો ઘાટ સર્જાયો છે.છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને સાવચેતી રાખવા તથા પાણી અને નદી કિનારાથી દૂર રહેવા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાની અપીલ કરવામાં આવી છે.અને આવશ્યકતા વગર ઘરથી બહાર ન નીકળવા અનુરોધ કરાયો છે. અને કોઝવે પર પાણી આવ્યું હોય તો તેને ન ઓળંગવા સૂચવ્યું છે.

આ પણ  વાંચો -Gujarat Rains:રાજ્યના 237 તાલુકામાં વરસ્યો વરસાદ! સૌથી વધુ આ જિલ્લામાં

આગાહીના પગલે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ પર

છોટાઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. તમામ અધિકારી-કર્મચારીઓ અને તલાટીઓને ફરજિયાત હેડકવાર્ટર પર હાજર રહેવા જિલ્લા કલેક્ટરે તાકીદ કરવામાં આવી છે. આ સાથે જિલ્લાના મોટા ડેમમાં પાણીની આવક વધવાના સંજોગોમાં નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા અને બચાવની કામગીરી કરવા જણાવ્યું હતું. તદુપરાંત આશ્રિત લોકોને ભોજન, આરોગ્ય સારવાર સહિતની પ્રાથમિક સુવિધાઓ મળી રહે જે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

અહેવાલ -તોફીક શેખ-છોટાઉદેપુર 

Tags :
Advertisement

.