Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat ની મહિલાએ પાટણનાં તરૂણ બ્રહ્મભટ્ટ સામે નોંધાવી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

સુરતમાં રહેતી મહિલાને લગ્ન માટે દબાણ કરવાનો કેસ લગ્ન માટે દબાણ કરતા તરુણ બ્રહ્મભટ્ટ સામે પોલીસ ફરિયાદ પાટણના તરુણ બ્રહ્મભટ્ટે મહિલાની કરાવી હતી જાસુસી સુરતમાં (Surat) રહેતી મહિલાને લગ્ન માટે દબાણ કરતાં પાટણનાં તરુણ બ્રહ્મભટ્ટ સામે વધુ એક પોલીસ...
surat ની મહિલાએ પાટણનાં તરૂણ બ્રહ્મભટ્ટ સામે નોંધાવી ફરિયાદ  જાણો સમગ્ર મામલો
  1. સુરતમાં રહેતી મહિલાને લગ્ન માટે દબાણ કરવાનો કેસ
  2. લગ્ન માટે દબાણ કરતા તરુણ બ્રહ્મભટ્ટ સામે પોલીસ ફરિયાદ
  3. પાટણના તરુણ બ્રહ્મભટ્ટે મહિલાની કરાવી હતી જાસુસી

સુરતમાં (Surat) રહેતી મહિલાને લગ્ન માટે દબાણ કરતાં પાટણનાં તરુણ બ્રહ્મભટ્ટ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાટણનો તરૂણ બ્રહ્મભટ્ટ (Tarun Brahmabhat) મહિલાની જાસૂસી કરાવતો હતો અને મહિલા જ્યાં જતી તેના ફોટોગ્રાફ મહિલાનાં પરિવારજનોને મોકલતો હતો. આ સાથે પરિજનોને મહિલાનાં ચારિત્ર્ય અંગેનાં મેસેજો પણ કરતો હતો.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : ગૃહમાં સ્પીચ દરમિયાન BJP ધારાસભ્યને સિનિયર મહિલા અધિકારી પર આવ્યો જબરદસ્ત ગુસ્સો!

સુરતની મહિલાએ પાટણનાં તરુણ બ્રહ્મભટ્ટ સામે નોંધાવી ફરિયાદ

સુરતમાં (Surat) રહેતી એક મહિલાએ પાટણનાં તરુણ બ્રહ્મભટ્ટ (Tarun Brahmabhat) વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. મહિલાનાં આરોપ મુજબ, તરુણ બ્રહ્મભટ્ટ મહિલાની જાસૂસી કરાવતો હતો અને એટલું જ નહીં મહિલા જ્યાં પણ જાય તેના ફોટોગ્રાફ્સ પાડીને જુદા-જુદા મોબાઈલ નંબરથી મહિલા અને તેણીનાં પરિવારને મોકલતો હતો. મહિલા તાબે નહીં થતાં પાટણનાં તરુણ બ્રહ્મભટ્ટે મહિલાનાં સગા-સંબંધીઓને પણ ફોટો અને ચારિત્ર અંગેનાં મેસેજો કર્યા હતા. એક અઠવાડિયા પહેલા પીડિત મહિલાએ તરુણ બ્રહ્મભટ્ટ સામે FIR પણ કરાવી હતી. છતાં પણ ડરવાને બદલે પાટણનાં તરુણ બ્રહ્મભટ્ટે પ્રાઇવેટ ડિટેક્ટિવ (Private Detective) રોકીને મહિલાની તમામ હીલચાલની માહિતી મેળવી હતી.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : 'ગુજરાતમાં ભેંસનાં તબેલામાં યુનિવર્સિટી ચાલે છે', જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી મામલે ઘમાસાણ!

Advertisement

પ્રાઇવેટ ડિટેક્ટિવને મહિલાએ રંગેહાથ ઝડપ્યો

જો કે, મહિલાએ પ્રાઇવેટ ડિટેક્ટિવનાં માણસને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને પછી વધુ એક ફરિયાદ નોંધાવી છે. મહિલાનાં આરોપ મુજબ, જો તે લગ્ન નહીં કરે તો હજુ પણ બદનામ કરવાની ધમકી પણ તરુણ બ્રહ્મભટ્ટ આપતો હતો. પીડિતાને ડરાવવા માટે તરુણ બ્રહ્મભટ્ટે પોલીસ કંટ્રોલ રૂમમાં પણ PI તરીકે ફોન કરી મહિલાનાં ઘરે પોલીસને પણ મોકલાવી હતી. સમગ્ર મામલે કતારગામ (Katargam), સિંગણપોર પોલીસ સ્ટેશનમાં (Singanpore Police Station) ત્રણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

આ પણ વાંચો - Junagadh : મારામારીનાં કેસમાં સસ્પેન્ડેડ PI અને કોન્સ્ટેબલ ભાગેડુ જાહેર, જાણો શું છે સમગ્ર મામલો ?

Tags :
Advertisement

.