Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar : BJP નાં 'સદસ્યતા અભિયાન' માં શાળાનાં વિદ્યાર્થીઓ સભ્ય બન્યાં! ઓડિયો વાઇરલ થતાં વિવાદ

સુરેન્દ્રનગરમાં (Surendranagar) ભાજપનાં સદસ્યતા અભિયાનને લઈને વિવાદ અણિન્દ્રાની શાળામાં વિદ્યાર્થીઓને BJP ના સભ્ય બનાવાયાનો દાવો AAP નાં આગેવાન અને શાળાનાં આચાર્યની ઓડિયો આવી સામે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગુજરાત સહિત દેશભરમાં સદસ્યતા અભિયાનની (Sadasyata Abhiyan 2024) શરૂઆત કરવામાં...
surendranagar   bjp નાં  સદસ્યતા અભિયાન  માં શાળાનાં વિદ્યાર્થીઓ સભ્ય બન્યાં  ઓડિયો વાઇરલ થતાં વિવાદ
  1. સુરેન્દ્રનગરમાં (Surendranagar) ભાજપનાં સદસ્યતા અભિયાનને લઈને વિવાદ
  2. અણિન્દ્રાની શાળામાં વિદ્યાર્થીઓને BJP ના સભ્ય બનાવાયાનો દાવો
  3. AAP નાં આગેવાન અને શાળાનાં આચાર્યની ઓડિયો આવી સામે

ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ગુજરાત સહિત દેશભરમાં સદસ્યતા અભિયાનની (Sadasyata Abhiyan 2024) શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ આ અભિયાન પૂરજોશથી ચાલી રહ્યું છે. પરંતુ, આ વચ્ચે એક મોટો વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાઇરલ થયો છે જે સુરેન્દ્રનગર AAP નાં આગેવાન અને શાળાનાં આચાર્યનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ ઓડિયોમાં શાળાનાં બાળકોને ભાજપનાં (BJP) સભ્ય બનાવવા અંગેનો ઉલ્લેખ કરાયો હતો. ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.

Advertisement

આ પણ વાંચો - Rajkot : કરોડોની છેતરપિંડી મામલે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓનો સાગરીત સુરતથી ઝડપાયો

Advertisement

AAP આગેવાન અને શાળાનાં આચાર્યનો ઓડિયો વાઇરલ

ગુજરાતભરમાં હાલ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 'સદસ્યતા અભિયાન' (Sadasyata Abhiyan 2024) યોજવામાં આવી રહ્યું છે. ત્યારે રાજ્યનાં સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આ અભિયાનને લઈ વિવાદ ઊભો થયો છે. હાલ, સોશિયલ મીડિયા પર એક ઓડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ ઓડિયો વઢવાણ તાલુકાનાં અણિન્દ્રા ગામની સ્કૂલનાં વિધાર્થીઓને ભાજપનાં સદસ્યતા અભિયાનમાં જોડાવા અંગેની વાતચીતનો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સાથે જ ઓડિયો AAP નાં આગેવાન અને શાળાનાં આચાર્યનો હોવાનો પણ કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો - Surat CP: સગીર પથ્થરબાજોની ઉશ્કેરણી કોણે કરી...? તપાસ ચાલુ...

Advertisement

શાળાનાં બાળકોને BJP નાં સભ્ય બનાવવા અંગેનો ઓડિયો વાઇરલ થતાં વિવાદ

જણાવી દઈએ કે, ભાજપનાં સદસ્યતા અભિયાન અંતર્ગત સ્કૂલનાં વિધાર્થીઓને ઘરેથી મોબાઇલ લઈ આવવા જણાવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો. ભાજપનાં સદસ્યતા અભિયાનમાં હવે વિદ્યાર્થીઓને પણ સામેલ કરી ખોટી ખોટી વાહવાહી ભાજપનાં સ્થાનિક આગેવાનો મેળવતા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. સાથે જ શાળાનાં આચાર્યનાં આદેશથી સભ્ય બનાવાયાં હોવાનો શિક્ષકોએ પણ દાવો કર્યો છે. જો કે, આ વાઇરલ ઓડિયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ચેનલ કરતું નથી. પરંતુ, આ ઓડિયો (Viral Audio) સામે આવ્યા બાદ સુરેન્દ્રનગરનાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

આ પણ વાંચો - VADODARA : વિદેશમાં MBBS ભણતી વિદ્યાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં જીવન ટુંકાવ્યું

Tags :
Advertisement

.