Surat : ભારે કરી હો! જમણવાર માટે આવું સ્થળ તમે ક્યારે નહીં જોયું હોય! Video વાઇરલ
- Surat નાં ગોપી તળાવ EV ચાર્જિંગ પોઇન્ટનો વીડિયો વાઇરલ!
- EV ચાર્જિંગ પોઇન્ટ બન્યું જમણવારનું સ્થળ!
- લોકો પ્રસંગમાં ચાર્જિંગ પોઇન્ટનો ઉપયોગ કરતા જોવા મળ્યા
- શહેરમાં EV ચાર્જિંગ પોઇન્ટ શોભાનાં ગાંઠિયા સમાન!
સુરતમાંથી (Surat) એક અચરજ પમાડે એવો વીડિયો સામે આવ્યો છે. ગોપી તળાવ EV ચાર્જિંગ પોઇન્ટનો આ વાઇરલ વીડિયો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વાઇરલ વીડિયોમાં EV ચાર્જિંગ પોઇન્ટ સ્ટેશન જાણે જમણવારનું સ્થળ બન્યું હોય તેમ દેખાય છે. લોકો પ્રસંગમાં ચાર્જિંગ પોઇન્ટનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. આ વીડિયો સામે આવતા સોશિયલ મીડિયા પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો - Surat : આશીર્વાદ મહોત્સવમાં CR પાટીલે કહ્યું - જળસંચય માટે જનભાગીદારીએ જન આંદોલનમાં પરિવર્તિત થવું જોઈએ..!
EV ચાર્જિંગ પોઇન્ટ બન્યું જમણવારનું સ્થળ!
સામાન્ય રીતે કોઈ પણ પ્રસંગમાં જમણવાર માટે લોકો પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલ બુક કરાવતા હોય છે. પરંતુ, હાલ સોશિયલ મીડિયા પર સુરતનો (Surat) એક વીડિયો ખૂબ જ વાઇરલ થયો છે, જેમાં EV ચાર્જિંગ પોઇન્ટ સ્ટેશન (EV Charging Point Station) પર કોઈ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભોજન કરતા નજરે પડી રહ્યા છે. આ વાઇરલ વીડિયો સુરતનાં ગોપી તળાવ (Gopi Lake) EV ચાર્જિંગ પોઇન્ટનો હોવાનું હાલ સામે આવ્યું છે.
Surat ના Gopi Lake EV Charging Point નો Video Viral | Gujarat First
EV Charging Point બન્યું જમણવારનું સ્થળ
લોકો પ્રસંગમાં EV Charging Point નો ઉપયોગ કરતા જોવા મળ્યા
શહેરમાં EV Charging Point શોભાના ગાંઠિયા સમાન બન્યા
Corporation ના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવો Video Viral… pic.twitter.com/GSndxtIr0u— Gujarat First (@GujaratFirst) November 4, 2024
આ પણ વાંચો - Anand : અજાણ્યા યુવકને ઢોર માર મારી તાલિબાની સજાનો Video વાઇરલ
સુરતમાં EV ચાર્જિંગ પોઇન્ટ શોભાના ગાંઠિયા સમાન!
આ વાઇરલ વીડિયોમાં (Viral Video) જોઈ શકાય છે કે ગોપી તળાવ બહાર આવેલા EV ચાર્જિંગ પોઇન્ટ જમણવારનું સ્થળ બન્યું છે. પ્રસંગમાં મહેમાનોને જમાડવા માટે લોકોએ આ EV ચાર્જિંગ પોઇન્ટનો ઉપયોગ કર્યો હતો. EV ચાર્જિંગ પોઇન્ટ સ્ટેશન પર લોકો ખુરશીઓ માંડીને ભોજન કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે સવાલ પણ કરી રહ્યા છે. આ વીડિયો પરથી એવું લાગે છે કે કોર્પોરેશન (SMC) દ્વારા કરાયેલા કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય અને સુરતમાં EV ચાર્જિંગ પોઇન્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યા હોય.
આ પણ વાંચો - સાયલામાંથી અપહરણ થયેલી બાળકી મળી રાજકોટમાં અને આરોપીને...