Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar : દારૂ ભરેલી કાર પકડવા જતાં ટ્રકની ટક્કરે SMC નાં PSI નું મોત, બે કોન્સ્ટેબલને ઇજા

આ મામલે દસાડા પોલીસ, LCB, SOG સહિતની પોલીસ ટીમોએ કાર્યવાહી હાથ ધરી છે.
surendranagar   દારૂ ભરેલી કાર પકડવા જતાં ટ્રકની ટક્કરે smc નાં psi નું મોત  બે કોન્સ્ટેબલને ઇજા
  1. પાટડી-દસાડા રોડ પર SMC નાં PSI નું અકસ્માતમાં મોત
  2. PSI જે.એમ. પઠાણને ટ્રકની ટક્કર વાગતાં મોત નીપજ્યું
  3. SMC ના બે કોન્સ્ટેબલને પણ અકસ્માતમાં ઇજા પહોંચી

સુરેન્દ્રનગરમાં (Surendranagar) સ્ટેટ મોનિટરિંગ સેલનાં (SMC) PSI નું મોડી રાતે અકસ્માતમાં મોત નીપજ્યું છે. જ્યારે તેમની સાથેનાં બે કોન્સ્ટેબલને ઇજાઓ થતાં વિરમગામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈ અજાણ્યા ટ્રકચાલકે અકસ્માત સર્જ્યો હતો અને પછી તે ફરાર થયો હતો. આ મામલે દસાડા પોલીસ, LCB, SOG સહિતની પોલીસ ટીમોએ કાર્યવાહી હાથ ધરી છે. એવી પણ ચર્ચા છે કે કોઈ બુટલેગર દ્વારા ઇરાદાપૂર્વક SMC ટીમની કારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Mehsana : તળાવમાં 4 બાળકો નાહવા પડ્યા, ડૂબી જવાથી માસૂમનું મોત

Advertisement

પાટડી-દસાડા રોડ પર SMC નાં PSI નું અકસ્માતમાં મોત

માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં (Surendranagar) સ્ટેટ મોનિટરિંગ સેલનાં (SMC) PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક અજાણ્યા ટ્રકચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોથી ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ (Viramgam Hospital) ખસેડવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો - Weather Forecast : ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી! જાણો આગામી દિવસોમાં કેવું રહેશે તાપામાન ?

Advertisement

કોઈ બુટલેગર દ્વારા ઇરાદાપૂર્વક અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા

આ ઘટનાને પગલે SMCના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. દસાડા પોલીસ, LCB, SOG સહિતની અલગ-અલગ ટીમોએ અકસ્માત સર્જનાર ફરાર ટ્રકચાલકની તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કોઈ બુટલેગર દ્વારા ઇરાદાપૂર્વક SMC ટીમની કારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જો કે, અકસ્માત પાછળની સાચી હકીકત ટ્રકચાલકની ધરપકડ બાદ જ સામે આવી શકે છે. પોસ્ટમોર્ટમ બાદ PSI પઠાણનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો.

આ પણ વાંચો - Visnagar: કમાણામાં સામાન્ય બાબતે જૂથ અથડામણ, ટોળાને વિખેરવા ટિયર ગેસ છોડવામાં આવ્યાં

Tags :
Advertisement

.