Surat: વેસુ વિસ્તારમા કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત, સારવાર દરમ્યાન દોઢ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું
- સુરતના વેસુમાં કાર અને રિક્ષાનો ગમખ્વાર અકસ્માત
- કારની ટક્કર વાગતા રિક્ષા ફંગોળાઈ ડિવાઈડર સાથે અથડાઈ
- ડિવાઈડર સાથે અથડાતા મુસાફરો ભરેલી રિક્ષા પલટી
- રિક્ષા પલટી મારતા દોઢ વર્ષીય બાળકીનું મોત
સુરતના વેસુમાં કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારની ટક્કર વાહતા રિક્ષા ફંગોળાઈ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે રીક્ષા અથડાતા મુસાફરો ભરેલી રીક્ષા પલ્ટી ખાઈ જતા દોઢ વર્ષીય બાળકીનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ક્રિશ કેજરીવાલ ભાગી જાય તે પહેલા અન્ય રાહદારીઓ દ્વારા કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો હતો.
-સુરતના વેસુમાં કાર અને રિક્ષાનો ગમખ્વાર અકસ્માત
-કારની ટક્કર વાગતા રિક્ષા ફંગોળાઈ ડિવાઈડર સાથે અથડાઈ
-ડિવાઈડર સાથે અથડાતા મુસાફરો ભરેલી રિક્ષા પલટી
-રિક્ષા પલટી મારતા દોઢ વર્ષીય બાળકીનું મોત@CP_SuratCity @SP_SuratRural #Gujarat #Surat #Suratpolice #CCTV #Gujaratfirst pic.twitter.com/KVzb40InlR— Gujarat First (@GujaratFirst) April 27, 2025
સુરતમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યા મામલે ઘટનાના ખૌફ નામ સીસીટીવી સામે આવ્યા છે. પુરપાટ ઝડપે આવી રહેલ કાર રીક્ષાને પાછળના ભાગે ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ રિક્ષા ફંગોળાઈ બીઆરટીએસ ના ડિવાઈડર સાથે અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ રીક્ષા પલટી મારી ગઈ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે માતા રાધિકા તેનાં દોઢ વર્ષનાં પુત્ર વિધવતને લઈ ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા. ઓટો રિક્ષામાં અન્ય ચાર મુસાફરો પણ મુસાફરી કરી રહ્યા હતા. ન્યૂવીઆઈપી રોડ તરફથી આવી રહેલ કાર રિક્ષાની પાછળ ધડાકાભેર ટકરાઈ હતી. જેના કારણે ઓટો રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી.
સારવાર દરમ્યાન બાળકીનું મૃત્યું નિપજ્યુંઃ એસ.આર.ટંડેલ (એસીપી, સુરત પોલીસ)
આ સમગ્ર મામલે એસીપી એસ.આર.ટંડેલે જણાવ્યું હતું કે, બપોરે એક વાગ્યાની આસપાસ જોલી પાર્ટી પ્લોટ પાસે રિક્ષા ચાલક પુર ઝડપે જતા અને બલેનો કાર ત્યાંથી પસાર થતા ત્રણ ચાર વ્યક્તિને ઈજાઓ થવા પામી હતી. જેમાં એક માતા અને બાળકીને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી. જાણવા મળેલ છે કે નાની બાળકી હતી. જેનું સારવાર દરમ્યાન મૃત્યું નિપજ્યું છે. તેમજ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે રીક્ષા ચાલકો અને વાહન ચાલકો જે રફ ડ્રાઈવીંગ કરતા હોય તેવું ન કરે. જેથી અકસ્માતો અટકાવી શકાય.
આ પણ વાંચોઃ Gujarat: ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો સામે પોલીસની લાલ આંખ, તપાસમાં 9 બાંગ્લાદેશી ઘૂસણખોર નીકળ્યા