Swati Maliwal Case : કેજરીવાલના પત્ની અને માતા-પિતા સાથે દિલ્હી પોલીસ કરશે પૂછપરછ
Swati Maliwal Case : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) ના ઘરે આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (AAP MP Swati Maliwal) ની કથિત મારપીટ મામલે દિલ્હી પોલીસની તપાસ (Delhi Police's investigation) હવે કેજરીવાલના પરિવાર (Kejriwal's Family) સુધી પહોંચશે. આજે દિલ્હી પોલીસ (Delhi Police) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના માતા-પિતાની પૂછપરછ કરવા જઇ રહી છે. આમ આદમી પાર્ટી (AAP)ના સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલના માતા-પિતાએ પોલીસને પૂછપરછ માટે સવારે 11.30 વાગ્યાનો સમય આપ્યો છે. તેથી દિલ્હી પોલીસની એક ટીમ આજે CM કેજરીવાલના ઘરે પૂછપરછ માટે પહોંચશે. CM કેજરીવાલે સોશિયલ મીડિયા (Social Media) પર પણ આ વિશે લખ્યું છે કે, આજે દિલ્હી પોલીસ તેના માતા-પિતાની પૂછપરછ કરવા જઈ રહી છે. જોકે, તેમણે આ માટે કોઈ કારણ જણાવ્યું નથી.
CM ના માતા-પિતા અને પત્ની થશે પૂછપરછ
લોકસભાની ચૂંટણી ટાણે જ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે સ્વાતિ માલીવાલ હુમલા કેસમાં અરવિંદ કેજરીવાલના માતા-પિતાની પૂછપરછ થઈ શકે છે. દિલ્હી પોલીસ સુનિતા કેજરીવાલની પણ પૂછપરછ કરી શકે છે. માતા-પિતાની પૂછપરછને લઈને કેજરીવાલના દાવા બાદ પૂરી આમ આદમી પાર્ટી મેદાનમાં આવી ગઈ છે. દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશી સિંહે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદી અરવિંદ કેજરીવાલના બીમાર અને વૃદ્ધ માતા-પિતાને ટોર્ચર કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો દિલ્હી પોલીસની મહિલા તપાસ અધિકારી બે દિવસથી કેજરીવાલના પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી તેમનું નિવેદન નોંધી શકાય. આ માટે મહિલા તપાસ અધિકારીએ પરિવારજનો પાસે સમય પણ માંગ્યો છે. આવી સ્થિતિમાં, આશા છે કે આજે દિલ્હી પોલીસની ટીમ CM હાઉસ જશે અને સુનીતા કેજરીવાલ અને CMના માતા-પિતાનું નિવેદન નોંધશે. અરવિંદ કેજરીવાલના માતા-પિતાની પૂછપરછ કરવાનું કારણ સ્વાતિ માલીવાલનું નિવેદન હોઈ શકે છે જેમાં તેણે પોલીસને કહ્યું હતું કે તે સુનિતા કેજરીવાલ અને મુખ્યમંત્રીના માતા-પિતાને મુખ્યમંત્રી નિવાસ પર મળી હતી, ત્યારબાદ તે ડ્રોઈંગ રૂમમાં પરત ગઈ હતી.
कल दिल्ली पुलिस मेरे बूढ़े और बीमार माता पिता से पूछताछ करने आएगी।
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 22, 2024
પોલીસ શું પૂછી શકે છે?
સવાલ તે ઉઠી રહ્યો છે કે, આખરે દિલ્હી પોલીસ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને તેના માતા-પિતાની શું પૂછપરછ કરવા માંગે છે. દિલ્હી પોલીસ સ્વાતિ માલીવાલ સાથે મારામારી, મારામારી થઇ તે સમયે કોણ કોણ હાજર હતું, ઘટના સમયે અરવિંદ કેજરીવાલ ક્યા હતા, બિભવે કોના કહેવા પર સ્વાતિ સાથે મારામારી કરી હતી? આવા કેટલાક પ્રશ્નો દિલ્હી પોલીસ પૂછી શકે છે.
કેજરીવાલે આ મામલે મૌન તોડ્યું હતું
સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલા પર 10 દિવસ સુધી ચૂપ રહ્યા બાદ આખરે CM અરવિંદ કેજરીવાલે પોતાનું મૌન તોડ્યું છે. PTIને આપેલા ઈન્ટરવ્યુમાં કેજરીવાલે કહ્યું છે કે સ્વાતિ સાથે મારમારીની ઘટના તેમની સામે બની નથી. આ સમગ્ર મામલામાં બે બાજુ છે. પોલીસે તેની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ અને ન્યાય મળવો જોઈએ. કેજરીવાલે કહ્યું કે, આ મામલો હાલમાં કોર્ટમાં છે, તેથી તે તેના પર વધુ કહેવા માંગતા નથી.
આ પણ વાંચો - Swati Maliwal એ Arvind kejriwal ના નિવેદન પર પલટવાર કર્યો, જાણો Delhi ના CM વિશે શું કહ્યું…
આ પણ વાંચો - Swati Maliwal કેસમાં CM કેજરીવાલે પહેલીવાર આપ્યું નિવેદન, જાણો શું કહ્યું…