Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : રાવણ દહન કાર્યક્રમમાં આ શું બોલી ગયા મેયર ? જાહેરમાં લપસી જીભ, Video થયો વાઇરલ

Surat નાં મેયરે રાવણ દહન દરમિયાન ભાંગરો વાટ્યો લિંબાયતમાં ભાષણમાં મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી સત્ય પર અસત્યની જીત એટલે દશેરા તેવું કહી કર્યું સંબોધન સ્ટેજ પર બેસેલા મહાનુભાવોએ મેયરને આ બાબતે કરી ટકોર સુરતમાં (Surat) ગઈકાલે યોજાયેલા રાવણ...
surat   રાવણ દહન કાર્યક્રમમાં આ શું બોલી ગયા મેયર   જાહેરમાં લપસી જીભ  video થયો વાઇરલ
Advertisement
  1. Surat નાં મેયરે રાવણ દહન દરમિયાન ભાંગરો વાટ્યો
  2. લિંબાયતમાં ભાષણમાં મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી
  3. સત્ય પર અસત્યની જીત એટલે દશેરા તેવું કહી કર્યું સંબોધન
  4. સ્ટેજ પર બેસેલા મહાનુભાવોએ મેયરને આ બાબતે કરી ટકોર

સુરતમાં (Surat) ગઈકાલે યોજાયેલા રાવણ દહનનાં કાર્યક્રમમાં મેયરે જોરદાર ભાંગરો વાટ્યો હતો. પોતાનાં ભાષણ દરમિયાન મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી હતી. તેમણે કહ્યું કે, 'સત્ય પર અસત્યની જીત એટલે દશેરા...' મેયરનાં સંબોધનનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાઇરલ થતાં લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો - Mehsana : ભેખડ ધસી પડવાની દુર્ઘટનામાં બચી ગયેલા શ્રમિકે કોન્ટ્રાક્ટર, એન્જિ. સહિત 3 સામે કરી ફરિયાદ

Advertisement

લિંબાયતમાં ભાષણમાં મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી

સુરતનાં (Surat) લિંબાયત વિસ્તારમાં ગઈકાલે રાવણ દહન કાર્યક્રમનું (Ravan Dahan) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણીએ ( Mayor Dakshesh Mavani) હાજરી આપી હતી. દરમિયાન, તેમણે લોકોને સંબોધિત કરતા ભાંગરો વાટ્યો હતો, જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં મેયર દક્ષેશ માવાણી કહેતા સંભળાય છે કે, 'સત્ય પર અસત્યની જીત એટલે દશેરા...'.

Advertisement

આ પણ વાંચો - Gujarat Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મોટા સમાચાર, આ મહિનામાં થશે મતદાન!

સત્ય પર અસત્યની જીત એટલે દશેરા... : મેયર

જાહેરમાં મેયર દક્ષેશ માવાણીની જીભ લપસી હતી. જો કે, સ્ટેજ પર હાજર અન્ય મહાનુભાવોએ મેયરને આ બાબતે ટકોર પણ કરી હતી. ત્યાર બાદ મેયરે કહ્યું કે, સાહેબ ભૂલ થઈ ગઈ... મેયર દક્ષેશ માવાણીની સ્પીચનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વીડિયો જોઈ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો - Surat : આજે જનભાગીદારીથી 'જલ સંચય' મહાઅભિયાનની થશે શરૂઆત, CR પાટીલ રહેશે ઉપસ્થિત

Tags :
Advertisement

Trending News

.

×