ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surendranagar : તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓની T-Shirt મામલે BJP- કોંગ્રેસ આમને-સામને, રાજકારણ ગરમાયું

તિરંગા યાત્રામાં વીર સાવરકરની ટી-શર્ટનો વિવાદ ટી-શર્ટ આપનારી સંસ્થાએ ગૌચરની જમીન માગી છે : શક્તિસિંહ ગોહિલ ન્યાય યાત્રા નિષ્ફળ રહી એટલે કોંગ્રેસે વિક્ષેપ પાડ્યો : રજની પટેલ Surendranagar: ચોટીલા તાલુકાનાં સાંગાણી ગામની શાળાનાં વિદ્યાર્થીઓને તિરંગા યાત્રા (Tiranga Yatra) દરમિયાન...
04:03 PM Aug 15, 2024 IST | Vipul Sen
  1. તિરંગા યાત્રામાં વીર સાવરકરની ટી-શર્ટનો વિવાદ
  2. ટી-શર્ટ આપનારી સંસ્થાએ ગૌચરની જમીન માગી છે : શક્તિસિંહ ગોહિલ
  3. ન્યાય યાત્રા નિષ્ફળ રહી એટલે કોંગ્રેસે વિક્ષેપ પાડ્યો : રજની પટેલ

Surendranagar: ચોટીલા તાલુકાનાં સાંગાણી ગામની શાળાનાં વિદ્યાર્થીઓને તિરંગા યાત્રા (Tiranga Yatra) દરમિયાન સ્કૂલ યુનિફોર્મ પર વીર સાવરકર અને સુભાષચંદ્ર બોઝની (Subhash Chandra Bose) તસવીરવાળી ટીશર્ટ પહેરવતા કોંગ્રેસનાં (Congress) નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ મામલે ચોટીલા પોલીસ મથકે વિરોધ કરનાર કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા (MLA Ritvik Makwana), કોંગ્રેસ રાષ્ટ્રીય દળનાં લાલજીભાઈ દેસાઈ સહિત 5 થી વધુ કોંગ્રેસનાં આગેવાનો અને હોદ્દેદારો સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે હવે આ મામલે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો - Surendranagar: યાત્રાનો વિરોધ કરનારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 6 લોકો સામે નોંધાઈ ફરિયાદ

જનતા બધુ જ જુએ છે અને યોગ્ય સમયે જવાબ પણ આપશે : શક્તિસિંહ ગોહિલે

સુરેન્દ્રનગરનાં (Surendranagar) ચોટીલામાં (Chotila) શાળાનાં વિદ્યાર્થીઓને તિરંગા યાત્રામાં વીર સાવરકર (Vir Savarkar) અને સુભાષચંદ્ર બોઝના ફોટાવાળી ટી-શર્ટ પહેરાવવાનાં વિવાદ મામલે હવે ભાજપ (BJP) અને કોંગ્રેસ આમને સામને આવ્યા છે. બંને પક્ષનાં નેતાઓએ એકબીજા પર શાબ્દિક પ્રહાર કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) આ મામલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આઝાદીનાં મુખ્ય લડવૈયાઓનો ઉલ્લેખ પણ ન કરાયો. આ પ્રકારની ચેષ્ટા યોગ્ય નથી. શક્તિસિંહે આરોપ લગાવતા કહ્યું કે, ટી-શર્ટ આપનારી સંસ્થાએ ગૌચરની જમીન માગી છે. જનતા બધુ જ જુએ છે અને યોગ્ય સમયે જવાબ પણ આપશે.

આ પણ વાંચો - કોંગ્રેસના કાર્યકર્તાએ રોકી Tiranga Yatra! વીર સાવરકરની ટી-શર્ટ બાબતે થયો વિવાદ

દેશભક્તિનાં પ્રયાસમાં કોંગ્રેસે વિક્ષેપ કર્યો છે : રજની પટેલ

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના આરોપો પર બીજેપી નેતા રજની પટેલે (Rajni Patel) વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ ન્યાય યાત્રાની નિષ્ફળતાનાં કારણે ગતકડાં કરે છે. દેશભક્તિનાં પ્રયાસમાં કોંગ્રેસે વિક્ષેપ કર્યો છે. કોંગ્રેસને યેનકેન પ્રકારે વિરોધ જ કરવો હોય છે. રજની પટેલે આગળ કહ્યું કે, દેશભક્તિનાં પ્રયાસમાં વિક્ષેપ નિંદનીય છે.

આ પણ વાંચો - India Independence Day : મંદિરો 'ભારત માતા કી જય' નાં જયઘોષથી ગૂંજી ઊઠ્યા, ભગવાનને ખાસ શણગાર, જુઓ Photos

Tags :
BJPChotilaCongressGujarat FirstGujarati NewsLaljibhai DesaiMLA Ritvik MakwanaRajni PatelSangani villageShaktisinh GohilSubhash Chandra BoseSurendranagarTiranga YatraVir Savarkar
Next Article